Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ રાહુના તેવા તેવા સંબંધનું જ્ઞાન શાસ્ત્રથી થાય છે અર્થાત્ શાસ્ત્રથી બધા જ વિશેષોનો નિશ્ચય થતો ન હોવા છતાં કોઈ પણ વિશેષ પ્રકારે ચંદ્ર અને રાહુના સંબંધનું જ્ઞાન જેમ થાય છે, તેવી જ રીતે શાસ્ત્રથી બીજી પણ અતીન્દ્રિય વસ્તુ છદ્મસ્થોને જણાય છે. તેથી અતીન્દ્રિય વસ્તુનું નિરૂપણ યોગ્ય છે. ૧૬-૨૬।। RUK ઉપર જણાવ્યા મુજબ હસ્તસ્પર્શસમાન શાસ્ત્ર હોવાથી શાસ્ત્રથી થનારા જ્ઞાનસ્વરૂપ શાબ્દજ્ઞાનમાં અસ્પષ્ટતા વર્ણવી છે : એ જણાવાય છે इत्थं स्पष्टता शाब्दे, प्रोक्ता तत्र विचारणम् । माध्यस्थ्यनीतितो युक्तं, व्यासोऽपि यददो जगौ ।। १६-२७।। “આ રીતે શાબ્દજ્ઞાનમાં અસ્પષ્ટતા જણાવી છે. તે અસ્પષ્ટ શાબ્દજ્ઞાનમાં માધ્યસ્થ્યબુદ્ધિથી વિચારણા કરવી યુક્ત છે. વ્યાસે પણ આ વિષયમાં આ પ્રમાણે કહ્યું છે. (જે હવે પછી જણાવાશે.)’-આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે શાસ્ત્રથી; ઉપર જણાવ્યા મુજબ હસ્તસ્પર્શથી થનારા જ્ઞાનની જેમ અસ્પષ્ટ શાબ્દબોધ થાય છે. એ અસ્પષ્ટ શાબ્દજ્ઞાન હોય ત્યારે માધ્યસ્થ્યબુદ્ધિથી અનુમાનાદિ દ્વારા વિચારણા કરવી જોઈએ. કારણ કે તર્ક પ્રમાણાનુગ્રાહક છે. પ્રમાણાનુગ્રાહક તર્કથી જ(વિચારણાથી જ) ઐદમ્પર્યની શુદ્ધિ થાય છે, જે સ્પષ્ટતાપ્રાય છે. આ ૪૫

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58