________________
નહિ કરનાર એવો તેનાથી બીજી વસ્તુની યાચના ક્ય જિનેશ્વરદેવની પાસે કરનાર વિહ્વળ માણસ ભાગ્યને છોડીને તેને કયા મૂલ્યથી મેળવશે ?’’ આશય એ છે કે ભૂતકાળના કોઈ પ્રબળ પુણ્યોદયે શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા ધર્મની પ્રાપ્તિ થયા પછી, છતે સામર્થ્ય જેઓ તે પ્રામ થયેલા ધર્મનું પાલન કરતા નથી અને શ્રી જિનેશ્વરદેવો પાસે મોક્ષ વગેરેની યાચના કરે છે તેઓ વસ્તુતઃ વિહ્વળ-બાવરા છે; કારણ કે, છે એની તેઓ ઉપેક્ષા કરે છે અને નથી તેને ચાચ્યા કરે છે-આ જ તેની વિષ્ણુળતા છે. પરમાત્માની પરમકૃપાથી જે ધર્મ પ્રાપ્ત થયો છે, તેને આરાધવો નથી અને તેના ફળને માંગવું છે, એ વિઠ્ઠલતાનું લક્ષણ છે.
પરંતુ એ રીતે માંગેલી વસ્તુ કોઈ પણ રીતે મળતી નથી. સિવાય કે ભાગ્ય હોય અને મળી જાય તો જુદી વાત છે. બાકી તો કોઈ એવી વસ્તુ નથી કે તે સ્વરૂપ મૂલ્ય (કિંમત) વડે પરમાત્માની પાસે માંગેલી વસ્તુની આપણને પ્રાપ્તિ થાય. આથી સમજી શકાશે કે પરમાત્માની પાસે જેની પણ યાચના કરી છે તેને પ્રાપ્ત કરવા માટે તેઓશ્રીની આજ્ઞાના પાલન સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. તે સ્વરૂપ જ તે પરમતારક આત્માઓનો એકમાત્ર અનુગ્રહ છે. પ્રાપ્ત સંયોગોનો પરમાત્માની આજ્ઞા મુજબ ઉપયોગ કરવા માંડીએ તો સિદ્ધિ મળશે જ. નવા સાધનની આવશ્યકતા નથી. પરંતુ મળેલા સાધનનો ઉપયોગ કરવાની
·
૫૦