________________
છે; એ પરમાત્મામાં અને અમે જણાવેલા પરમાત્મામાં સામાન્યથી નામાદિનો જ ફરક છે.
તે તે દર્શનકારોએ ઈશ્વરતત્ત્વનું નિરૂપણ કરતી વખતે રાગાદિ દોષોથી રહિત અને સર્વગુણોથી પરિપૂર્ણ સ્વરૂપે ઈશ્વરતત્ત્વને વર્ણવ્યું છે. માત્ર તેઓશ્રીએ નામ જુદાં જુદાં દર્શાવ્યાં છે અને સ્વરૂપમાં સહેજ ફરક પણ વર્ણવ્યો છે. મુક્તાદિસ્વરૂપે અમે દર્શાવેલા સ્વરૂપવાળા ઈશ્વરનો તેઓએ સ્વીકાર કર્યો છે. ૧૬-૧૮૫
88&8
અનાદિશુદ્ધ, સાદિઅનંત અને પ્રતિક્ષણભઙ્ગર... ઈત્યાદિ વિશેષ સ્વરૂપે તે તે દર્શનકારોએ ઈશ્વરનું વર્ણન કર્યું છે. તેથી તે સ્વરૂપે ઈશ્વરની ભિન્નતા હોવાથી સ વ સ્વાદ્... ઈત્યાદિ નિરૂપણ અસઙ્ગત છે-આ શઙ્ગાનું સમાધાન કરતાં, બીજાઓએ માનેલા અનાદિશુદ્ધતાદિસ્વરૂપ વિશેષ ધર્મોનું નિરાકરણ કરાય છે
अनादिशुद्ध इत्यादिर्यो भेदो यस्य कल्प्यते । तत्तत्तन्त्रानुसारेण, मन्ये सोऽपि निरर्थकः ॥ १६-१९॥
“તે તે દર્શનના અનુસારે અનાદિશુદ્ધ... ઈત્યાદિ સ્વરૂપે જે પરમેશ્વરના વિશેષની કલ્પના કરાય છે તે નિરર્થક છે-એમ હું માનું છું’’-આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે તે તે દર્શનકારો ઉપર જણાવ્યા મુજબ ઈશ્વરને માને છે. પરંતુ કેટલાક દર્શનકારોશૈવો પરમાત્માને અનાદિથી શુદ્ધ અને સર્વગત-વિભુ માને
૩૨