________________
(શાસ્ત્રકારવિશેષે) પણ કહ્યું છે. (જે આગળના શ્લોકથી કહેવાશે.)’-આ પ્રમાણે સોળમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે જેમના વિશેષ ધર્મનો નિર્ણય થયો ન હોય તેમના વિષયમાં લહ(વિવાદ) કે અભિનિવેશનો જે અભાવ છે, તેને માધ્યસ્થ્ય કહેવાય છે. આવા માધ્યસ્થ્યનું આલંબન લઈને જ વિશિષ્ટદેવવિશેષને આશ્રયીને કરાતી તેમની સ્તવન, ધ્યાનાદિ સ્વરૂપ જે સેવા છે; તે તેમના કારણે ફળવિશેષને પ્રાપ્ત કરાવે છે. એ પ્રમાણે બધા જ વિદ્વાનો માને છે. જ્યાં સુધી તે તે દેવોમાં વિશેષ નિર્ણય ન થાય ત્યાં સુધી તે દેવની સ્તવના, તેમનું ધ્યાન અને તેમની પૂજા વગેરે સ્વરૂપ સેવા; ઉપર જણાવ્યા મુજબના માધ્યસ્થ્યના આલંબને જ કરવાથી ફળપ્રદ બને છે-એમ બધા વિદ્વાનોને અભિમત છે.
યદ્યપિ તે તે દેવોની આપણે પોતે કરેલી સ્તવનાદિ ક્રિયાઓ ફળનું પ્રદાન કરવામાં સમર્થ છે. પરંતુ સ્તવનીય પરમાત્માનું આલંબન લેવા વડે દેવતાની સ્તોત્રાદિથી કરાયેલી સ્તવનાદિથી જે ફળનો લાભ થાય છે, તે સ્તોતવ્ય કે ધ્યેય વગેરેના નિમિત્તે થાય છે-આવો વ્યવહાર પ્રસિદ્ધ છે. વ્યવહારમાં પણ એ વાત પ્રસિદ્ધ છે. આપણા કામના જ પૈસા મળે છે છતાં શેઠ આપે છે એમ કહેવાય છે. જેથી આ વાતને સ્પષ્ટ કરતાં શાસ્ત્રકાર કાલાતીતે પણ કહ્યું છે, જે હવે પછીના શ્લોકથી જણાવાય છે. ૧૬-૧૬
SET
કાલાતીત શાસ્ત્રકારે જે જણાવ્યું છે, તે જણાવાય છે
૨૯