________________
વ્યાધિ, સ્થાન, પ્રમાદ.. વગેરે નવ પ્રયૂહો જેથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તે જણાવાય છેरजस्तमोमयाद् दोषाद्, विक्षेपाश्चेतसो ह्यमी । सोपक्रमा जपान्नाशं, यान्ति शक्तिहतिं परे ॥१६-१३॥
“રજોગુણ અને તમોગુણમય દોષના કારણે વ્યાધિ વગેરે અંતરાયો-પ્રચૂહો સોપકર્મથી ઉત્પન્ન થયેલા હોય તો ઈશ્વરના જાપથી તે નાશ પામે છે અને તે નિરુપક્રમ હોય તો તે પ્રત્યુહોની શક્તિ નાશ પામે છે.”-આ પ્રમાણે તેરમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યાધિ, સ્થાન અને પ્રમાદ વગેરે પ્રત્યુહો યથાસંભવ રજોગુણ અને તમોગુણની ઉદ્વિક્ત(પ્રમાણ કરતાં અત્યધિક માત્રા) અવસ્થાના કારણે થનારા કર્મજન્ય દોષો છે. પ્રત્યુહજનક કર્મ સોપમ અને નિરુપમ પણ હોય છે. જે કર્મ, બંધાયા પછી તેના વિપાક(ઉદય) વખતે સ્થિતિ કે રસ વગેરે વિષયમાં પરિવર્તન પામવાની યોગ્યતાવાળું છે તેને સોપમ કહેવાય છે અને એવી યોગ્યતાથી રહિત જે કર્મ છે તે નિરુપક્રમ છે. અપવર્તનીય-સોપક્રમર્મથી ઉત્પન્ન થયેલા પ્રચૂહો ઈશ્વરના પ્રણિધાન સ્વરૂપ જપથી નાશ પામે છે. જે કર્મની સ્થિતિ વગેરેમાં પરિવર્તન લાવી શકાય છે એવાં અપવર્તનીય કર્મોનો ક્ષય પરમાત્માના જપથી થવાથી વ્યાધ્યાદિનો પણ નાશ થાય : એ સમજી શકાય છે.
નિરુપક્રમ(અનાવર્તનીય)કર્મથી ઉત્પન્ન થયેલા પ્રયૂહો પરમાત્માના જપથી નાશ નથી પામતા, પરંતુ તેના