________________
વગેરે કરે એ શક્ય નથી. અન્યથા મૃત મયૂરનો ટહૂકો માનવાનો પ્રસવું આવશે. આથી સ્પષ્ટ છે કે પરમાત્માને કોઈ પણ રીતે અનિત્ય માની શકાય એમ ન હોવાથી પરમાત્માને અનાદિશુદ્ધ નિત્ય માનવામાં આવે છે.
આની સામે બૌદ્ધોનું એ કહેવું છે કે જો ઈશ્વરને અપટુત(અવિનાશી), અનુત્પન્ન અને સ્થિર એક સ્વભાવવાળા એકાંતે નિત્ય માનવામાં આવે તો તેમનામાં કોઈ પણ રીતે અર્થક્રિયાકારિત્વ ઘટી શકે એમ નહીં બને. કારણ કે નિત્ય પરમાત્મા(વગેરે) મે કરીને અર્થક્રિયા (પોતાનું કાર્ય કરે કે યુગપ૬ (એક કાળમાં) કરે-આ બે વિકલ્પમાંથી કોઈ પણ વિકલ્પ સત નથી. કારણ કે નિત્ય વસ્તુમાં તે તે સકલ કાર્ય કરવાની શક્તિઓ સદાને માટે હોય છે. સહકારીકરણના સમવધાનમાં તે તે વસ્તુમાં કોઈ અતિશયનું આધાન થતું ન હોવાથી નિત્ય વસ્તુ; તે તે બધાં જ કાર્યો એક જ કાળમાં કરી શકશે, પરંતુ એમ બનતું નથી. આથી પ્રથમ વિકલ્પમાં ત્રણેય કાળના બધા જ કાર્ય એકીસાથે કરવાનો પ્રસ આવશે. બીજો વિકલ્પ માની લેવામાં આવે તો નિત્ય વસ્તુએ એક જ ક્ષણમાં બધાં કાર્યો કરી લીધાં હોવાથી બીજી ક્ષણે કોઈ પણ કાર્ય કરવાનું રહેતું ન હોવાથી અર્થયિાકારિત્વના અભાવના કારણે નિત્ય વસ્તુમાં અવસ્તુત્વ માનવાનો પ્રસંગ અવશે. વસ્તુમાં વસ્તુત્વ અર્થક્રિયાકારિત્વસ્વરૂપ છે. આથી સ્પષ્ટ છે કે એકાંતે નિત્ય વસ્તુનો સ્વીકાર કરવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ એક પણ વિકલ્પ સખત નથી. તેથી પ્રત્યેક ક્ષણે પરાવર્તમાન
SONGS