Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ આવશ્યકતા છે. ૧૬-૩૧ 8882UBXRU અતે પ્રકરણાથનો ઉપસંહાર કરતાં કર્તવ્ય જણાવાય છે, अनुष्ठानं ततः स्वामिगुणरागपुरःसरम् । परमानन्दतः कार्य, मन्यमानैरनुग्रहम् ॥१६-३२॥ “તેથી પરમાનંદને આશ્રયીને સ્વામીના ગુણના રાગપૂર્વક; પરમાત્માનો અનુગ્રહ માનનારાઓએ અનુષ્ઠાન કરવું જોઈએ.'-આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ શ્રી તીર્થંકરપરમાત્માએ આપણને મોક્ષમાર્ગ આપ્યો છે. એ એક જ તેઓશ્રીએ આપણી ઉપર કરેલો અનુગ્રહ છે. એ મોક્ષમાર્ગની આરાધના કરીને આપણે અનુગ્રાહ્ય બનીએ છીએ. પરમાત્મા આપણી ઉપર અનુગ્રહ કરે છે : એમ જેઓ માનતા હોય તેઓએ પરમાનંદમય મોક્ષને ઉદેશીને પરમાત્માએ ઉપદેશેલાં પરત્મરક વિહિત અનુષ્ઠાનો કરવાં જોઈએ અને એ વખતે પરમાત્માના અનંતજ્ઞાનાદિ ગુણો પ્રત્યે રાગ કેળવી લેવો જોઈએ. આપણા આત્માના પણ ગુણો પરમાત્માના ગુણો જેવા જ છે. પરમાત્માના ગુણો આવિર્ભત છે અને આપણા તિરોહિત છે. પરમાત્માના શુદ્ધજ્ઞાનાદિમય સ્વરૂપની જેમ આપણે આત્મસ્વરૂપ પણ

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58