Page #1
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિત
ઈશાનગૃહવિચારબીથી પરિશીલના
(૧૬)
સવ 8 Beiscicis
4.21.c.al.ft.vat
8USIRIS8
દીઅનેકાન્ત પ્રકાશન ટેનીલિજીયસ ટ્રસ્ટ
Page #2
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિત ત્રિશ-ત્રિશિલા' પ્રકરણાન્તર્ગત
ઈશાનુગ્રહવિચાર બત્રીશી-એક પરિશીલના
જબરમતી
: પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામનો જપ, પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. મુતિચન્દ્ર સૂ. મ. સા. ના રત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુમ સૂ. મ. સા. ના શિષ્યરત્ન
પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ.
A. --પ્રકાશન શ્રી અનેકાન્ત પ્રવાહી જીતીને ઝટ
: આર્થિક સહકાર : કલ્યાણમિત્ર સ્વ. શા. મહેશભાઈ મનુભાઈના આત્મયોપેં
શા. નગીનદાસ કચરાભાઈ પરિવાર સાગરસમ્રાટ ફ્લેટ્સ, જૂના શાશ્તા મંદિર રોડ, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬.
Page #3
--------------------------------------------------------------------------
________________
ઈશાનગૃહવિચાર બત્રીશી-એક પરિશીલન - ૧૬ આવૃત્તિ – પ્રથમ : પ્રકાશન : વિ. સં. ૨૦૧૮ નકલ - ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન- જેન રીલીજીયસ ટ્રસ્ટ
: પ્રાપ્તિસ્થાન : શા. સૂર્યકાન્ત ચતુરલાલ રજનીકાંત એફ. વોરા. મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) ૬૫૫, સાચાપીર સ્ટ્રીટ,
પુણે કૅમ્પ, પુણે - ૪૧૧૦૦૧. મકુંદભાઈ આર. શાહ વિજયકર કાંતિલાલ ઝવેરી ૫, નવરત્ન લેટ્સ
પ્રેમવર્ધક ફ્લેટ્સ નવા વિકાસગૃહ માર્ગ
નવા વિકાસગૃહ માર્ગ-પાલડી પાલડી- અમદાવાદ-૭
અમદાવાદ- ૩૮૦૦૦૭ જતીનભાઇ હેમચંદ શાહ કોમલ' છાપરીયાશેરી : મહીધરપુરા
સુરત – ૩૯૫૦૦૩
: આર્થિક સહકાર : કલ્યાણમિત્ર સ્વ.શા. મહેશભાઈ મનુભાઈના આત્મયોપેં
શા. નગીનદાસ કચરાભાઈ પરિવાર સાગરસમ્રાટ લેટ્સ, જૂના શારદા મંદિર રોડ, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬.
: મુદ્રણ વ્યવસ્થા :
કુમાર
૧૩૮-બી, ચંદાવાડી, બીજે માળે, સી. પી. ટેક રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન : ૩૮૮૬૩૨૦/૩૮૮૫૦૨૮
Page #4
--------------------------------------------------------------------------
________________
પરિશીલનની પૂર્વે...
અનંતોપકારી દેવાધિદેવ શ્રી તીર્થંકરપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ આ સોળમી બત્રીશીમાં ઈશાનુગ્રહની વિચારણા કરી છે. સામાન્યથી યોગદર્શનની માન્યતા મુજબ ઈશ-પરમાત્માના અનુગ્રહથી જ આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરમાત્માના અનુગ્રહનો અભાવ હોય તો જીવ ગમે તેટલો પુરુષાર્થ કરે તોય તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જગતના કર્તા, હર્તા પરમાત્મા છે. તેમની ઈચ્છાદિના કારણે આ સંસારમોક્ષની વ્યવસ્થા છે... ઈત્યાદિ માન્યતાનું વ્યવસ્થિત નિરૂપણ કરીને એની અયુક્તતાનું નિરૂપણ આ બત્રીશીમાં મુખ્યપણે કરવામાં આવ્યું છે. એનો સ્પષ્ટ ખ્યાલ તો આ બત્રીશીના અધ્યયનથી જ આવશે.
અન્યદાર્શનિકોની પ્રતિભા, તેમનો પુરુષાર્થ અને તેમની સંસાર પ્રત્યેની ઉદાસીનતા.... ઈત્યાદિનો વિચાર કરીએ અને સાથે સાથે તેઓએ જણાવેલી વાતોનો વિચાર કરીએ તો મિથ્યાત્વની ભયંકરતા સમજાયા વિના નહીં રહે. આપણા પરમ શ્રદ્ધેય શાસ્ત્રકાર પરમર્ષિએ અન્યદર્શનોની વિસતિને જણાવવામાં કોઈ જ કચાશ રાખી નથી. આવા પરમતારક ગ્રંથોનું અધ્યયન કર્યા વિના માર્ગની પ્રાપ્તિ કોઈ પણ રીતે શક્ય નથી. આવા સમર્થ શાસ્ત્રકાર પરમર્ષિઓનો આપણે અનુગ્રહ ઝીલી શકીએ તો પરમાત્માના અનુગ્રહના પાત્ર બની શકીશું.
પરમાત્માનો અનુગ્રહ જે રીતે યોગદર્શનમાં મનાય છે તે રીતે શરૂઆતમાં જ વિસ્તારથી ચાર શ્લોકો દ્વારા જણાવીને પછીના બે શ્લોકોથી તેની અયુક્તતા જણાવી છે. પ્રકૃતિ, પુરુષ... ઈત્યાદિ તત્ત્વોની કલ્પના જ પરમાર્થથી વાસ્તવિક ન હોવાથી પરમાત્માનો અનુગ્રહ પણ વાર્તામાત્ર જ બને છે. ત્યારબાદ જૈનદર્શનની માન્યતા મુજબ દેવનો અનુગ્રહ માનવામાં આવે તો અન્યદર્શનકારોની માન્યતા મુજબનો પરમાત્માનો અનુગ્રહ કથંચિ ્ યુક્તિઙ્ગત બને છે-તે જણાવ્યું છે તેમ જ
Page #5
--------------------------------------------------------------------------
________________
પતંજલિએ જણાવેલાં વિઘ્નો, તેનો ક્ષય અને પ્રત્યક ચૈતન્યની પ્રામિ : તે બધાનું સ્પષ્ટ નિરૂપણ કર્યું છે. ત્યાર બાદ કાલાતીત નામના શાસ્ત્રકારવિશેષના જણાવ્યા મુજબ પરમાત્માનું સ્વરૂપ એક જ છે. જેમના રાગાદિ લેશો સર્વથા દૂર થાય છે તે જ પરમાત્મા છે. તેમનાં જુદાં જુદાં નામોના કારણે તેમનામાં કોઈ જ ફરક પડતો નથી. તેમ જ તે તે દર્શનકારોએ પરમાત્મામાં જે વિશેષતા વર્ણવી છે, તે પરમાત્માની ઉપાસનામાં ઉપયોગિની નથી. સર્વથા ફ્લેશથી રહિત સ્વરૂપે પરમાત્માની ઉપાસનાથી જ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ઈત્યાદિ માન્યતાનો સ્વીકાર કદાગ્રહના ત્યાગ માટે કરવામાં બાધ નથી : એ જણાવ્યું છે.
અંતે પરમાત્મા ધર્મોપદેશ દ્વારા આપણને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવે છે, તે જ તેઓશ્રીનો અનુગ્રહ છે. તેઓશ્રીના પરમતારક વચનને અનુસરી ધર્માનુષ્ઠાન દ્વારા આપણે આપણા આત્માને પરમાત્મસ્વરૂપ બનાવીએ તો જ આપણે પરમાત્માના અનુગ્રહના પાત્ર બની શકીશું... વગેરે જણાવ્યું છે. આ બત્રીશીના છેલ્લા ત્રણ શ્લોકો મુમુક્ષુ આત્માઓએ નિરંતર યાદ રાખવા જોઈએ.
પરમાત્મા પરમાત્મા કઈ રીતે બન્યા; તેઓશ્રીએ તારક તીર્થની સ્થાપના કેમ કરી અને ધર્મદેશના દ્વારા આપણી ઉપર તેઓશ્રીએ કઈ રીતે અનુગ્રહ ર્યો : એ બધાનો વિચાર કરવાથી પરમાત્માના અનુગ્રહનું વાસ્તવિક સ્વરૂપ આપણે સમજી શકીશું. માર્ગદર્શક પરમાત્મા આપણને માર્ગે ચલાવતા નથી. એ કામ તો આપણે જાતે જ કરવાનું છે. અનન્યસાધારણ માર્ગદર્શન પરમાત્માએ કરાવ્યું છે અને અનન્યસાધારણ પુરુષાર્થ આપણે કરવાનો છે. અંતે પરમાત્માના પરમતારક માર્ગદર્શનને અનુસરી દર્શનશાનચારિત્રમય મોક્ષમાર્ગે ચાલવાના એ પુરુષાર્થનો પ્રારંભ કરી પરમાત્માના અનુગ્રહના પાત્ર બની રહીએ એ જ એકની એક શુભાભિલાષા...
આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
Page #6
--------------------------------------------------------------------------
________________
अथ प्रारभ्यत ईशानुग्रहविचारद्वात्रिंशिका |
આ પૂર્વેની બત્રીશીમાં સમ્યગ્દષ્ટિ આત્માઓનું સ્વરૂપ વર્ણવ્યું. હવે તેમના નિર્વાહક ઈશાનુગ્રહની વિચારણા આ બત્રીશીમાં કરાય છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ જ વાસ્તવિક રીતે વસ્તુતત્ત્વની વિચારણા કરી શકે છે. ઈશાનુગ્રહવિચારણાથી તેનો વાસ્તવિક નિર્ણય થાય છે, જેથી આત્મા સમ્યગ્દષ્ટિ બની રહે છે. આ રીતે સમ્યગ્દષ્ટિનિર્વાહક ઈશાનુગ્રહ હોવાથી સમ્યગ્દષ્ટિના નિરૂપણ પછી આ બત્રીશીમાં ઈશાનુગ્રહની વિચારણા કરાય છે
महेशानुग्रहात् केचिद्, योगसिद्धिं प्रचक्षते । क्लेशाद्यैरपरामृष्टः, पुंविशेष: स चेष्यते ॥ १६ - १॥
“મહેશના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે; એમ કેટલાક કહે છે. ક્યારે પણ જે પુરુષ ક્લેશાદિથી રહિત છે તે મહેશ છે.’’–આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. એનો આશય, વિસ્તારથી આ શ્લોકની જ ટીકામાં ગ્રંથકારશ્રીએ વર્ણવ્યો છે, જેનું તાત્પર્ય નીચે જણાવ્યા મુજબ છે.
પાતંજલદર્શનના અનુયાયીઓ મહેશના અનુગ્રહથી યોગસિદ્ધિ માને છે. પૂર્વે જણાવ્યા મુજબ મોક્ષની સાથે આત્માને જોડી આપનાર આત્મવ્યાપાર યોગ છે તેમ જ પાતંજલદર્શનમાં જણાવ્યા મુજબ ચિત્તવૃત્તિનિરોધ યોગ છે. તેની પ્રાપ્તિ અને પ્રાપ્ત એવા તેની રક્ષા સ્વરૂપ યોગની સિદ્ધિ છે. અપ્રામની પ્રાપ્તિ અને પ્રામની રક્ષા સ્વરૂપ, તે તે વસ્તુની સિદ્ધિ છે. એવી યોગની સિદ્ધિ મહેશના અનુગ્રહથી
૧
Page #7
--------------------------------------------------------------------------
________________
થાય છે. મહેશ પુરુષવિશેષ છે; જે ત્રણેય કાળમાં ક્લેશ, કર્મ, વિપાક અને આશયથી અસંબદ્ધ છે-એ પ્રમાણે “क्लेशकर्मविपाकाऽऽशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः " (१૨૪) । આ પાતંજલયોગસૂત્રથી જણાવાયું છે.
અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ : આ પાંચ ક્લેશ છે, જેનું સ્વરૂપ હવે પછી જણાવાશે. ક્લેશ જેનું મૂળ છે એવો કર્મસ્વરૂપ આશય(ભાવ) છે. એનો અનુભવ આ જન્મમાં થાય છે; તેમ જ પરજન્મમાં પણ થાય છે. ઉપર જણાવ્યા મુજબ અવિદ્યાદિ સ્વરૂપ ક્લેશો અનેક પ્રકારના છે. તેના કારણે થનારા કર્માશયો પણ અનેક પ્રકારના છે. કેટલાંક કર્મો દૃષ્ટવેદનીય છે અને કેટલાંક કર્મો અદૃષ્ટવેદનીય છે. આ જન્મમાં જ જેનો અનુભવ થાય છે, તે કર્મો દૃષ્ટવેદનીય છે અને પરલોકમાં (પરજન્મમાં) જેનો અનુભવ થાય છે તે કર્મો અદષ્ટવેદનીય છે. એમાં મૂળભૂત કારણ અવિદ્યાદિ લેશો છે. તીવ્ર સંવેગ(અતિ-ઉત્કટ પ્રયત્ન)થી કરેલાં અતિ-ઉત્તમ પવિત્ર એવાં દેવતા-આરાધનાદિ કર્મો આ જ જન્મમાં જાતિ, આયુષ્ય અને ભોગ સ્વરૂપ ફળને આપે છે. શિલાદ નામના મુનિના નંદી નામના કુમારે મહાદેવજીની અત્યુગ્ર (શ્રેષ્ઠ) પૂજા કરીને મનુષ્યશરીરનો ત્યાગ કરી તે જન્મમાં જ દેવના શરીરને ધારણ કરી તે અમર થયો હતો. આ રીતે દેવતાના આરાધનથી આ જન્મમાં જ તેને વિશિષ્ટ જાતિ, આયુષ્ય અને ભોગ સ્વરૂપ ફળની પ્રાપ્તિ થઈ હતી.
‘આ પ્રમાણે જન્મ, શરીર, આયુષ્ય, ઈન્દ્રિયો વગેરેના
૨
Page #8
--------------------------------------------------------------------------
________________
પરિણામોમાં ફેરફાર કઈ રીતે થાય ? અર્થ એ શક્ય નથી.' આવી શઠ્ઠા નહીં કરવી જોઈએ. કારણ કે દેવપૂજાદિ સદનુષ્ઠાનના પ્રભાવથી; તે તે વસ્તુની પ્રાપ્તિના પ્રતિબંધકની નિવૃત્તિ થવાથી એક ક્યારામાંથી બીજા ક્યારામાં જેમ જળ પૂરાય છે તેમ પ્રકૃતિના આપૂરણથી(પૂર્વપ્રકૃતિના જ આપૂરણથી) ઉપર જણાવ્યા મુજબ સિદ્ધિવિશેષની પ્રાપ્તિ થાય છે. તેથી તેમાં(જાત્યાદિના પરિણામોતરમાં) કોઈ અનુપપત્તિ થતી નથી. ખેતરમાં પાણી પાનાર ખેડૂતને જ્યારે એક ક્યારામાંથી બીજા ક્યારામાં પાણી લઈ જવાનું થાય છે ત્યારે તે જેમ તે ક્યારામાં પાણી નાંખવા જતો નથી. પરંતુ પહેલાંની જેમ જ એ પાણી નાખ્યા કરે છે. તે વખતે તે ખેડૂત બીજા ક્યારામાં પાણી જે કારણે જતું ન હતું તે પાળ વગેરે દૂર કરી દે છે. તેથી પ્રતિબંધકના દૂર થવાથી ત્યાં પાણી પહોંચી જાય છે. આવી જ રીતે આ જન્મમાં જન્માંતરસંબંધી વિશિષ્ટ જાતિ, આયુષ્ય વગેરે ફળની પ્રાપ્તિ જે પ્રતિબંધકને લઈને થતી ન હતી તે અધર્મસ્વરૂપ પ્રતિબંધકને, અત્યંત તીવ્ર સંવેગથી સદનુષ્ઠાન કરવા દ્વારા દૂર કરાય છે. તેથી પૂર્વવત્ પ્રકૃતિના આપૂરણથી જ આ જન્મમાં તે તે વિશિષ્ટ જાતિ, આયુષ્ય અને ભોગ સ્વરૂપ ફળાંતર(પરિણામાંતર) પ્રાપ્ત થાય છે.
આ વાતને જણાવતાં “નૌષધિમન્નતપ:સમાધિના સિદ્ધયઃ' (૪-૨) . આ પાતંજલયોગસૂત્રમાં વર્ણવ્યું છે કે જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિના કારણે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પક્ષીઓ આકાશમાં ગમન કરે છે.. વગેરે
Page #9
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિઓ જન્મના કારણે છે. લોહગુગુલાદિના સેવનથી જે અચિન્ય દિવ્યશક્તિ વગેરે પ્રાપ્ત થાય છે તે ઔષધિના કારણે પ્રાપ્ત થતી સિદ્ધિઓ છે. મંત્રના પ્રયોગથી પ્રાપ્ત થતી આકાશગમનાદિની શક્તિ સ્વરૂપ સિદ્ધિઓ મંત્રના કારણે પ્રાપ્ત થતી હોય છે. તપોબળથી પ્રાપ્ત થનારી શક્તિ તપના કારણે થનારી સિદ્ધિ કહેવાય છે અને સમાધિથી પ્રાપ્ત થનારી અણિમાદિ વગેરે સ્વરૂપ સિદ્ધિઓ છે, જે યોગીજનોને પ્રાપ્ત થાય છે.
કાર્ય અને કારણની સિદ્ધિ તેના ઉત્કર્ષ સ્વરૂપ છે. પૂર્વાવસ્થાના તેના પરિણામની અપેક્ષાએ ઉત્કૃષ્ટ પરિણામાંતરની પ્રાપ્તિ સિદ્ધિસ્વરૂપ છે. આ રીતે ઉત્કૃષ્ટ પરિણામ સ્વરૂપ જાત્યંતર પરિણામ પ્રકૃતિના આપૂરથી થાય છે. આશય એ છે કે આ પ્રકૃતિઓનું આપૂર પ્રકૃતિઓનો સ્વાભાવિક ધર્મ છે કે ધર્માદિના કારણે તે થતો હોવાથી ધર્માદિથી જન્ય છે ? આ શંકાના સમાધાન માટે નાત્યરરિણામ પ્રાપૂરા” (૪-૧); આ સૂત્ર પછી “નિમિत्तमप्रयोजकं प्रकृतीनां वरणभेदस्तु ततः क्षेत्रिकवद्"(४-६)। આ સૂત્ર છે. શંકાનું કારણ એ છે કે પ્રકૃતિનો આપૂર પ્રકૃતિનો સ્વાભાવિક ધર્મ હોય તો તેનાથી બધાને જ સિદ્ધિ પ્રાપ્ત થશે અને તે જ ધર્માદિથી જન્ય હોય તો ધર્માદિને હેતુ-સ્વતંત્ર કારણ- માનવાનો પ્રસંગ આવશે. કારણ કે પ્રકૃતિથી જન્ય(પરંપરાએ જન્ય) ધર્માદિ, પ્રકૃતિના આપૂરના કારણ થઈ શકે નહિ. તેથી શંકાના સમાધાન માટે નિમિત્તમ... ઈત્યાદિ સૂર છે. ધર્માદિ, પ્રકૃતિના આપૂરનું
అలలు అలలమలదం
అలంలంలంలంలంలంలంల
Page #10
--------------------------------------------------------------------------
________________
નિમિત્ત છે, પ્રયોજક નથી. સ્વતંત્ર કારણને પ્રયોજક-હેતુ કહેવાય છે. તેથી ધર્માદિ જે નિમિત્ત છે; તે પ્રકૃતિઓના પ્રયોજક નથી. ધર્માદિથી વરણભેદ(પ્રતિબંધકાપનયન) થાય છે. જેમ ખેડૂત વૃક્ષની આસપાસનું ઘાસ ઉખેડી નાખે છે તેથી વૃક્ષના મૂળમાં પાણી પહોંચે છે પરંતુ તે ત્યાં પાણી સિંચતો નથી તેમ અહીં પણ સિદ્ધિના પ્રતિબંધક ધર્માદિકથી દૂર થાય છે. તેથી સિદ્ધિઓ તો પ્રકૃતિઓના આપૂરથી જ થાય છે. તે તે સિદ્ધિને અનુકૂળ કારણમાં અવયવોનો(પરમાણુ વગેરેનો) અનુપ્રવેશ કે નિગમ કરાવવો; તેને પ્રકૃતિનો આપૂર કહેવાય છે... ઈત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ.
“તિ મુદ્દે વિપા નાત્યાયુ:” (-૩) આ યોગસૂત્રમાં જણાવ્યા મુજબ ક્લેશ સ્વરૂપ બીજ હોતે છતે કુશલ કે અકુશલ કર્મોના ફળ સ્વરૂપ જાતિ, આયુષ્ય અને ભોગને વિપાક કહેવાય છે. મનુષ્યાદિ જાતિ છે. લાંબા કાળ સુધી આત્માના શરીર સાથેના સંબંધને આયુષ્ય કહેવાય છે. મુચના રૂતિ મુતેડનેતિ મુ િવૈતિ; “બોr શબ્દ એ ત્રણેય રીતે અનુક્રમે કર્મ, કરણ અને ભાવમાં નિષ્પન્ન છે. તેથી શબ્દાદિ વિષયો, શ્રવણાદિ ઈન્દ્રિયો અને સુખ-દુઃખનું સંવેદન : એ ત્રણને ભોગ કહેવાય છે. સુખદુઃખના સંવેદનથી ઉત્પન્ન થનારા સંસ્કારો(વાસના)ને આશય કહેવાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સાંખ્યદર્શનમાં સાશય અને અનાશય-એમ ચિત્તના બે પ્રકાર, વર્ણવ્યા છે. તેમાંનું
ONE
S S
.COMO S S S SS
అల ల ల లల లలల
S
S
Page #11
--------------------------------------------------------------------------
________________
અનાશય ચિત્ત યોગીઓને હોય છે. આ વાત તત્ર ધ્યાન મનાય” (૪-૬) એ આ સૂત્રથી જણાવી છે. તેથી જ ધ્યાનથી ઉત્પન્ન અનાશય ચિત્તવાળા યોગીજનોનું કર્મ અશુકલાકૃષ્ણ હોય છે. “શવજીur યોનિનત્રિવિમિતરેષા” (૪-૭) : આ યોગસૂત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે યોગીજનોને અશુલાકૃષ્ણ કર્મ હોય છે અને તેમનાથી ભિન્ન જનોને શુક્લ, કૃષ્ણ તેમ જ શુક્લકૃષ્ણ : આ ત્રણ પ્રકારના કર્મો હોય છે. શુભ ફળને આપનારું યોગાદિ સ્વરૂપ કર્મ શુક્લ છે. બ્રહ્મહત્યાદિ સ્વરૂપ કર્મ અશુભ ફળને આપનારું હોવાથી કૃષ્ણ છે. ઉભયથી સંકીર્ણ કર્મ શુક્લકૃષ્ણ છે. દાન, તપ અને સ્વાધ્યાયાદિને કરનારાને શુક્લ કર્મ છે; નારકીઓને કૃષ્ણ કર્મ છે અને મનુષ્યાદિને શુક્લકૃષ્ણ કર્મ છે. યોગીજનોને એ ત્રણેય કર્મથી વિલક્ષણ એવું ચોથું અશુલાકૃષ્ણ કર્મ હોય છે.
યોગીજનોને છોડીને બીજા બધા અયોગીજનોનું ચિત્ત સાશય હોય છે. કારણ કે અયોગીજનો જે કર્મ કરે છે તે, તેના ફળને પ્રાપ્ત કરવાના આશયથી કરે છે. તે વખતે તેમને ફળના ત્યાગની ભાવના હોતી નથી. તેથી તે શુક્લ વગેરે ત્રણ કર્મથી તેના વિપાકને અનુકૂળ જ વાસનાઓની અભિવ્યક્તિ થાય છે. આ વાત “તતસ્તવિપાશાનુપુણાના મેવામચેંવિનાના” (૪-૮) આ સૂત્રથી જણાવેલી છે. શુક્લાદિ કર્મજન્ય જે જાત્યાદિ ફળ પ્રાપ્ત થાય છે, તે તે ફળને અનુગુણ(ઉન્મુખ) એવી વાસનાઓનો (સંસ્કારોનો) તે તે કાળે આવિર્ભાવ થઈ જાય છે, જેથી
అలలలలలలలందల
Page #12
--------------------------------------------------------------------------
________________
પૂર્વજન્માદિની અપેક્ષાએ તદ્દન વિલક્ષણ જન્માદિ પ્રાપ્ત થયા પછી તે તે વિપાકોના અનુભવની અનુપપત્તિ થતી નથી.
આ કર્મજન્ય વાસનાઓ પણ બે પ્રકારની છે. એક માત્ર સ્મૃતિના ફળવાળી(સ્મૃતિજનક) છે અને બીજી જાતિ, આયુષ્ય અને ભોગના ફળને આપનારી છે. આમાંની પહેલા પ્રકારની વાસના એવી છે કે; જે કર્મથી જેવા શરીરનો આરંભ થયો હોય તેની વચ્ચે દેવ, મનુષ્ય, તિર્યંચાદિના સેકંડો જન્મનું વ્યવધાન થવા છતાં ફરી પાછો તેવા જ શરીરનો આરંભ થાય ત્યારે તેને અનુરૂપ જ સ્મૃતિને ઉત્પન્ન કરે છે. અને તે વખતે બીજી બધી સ્મૃતિઓને અંતર્હિત કરે છે. દેવાદિભવમાં નારકાદિ શરીરના ઉપભોગની સ્મૃતિ જેમ લુપ્ત થાય છે તેમ અહીં પણ એ પ્રમાણે અન્યસ્મૃતિઓ લુપ્તપ્રાય થતી હોય છે. ‘‘અત્યંત વ્યવહિત(સેંકડો જન્મના વ્યવધાનથી યુક્ત) એવા સંસ્કારથી સ્મૃતિ થઈ શકશે નહીં. કારણ કે અત્યંત વ્યવહિત સંસ્કારને સ્મૃતિ પ્રત્યે કારણ માનતા નથી...’’-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે લાંબા કાળે અનુભવેલું હોવા છતાં ચિત્ત જો વિચલિત ન હોય તો એવા ચિત્તમાં સંસ્કારરૂપે પડેલી તે અનુભૂત વસ્તુનો ઉદ્બોધકવિશેષના સહકારથી સ્મૃતિસ્વરૂપ પરિણામ થવામાં કોઈ વ્યવધાન નથી. ત્યાં તે વખતે પણ સંસ્કાર પડેલા છે જ. આ વસ્તુને જણાવતાં ‘‘જ્ઞાતિવેશાવ્યવત્તિतानामप्यानन्तर्यं स्मृति-संस्कारयोरेकरूपत्वात्" (४-९) । આ સૂત્રમાં કહ્યું છે કે, જાતિ, દેશ, કાળથી વ્યવહિત હોવા છતાં વાસનાઓનું આનન્તર્ય છે. કારણ કે સ્મૃતિ અને
ત
Page #13
--------------------------------------------------------------------------
________________
સંસ્કારની એકરૂપતા(માનવિષયકતા) છે. આશય એ છે કે જુદા જુદા જન્મમાં, સ્થળમાં કે કાળમાં અનુભવેલું હોવા છતાં કાલાંતરે, દેશાંતરે કે જાયંતરે તેની સ્મૃતિ થતી હોય છે. તેથી સંસ્કાર અને સ્મૃતિને કોઈ વ્યવધાન નથી; આનન્તર્ય(અંતરરહિતપણું) છે. ઉબોધકવિશેષના સહકારથી સ્મૃતિ થતી હોય છે. આ બધી વાસનાઓનું બીજ મોહ છે. ક્યારે ય સુખનાં સાધનોનો વિયોગ ના થાઓ’ આવા પ્રકારના અધ્યવસાયથી જે સંકલ્પ(કર્તવ્ય કે અકર્તવ્યવિષયક પ્રવૃત્તિ-નિવૃત્તિનો અધ્યવસાય) થાય છે, તે મોહ છે. મોહ અનાદિનો હોવાથી વાસનાઓ પણ અનાદિની(આદિરહિત) છે. આ વાત “તાલીમનર્વિ વાડડશિષી નિત્યસ્વા” (૪-૨૦) આ યોગસૂત્રથી સ્પષ્ટ કરી છે. ઉપર જણાવ્યા મુજબ સુખના સાધનનો વિયોગ ન થાય... ઈત્યાદિ સ્વરૂપ ઈષ્ટપ્રાર્થનાને આશિષ કહેવાય છે. આશીર્વાદ નિત્ય હોવાથી વાસનાઓ અનાદિની છે.
બીજી પણ કર્મવાસના ચિત્તસ્વરૂપ આશ્રયમાં જ અનાદિકાળથી સંચિત છે. જેમ જેમ તેણીનો પરિપાક થાય તેમ તેમ ગૌણમુખ્યભાવે રહેલી એવી તે; જાતિ, આયુષ્ય અને ભોગ સ્વરૂપ કાર્યનો આરંભ કરે છે. [સત્તામાં રહેલાં કર્મો જેમ જેમ વિપાકોનુખ બને તેમ તેમ કોઈ વાર ગૌણ અને કોઈ વાર મુખ્યભાવે(પ્રદેશથી અને રસથી) કાર્યરત થાય છે. આ વસ્તુનો વિચાર કરવાથી ઉપર જણાવેલી વાતને સમજતાં વાર નહીં લાગે. આથી સ્પષ્ટ છે કે આ કર્ભાશયના ફળસ્વરૂપ જાતિ... વગેરે વિપાક છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
યદ્યપિ સાંખ્યોની માન્યતા મુજબ દરેક આત્મા (પુરુષ) શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, સ્ફટિકની જેમ સદાને માટે નિર્મળ હોવાથી કોઈ પણ આત્માને લેશાદિનો પરામર્શ(સંબંધ) નથી. પરંતુ ચિત્તમાં રહેલા તે તે ક્લેશાદિનો પુરુષમાં ઉપચાર કરાય છે. અર્થા યોદ્ધાઓનો જય કે પરાજય થયો હોય તો તે જેમ તેના સ્વામીનો જણાવાય છે, તેમ અહીં પણ ચિત્તમાં રહેલા ફ્લેશાદિ પુરુષના જણાવાય છે. આવો ઉપચાર ત્રણે કાળમાં મહેશમાં ન હોવાથી તેઓ કલેશાદિથી અપરામૂટ છે અને તેથી જ બીજા જીવોની અપેક્ષાએ તેઓ વિલક્ષણ છે. I૧૬-૧
SAXAGASABB અન્યપુરુષોની અપેક્ષાએ મહેશમાં જે વિશેષ છે, તે જણાવાય છેज्ञानमप्रतिघं यस्य, वैराग्यं च जगत्पतेः । ऐश्वर्यं चैव धर्मश्च, सहसिद्धं चतुष्टयम् ॥१६-२॥
જે જગતના સ્વામીનું અસ્મલિત જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ આ ચાર સહજ-સ્વભાવસિદ્ધ છે; તે પુરુષવિશેષ ઈશ્વર છે.”-આ પ્રમાણે બીજા શ્લોક્નો અર્થ છે. આશય એ છે કે જ્ઞાનાદિગુણો અજ્ઞાનાદિ-પ્રતિપક્ષથી રહિત સ્વભાવથી જ પરમાત્મામાં(ઈશ્વરમાં) છે. કારણ કે શુદ્ધસત્વનો સંબંધ અનાદિકાળથી છે. જેમ બીજા સંસારી પુરુષોને સુખ, દુઃખ અને મોહ રૂપે પરિણામ પામેલું ચિત્ત નિર્મળ, સાત્ત્વિક એવા ચેતન પુરુષમાં સંક્રાંત; ચિછાયામાં
New
Page #15
--------------------------------------------------------------------------
________________
સંક્રાંત થયેલા અંતઃકરણથી સંવેદ્ય બને છે. આશય એ છે કે સુખ-દુઃખાદિથી પરિણામ પામેલું ચિત્ત પુરુષમાં પ્રતિસંક્રાંત બને છે અને તેનું-પુરુષમાં પ્રતિબિંબિતનું-પ્રતિબિંબ પાછું નિર્મળ બુદ્ધિમાં પડે છે. તેમાં ચિચ્છાયાવિશિષ્ટ ચિત્ત પ્રતિબિંબિત છે. તેને પુરુષ સંવેદ્ય બનાવે છે. પરંતુ પરમાત્માને આવું બનતું નથી. તેમને તો સદાને માટે સાત્વિક પરિણામ જ હોય છે. તે એ સ્વરૂપે જ ભોગ્ય તરીકે વ્યવસ્થિત છે. પ્રતિબિંબાત્મક ભોગ તેમને નથી.
યદ્યપિ આવી અવસ્થા તો મુક્તાત્માને પણ હોય છે. તેથી આનાથી સ્વતંત્ર પરમાત્માને માનવાની આવશ્યકતા નથી. પરંતુ આ સંસારમાં પ્રકૃતિ-પુરુષનો સંયોગ તેમ જ તેના વિયોગથી મોક્ષની પ્રાપ્તિ વગેરે ઈશ્વરની ઈચ્છા વિના અનુપપન્ન છે તેથી અનાદિજ્ઞાનાદિમાન પરમાત્માને માન્યા વિના ચાલે એવું નથી... ઈત્યાદિ વિ. ૨... ઈત્યાદિ ગ્રંથનો આશય છે. ૧૬-રા
SALADEURGA પરમાત્માના અનાદિ જ્ઞાન, વૈરાગ્ય વગેરેમાં યુક્તિ જણાવાય છે
सात्त्विकः परिणामोऽत्र, काष्ठाप्राप्ततयेष्यते । नाक्षप्रणालिकाप्राप्त, इति सर्वज्ञतास्थितिः ॥१६-३॥
ઈશ્વરમાં સાત્વિક પરિણામ અત્યંત ઉત્કૃષ્ટ સ્વરૂપે મનાય છે. ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત સ્વરૂપે મનાતો નથી. તેથી સર્વજ્ઞતાની સિદ્ધિ થાય છે.” આ પ્રમાણે ત્રીજા શ્લોક્નો
થS
S
S
S
S
S
S
S
S
Page #16
--------------------------------------------------------------------------
________________
અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે પરમાત્મા-ઈશ્વરમાં શુદ્ધ સાત્ત્વિક ભાવ છે. રજોગુણ કે તમોગુણના લેશથી પણ અનુવિદ્ધ નથી. અત્યંત ઉત્કૃષ્ટ સ્વરૂપે તે ત્યાં છે. અર્થાર્ એના કરતાં બીજે ક્યાંય પણ ઉત્કૃષ્ટ ન હોવાથી પરમાત્મામાં તે સર્વોત્કૃષ્ટ છે. કારણ કે તરતમતાવાળા અતિશયથી મુક્ત ધર્મો પરાકાષ્ઠાને પામેલા દેખાય છે. પરમાણુમાં અલ્પત્વ અને આકાશમાં જેમ પરમમહત્ત્વ પરાકાષ્ઠા(સર્વોત્કર્ષ)ને પામેલું છે. અર્થાત્ પરમાણુમાં જે અલ્પત્વ છે એથી વધારે અલ્પતા બીજે ક્યાંય નથી અને આકાશમાં જે પરમમહત્ત્વ છે, તેના કરતાં સહેજ પણ વધારે પરમમહત્ત્વ બીજે ક્યાંય નથી. તેમ ચિત્તના જ્ઞાનાદિ ધર્મો પણ તરતમતાએ દેખાય છે. તેથી તે કોઈ સ્થાને નિરતિશય(સર્વાતિશય) છે-એ સિદ્ધ થાય છે. પરમાત્મામાં રહેલા જ્ઞાનાદિ ધર્મો ઈન્દ્રિયો દ્વારા ઉપનીત નથી. અન્યપુરુષોને; પ્રકૃતિ સાથેના ભેદનું જ્ઞાન ન હોવાથી ઈન્દ્રિયો સ્વરૂપની દ્વારા વિષયાકાર પરિણત થયેલી બુદ્ધિના પ્રતિબિંબ સ્વરૂપ જ્ઞાન ઈન્દ્રિયો દ્વારા ઉપનીત છે, જે તાત્ત્વિક નથી.
આથી સમજી શકાશે કે પરમાત્મા-ઈશ્વરનું ચિત્ત સર્વવિષયવાળું હોવાથી પરમાત્મામાં સર્વજ્ઞતાની સિદ્ધિ થાય છે. ઈન્દ્રિયો દ્વારા ઉપનીત, સર્વવિષયક હોતું નથી. કારણ કે ઈન્દ્રિયો પોતપોતાની મર્યાદામાં મર્યાદિત જ વિષયોનું ગ્રહણ કરીને બુદ્ધિને સમર્પિત કરે છે. તેથી ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થનારું જ્ઞાન સર્વવિષયક હોતું નથી. આ જ વાત
૧૧
Page #17
--------------------------------------------------------------------------
________________
‘‘તંત્ર નિતિશય સર્વજ્ઞવીનમ્' (?-૨) । આ પાતંજલ યોગ-સૂત્રથી જણાવી છે. એનો આશય સ્પષ્ટ છે કે ઈશ્વરમાં સર્વજ્ઞતાનું કારણભૂત કાષ્ઠાપ્રાપ્ત જ્ઞાન છે. સત્ત્વગુણની તરતમતાને લઈને કોઈ પુરુષ વર્તમાનકાળના જ પદાર્થોને જાણે છે અને કોઈ ભૂતકાલાદિના પણ જાણે છે. તેમ જ કોઈ પુરુષ સ્થૂલ પદાર્થોને જ જાણે છે અને કોઈ સૂક્ષ્મને પણ જાણે છે. આ રીતે સર્વત્ર તરતમતાવાળું જ્ઞાન હોય છે. તે કોઈ સ્થાને પરાકાષ્ઠાને પામેલું હોવું જોઈએ : એ નિયમથી પરમાત્મામાં સર્વજ્ઞતાનું કારણભૂત નિરતિશય (સર્વોત્કૃષ્ટ) જ્ઞાન સિદ્ધ થાય છે. આવી જ રીતે વૈરાગ્ય, ધર્મ અને ઐશ્વર્ય વગેરે પણ પરમાત્મામાં પરાકાષ્ઠાને પામેલા છે. મુક્તાત્માઓમાં આવી અવસ્થા નથી. અનાદિથી તેઓ બદ્ધ હતા, કાલાંતરે તેઓ મુક્ત થયા છે અને ભવિષ્યમાં પાછા પરમાત્માની ઈચ્છાથી તેઓ સંસારમાં આવશે. તેથી મુક્તાત્માઓથી અતિરિક્ત પરમાત્મા છે, જેમના અનુગ્રહથી જીવોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. II૧૬-૩ના
888888
આ રીતે પરમાત્માને મુક્તાત્માઓથી અતિરિક્ત સિદ્ધ કરીને બ્રહ્માદિ દેવોથી પણ તેઓ અતિરિક્ત છે; તેમાં યુક્તિ જણાવાય છે
ऋषीणां कपिलादीनामप्ययं परमो गुरुः । तदिच्छया जगत्सर्वं यथाकर्म विवर्त्तते ॥ १६-४॥
,
‘કપિલાદિ ઋષિઓના પણ ઉત્કૃષ્ટ ગુરુ ઈશ્વર છે.
૧૨
Page #18
--------------------------------------------------------------------------
________________
તેમની ઈચ્છાથી સમગ્ર જગત કર્મ પ્રમાણે ફળને અનુભવે છે.” આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પાતંજલદર્શનમાં સર્વોત્કૃષ્ટ ગુણોના સ્વામી અનાદિશુદ્ધ ઈશ્વરનું નિરૂપણ કરાય છે. એ ઈશ્વરને બ્રહ્માદિસ્વરૂપ માની લેવાય તો તે તે સૃષ્ટિકાળની અપેક્ષાએ તે આદિમાન થઈ જાય, અનાદિ ન રહે. તેથી તેમને બ્રહ્માદિથી અતિરિક્ત માની લેવાય છે.
તેમની અનાદિતાને આ શ્લોકમાં જણાવી છે. તે તે દર્શનના પ્રણેતા એવા કપિલાદિ ઋષિઓના પણ ઈશ્વર પરમગુરુ હોવાથી તેઓ અનાદિ છે. “પs પૂર્વવામાં ગુરુ નાનવછતા” (૧-ર૬) આ સૂત્રથી જણાવ્યું છે કે ઈશ્વર કાળથી પરિમિત ન હોવાથી કપિલાદિ ઋષિઓના પણ પરમગુરુ છે. જેમ બ્રહ્માદિ દેવો સૃષ્ટિકલાદિમાં હોય છે અને નથી હોતા તેથી તે કાલાવચ્છિન્ન છે તેમ ઈશ્વર કાલાવચ્છિન્ન નથી, તેમનું અસ્તિત્વ સદાને માટે છે. જેમનું અસ્તિત્વ કાલવિશેષમાં જ હોય છે તેમને કાલાવચ્છિન્ન (કાલપરિમિત) કહેવાય છે.
કાળને લઈને જેમની ગણના થતી નથી એવા ઈશ્વરની ઈચ્છાથી સમગ્ર જગત પોતપોતાના કર્મના અનુસાર શ્રેષ્ઠ કે કનિષ્ઠ ફળને પ્રાપ્ત કરે છે. પોતાના કર્મથી વધારે પણ નહીં અને ઓછું પણ નહીં એવું કર્મના અતિક્રમણથી રહિત શુભ કે અશુભ ફળ; તે તે જીવોને ઈશ્વરની ઈચ્છાથી પ્રાપ્ત છે. “આ રીતે પરમાત્માની ઈચ્છાથી પણ સ્વકર્માનુસારે જ ઉચ્ચ કે નીચ ફળને ભોગવવાનું હોય તો તે તે ફળની
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિમાં સ્વકર્મને જ કારણ માનવું જોઈએ, ઈશ્વરની ઈચ્છાને કારણ માનવાની આવશ્યકતા નથી. તે તો અન્યથાસિદ્ધ છે.”.. આ પ્રમાણે નહીં કહેવું જોઈએ, કારણ કે એક કારક(કારણ)ને લઈને બીજા કારકનો ઉપક્ષય થતો નથી. અર્થાત્ એક કારક હોય તેથી બીજા કારક નથી-એમ કહેવાનું ઉચિત નથી... ઈત્યાદિ પાતંજલદર્શનના અનુયાયીઓ જણાવે છે. ।।૧૬-૪][
છેલ્લા ચાર શ્લોકથી જણાવેલી પાતંજલદર્શનના અનુયાયીઓની વાતોની અયુક્તતા જણાવાય છેनैतद् युक्तमनुग्राह्ये, तत्स्वभावत्वमन्तरा । नाणुः कदाचिदात्मा स्याद्देवतानुग्रहादपि ।। १६-५॥
“ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે : આ પ્રમાણેનું ક્થન યુક્ત નથી. જીવમાં(પુરુષમાં) અનુગ્રાહ્યસ્વભાવત્વ માનવામાં ન આવે તો તે ક્થન યુક્ત નથી. કારણ કે માત્ર દેવતાના અનુગ્રહથી અણુ આત્મા નહીં બને.’-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે પરમાત્માના અનુગ્રહમાત્રથી યોગની સિદ્ધિ થઈ શકશે નહીં. કારણ કે પુરુષમાં અનુગ્રહ ઝીલવાની યોગ્યતા(અનુગ્રાહ્યસ્વભાવત્વ) ન હોય તો ઈશ્વર દ્વારા ગમે તેટલો અનુગ્રહ કરવામાં આવે તોપણ જીવને યોગની પ્રાપ્તિ નહીં જ થાય. જેમ અણુ-પરમાણુમાંજ (જડમાં) આત્મા(ચેતન) થવાની યોગ્યતા ન હોવાથી ‘અણુ
૧૪
Page #20
--------------------------------------------------------------------------
________________
આત્મા થાય’ આવી ઈચ્છા સ્વરૂપ અનુગ્રહમાત્રથી અણુ કાંઈ આત્મા બની નથી જતો. તેમ પુરુષનો અનુગ્રાહ્યસ્વભાવ ન હોય તો પરમાત્મા ઈશ્વર કોઈ પણ રીતે અનુગ્રહ નહીં કરી શકે. પરમાત્માના અનુગ્રહથી જ અણુ વગેરેમાં તે તે સ્વભાવ પણ ઉત્પન્ન થશે.” આ પ્રમાણે નહિ કહી શકાય. કારણ કે સ્વભાવમાં પરાવર્તન શક્ય નથી.
૧૬-પાા 8888888888 પાતંજલદર્શનના અનુયાયીઓના થનમાં દૂષણ જણાવાય છેउभयोस्तत्स्वभावत्वभेदे च परिणामिता । अत्युत्कर्षश्च धर्माणामन्यत्रातिप्रसञ्जकः ॥१६-६॥
“ઈશ્વર અને આત્મા બંન્નેનો તેવો સ્વભાવ માનવામાં આવે તો ઈશ્વરાદિને પરિણામી માનવાનો પ્રસવું આવશે. જ્ઞાનાદિ ધર્મોનો ઉત્કર્ષ માનવામાં આવે તો બીજે પણ ઉત્કર્ષ માનવાનો પ્રસ આવશે.” આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માત્ર પરમાત્માનો અનુગ્રાહક સ્વભાવ માનવાથી જીવને યોગની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી જીવમાં અનુગ્રાહ્ય સ્વભાવ માનવો જોઈએ. આ રીતે પરમાત્મા અને જીવ : એ બન્નેનો અનુગ્રાહ્યાનુગ્રાહક સ્વભાવ માની લેવાય છે. દરેક આત્માને એક જ કાળમાં અને એક જ પ્રકારની યોગસિદ્ધિ સ્વરૂપ ફળ પ્રાપ્ત થતું નથી. તેથી વ્યક્તિ, કાળ અને ફળની
eew
Page #21
--------------------------------------------------------------------------
________________
ભિન્નતાએ તે અનુગ્રાહ્યાનુગ્રાહક સ્વભાવમાં પણ ભેદ માન્યા વિના ચાલે એવું નથી. અને તેથી એ રીતે સ્વભાવભેદ માનવાથી ઈશ્વરાદિને પરિણામી માનવાનો પ્રસંગ આવશે. કારણ કે સ્વભાવની ભિન્નતા જ પરિણામની ભિન્નતા સ્વરૂપ છે. આથી સમજી શકાશે કે ઈશ્વરાદિને પરિણામી માનવાથી પાતંજલોને સ્વસિદ્ધાંતની હાનિનો પ્રસંગ આવે છે. આવું તો કોઈ પણ ન કરે કે જેથી અપસિદ્ધાંતનો સ્વીકાર કરવો
પડે.
આ પૂર્વે જ્ઞાનાદિ ધર્મોના ઉત્કર્ષથી ઈશ્વરની સિદ્ધિ કરી છે તે પણ યોગ્ય નથી. કારણ કે જ્ઞાનાદિમાં જે રીતે ઉત્કર્ષને સિદ્ધ કરાય છે તે રીતે તે ઉત્કર્ષ તો અજ્ઞાનાદિમાં પણ સિદ્ધ થઈ શકે છે. કારણ કે તરતમતાવાળા ધર્મો કોઈ સ્થાને પરાકાષ્ઠા(ઉત્કર્ષ)ને પ્રાપ્ત કરે છે; એમ માનીએ તો તરતમતાવાળું અજ્ઞાન પણ કોઈ સ્થાને પરાકાષ્ઠાને પ્રાપ્ત કરનારું બને. પરંતુ એવું મનાતું નથી. અત્યુત્કૃષ્ટ જ્ઞાનાદિના આશ્રય તરીકે ઈશ્વરની સિદ્ધિ થાય તો અત્યુત્કૃષ્ટ(ગાઢ) અજ્ઞાનાદિના આશ્રય તરીકે ઈશ્વરથી તદ્દન વિરુદ્ધ(તેના પ્રતિપક્ષ) વ્યક્તિની પણ સિદ્ધિ માનવાનો પ્રસ આવશે. આથી સ્પષ્ટ છે કે “જ્ઞાનવૈમુર્યાપનશ્રયવૃત્તિ, ૩પર્ધાશ્રયવૃત્તિત્વ, મહત્વવ” આ અનુમાનમાં “નિર્વિ न तथा(उत्कर्षापकर्षानाश्रयवृत्ति) चित्तधर्ममात्रवृत्तित्वाद्, અજ્ઞાનવ” આ પ્રમાણે સત્પતિપક્ષદોષ છે.
પાતંજલીએ આ પૂર્વે(સ્લો.નં. રમાં જણાવ્યા મુજબ) જણાવ્યું હતું કે પ્રકૃતિ-પુરુષના સંયોગ અને
Page #22
--------------------------------------------------------------------------
________________
ન
વિયોગની ઉપપત્તિ ઈશ્વરની ઈચ્છા વિના શક્ય નથી.. આ વાત પણ બરાબર નથી. કારણ કે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ અને વિયોગ તાત્ત્વિક(વાસ્તવિક) હોય તો આત્માને અપરિણામી માની શકાશે નહિ. સંયોગ અને વિયોગ; બંન્નેમાં(પ્રકૃતિ અને પુરુષમાં) વૃત્તિ હોવાથી સંયોગ અને વિયોગ સ્વરૂપ જન્યધર્મનો આશ્રય જ આત્મા થશે. અર્થાદ્ જન્મધર્માનાશ્રયત્વ આત્મામાં(પુરુષમાં) નહીં રહે અને તેથી જન્મધર્મના અનાશ્રય તરીકે આત્મામાં અપરિણામિત્વ સસ્કૃત નહીં થાય. જો પ્રકૃતિ અને પુરુષનો સંયોગ અને વિયોગ તાત્ત્વિક ન હોય તો ઈશ્વરેચ્છા કોનું કારણ બનશે ? અર્થાત્ તે કોઈનું પણ કારણ નહીં બને. તેમ જ ઈશ્વર કૃતકૃત્ય હોવાથી તેમને ક્યું પ્રયોજન છે કે જેથી તેઓ જગતનું નિર્માણ કરે. ‘તેઓ પરમકરુણાસંપન્ન હોવાથી પ્રાણીઓ ઉપર અનુગ્રહ કરવાનું જ તેમને પ્રયોજન છે. તેથી તેઓ જગતનું નિર્માણ કરે છે.’-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે એવી કરુણાથી જ તેઓ જગતનું નિર્માણ કરે તો બધા પ્રાણીઓનું ઈષ્ટ જ કરે, શા માટે કેટલાંકને સુખી કરે અને કેટલાંકને દુ:ખી કરે ? ઈત્યાદિ શાસ્ત્રવાર્તાસમુચ્ચયના વિવરણમાં ગ્રંથકારશ્રીએ વિસ્તારથી જણાવ્યું છે... આથી સમજી શકાશે કે પરમાળિાત્ ભૂતાનુગ્રહ વાસ્ય પ્રયોજ્ઞનમ્ આ ભોજનું વચન યોગ્ય નથી. ।।૧૬-૬॥
BACTERIZER
ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે-આ
૧૭
Page #23
--------------------------------------------------------------------------
________________
પાતંજલોના મતને કથંચિદ્ર માનીને જણાવાય છે. અર્થાત્ એ મત અપેક્ષાએ યોગ્ય છે : તે જણાવાય છે
आर्थं व्यापारमाश्रित्य, तदाज्ञापालनात्मकम् । युज्यते परमीशस्यानुग्रहस्तन्त्रनीतितः ॥१६-७॥
“પરમાત્માથી સામર્થ્યના કારણે પ્રાપ્ત થયેલ તેઓશ્રીની આજ્ઞાપાલન સ્વરૂપ વ્યાપારને આશ્રયીને પરમેશ્વરનો અનુગ્રહ આગમને અનુસારે સત છે.”-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પરમાત્માનો અનુગ્રહ પ્રાપ્ત થવાથી યોગની સિદ્ધિ થાય છે, એ વાત સાચી છે. પરંતુ એ અનુગ્રહ પરમાત્માની પરમતારક આજ્ઞાના પાલનને લઈને છે. પરમાત્માનાં પરમતારક વચનોનાં પુણ્યશ્રવણાદિથી આત્માને સામર્થ્યવિશેષ પ્રાપ્ત થાય છે. એ સામર્થ્યથી શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા સ્વરૂપ વ્યાપાર(પ્રવૃત્તિ વગેરે) થાય છે, જેથી યોગની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આ રીતે યોગની સિદ્ધિના મૂળમાં પરમાત્માનું આલંબન છે. તે સ્વરૂપ જ પરમાત્માનો અનુગ્રહ છે. પરંતુ આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ તોય પરમાત્મા આપણને પરાણે યોગ પ્રાપ્ત કરાવે : એવો પરમાત્માનો અનુગ્રહ નથી. સામર્થ્યપ્રાસ આજ્ઞાપાલનસ્વરૂપ વ્યાપારને આશ્રયીને પરમેશ્વરનો અનુગ્રહ અમારા સિદ્ધાંતથી સત છે. યોગબિંદુમાં શ્લોક નં. ૨૯૭માં એ પ્રમાણે જણાવ્યું છે કે આર્થ્ય(સામર્થ્યથી પ્રામ) વ્યાપારને આશ્રયીને પરમાત્માનો અનુગ્રહ
છે
કે,
જીજી: ૭
Page #24
--------------------------------------------------------------------------
________________
માનવામાં કોઈ દોષ પણ નથી. યુક્તિથી સખત વાતનો સ્વીકાર કરવાથી ગુણની જ પ્રાપ્તિ થાય છે. ૧૬-ળા
GAGAVECRUE ઉપર જણાવ્યા મુજબ પરમાત્માનો અનુગ્રહ કથંચિદ્દ યુક્ત હોવાથી પતંજલિએ જણાવેલી બીજી વાત પણ યુક્ત છે, તે જણાવાય છે
एवं च प्रणवेनैतज्जपात् प्रत्यूहसंक्षयः । प्रत्यक्चैतन्यलाभश्चेत्युक्तं युक्तं पतञ्जलेः ॥१६-८॥
આ રીતે શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાના પાલન સ્વરૂપ આર્થ વ્યાપારને આશ્રયીને ઈશ્વરનો અનુગ્રહ સ્વીકારાય તો “ઓકારથી ઈશ્વરનો જાપ કરવાના કારણે વિશ્નોનો નાશ થાય છે અને પ્રત્યક્ષ ચૈતન્યનો લાભ થાય છે-'આ પ્રમાણે જે પતગ્રલિએ જણાવ્યું છે તે યુક્ત છે.'-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પરમાત્માનો અનુગ્રહ આદરણીય બને તો ઓકારપૂર્વક તે તે મન્નાદિ દ્વારા પરમાત્માનો જાપ કરવાથી પ્રવૂહ-વિઘ્નોનો નાશ થાય છે. તેમ જ અત્યાર સુધી જે જ્ઞાન વિષયને અનુકૂળ બની વિષય તરફ જતું હતું તેના બદલે વિષયને પ્રતિકૂળ બની અંતરાત્માની તરફ જવા માંડે છે એવા પ્રત્યક ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે : આ પતલિનું કથન યુક્ત બને છે. પરંતુ પરમાત્માના કર્તુત્વ સ્વરૂપ જ તેમના અનુગ્રહમાં આદર હોય તો એ અનુગ્રહ
సాలలలలలలలలల
Page #25
--------------------------------------------------------------------------
________________
જ વાસ્તવિક ન હોવાથી તેનાથી પ્રભૂહનો સંક્ષય થાય છે અને પ્રત્યક ચૈતન્ય પ્રાપ્ત થાય છે : એ થનમાં કોઈ જ તથ્ય નથી. ____तस्य वाचकः प्रणवः (१-२७) । तजपस्तदर्थभावनम् (૨-૨૮) તત પ્રત્યેતનાયિકમોડાયિામાવશ (૧-૨) આ પ્રમાણે પાતગ્રલયોગસૂત્રોમાં પતગ્રલિએ ઉપર જણાવ્યા મુજબ જણાવ્યું છે. વિશિષ્ટગુણસંપન્ન પુરુષ(ઈશ્વર)ના પ્રણિધાન(મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વકના ધ્યાન)થી મહાફળની પ્રાપ્તિ થતી હોવાથી–પરમાત્માનો વાચક પ્રણવ(ઓકાર) છે. તેના અર્થનું પરિભાવને તેમનો જપ છે. તે જપથી પ્રત્યચેતના(જ્ઞાન)ની પ્રાપ્તિ થાય છે અને અંતરાયોનો(વિઘ્નોનો) અભાવ થાય છે... આ પ્રમાણે જે પતંજલિએ કહ્યું છે તે યુક્ત છે. ૧૬-૮
BAXARELAGE પરમાત્માના જાપથી જેનો સંક્ષય થાય છે-તે પ્રચૂહનું નિરૂપણ કરાય છે
प्रत्यूहा व्याधयः स्थानं, प्रमादालस्यसम्भ्रमाः । सन्देहाविरती भूम्यलाभश्चाप्यनवस्थितिः ॥१६-९॥
વ્યાધિ, સ્થાન(સ્વાન), પ્રમાદ, આલસ્ય, સખ્રમ, સદેહ, અવિરતિ, ભૂમ્યલાભ અને અનવસ્થિતિ : આ પ્રવૂહ-વિઘ્નો છે.” આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. પાલયોગસૂત્રમાં અંતરાયસ્વરૂપે વર્ણવેલા એ પ્રતૂહોનું સ્વરૂપ હવે પછી વર્ણવાશે. “ચાથિસ્યાનસંશયપ્રમાતા
అలల లల లలలలలో
అందలంద్యాల
Page #26
--------------------------------------------------------------------------
________________
विरतिभ्रान्तिदर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपाતેડારીયા:” (-૩૦) ! આ સૂત્રથી વ્યાધિ, સ્થાન, સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધભૂમિકત્વ અને અનવસ્થિતત્વ : આ નવને અંતરાય તરીકે વર્ણવ્યા છે. યોગની સાધનામાં ચિત્તવિક્ષેપને તે કરતા હોવાથી અંતરાય-પ્રવ્હ(વિન)સ્વરૂપ છે. | મુદ્રિત પાતઋલયોગસૂત્રમાં વ્યાધિસ્થાન આવો પાઠ છે. ત્યારના બદલે અહીં સ્થાન આવો પાઠ છપાયો છે. ટીકામાં તેમ જ આગળના શ્લોકમાં તે તે સ્થાને તે તે સ્વરૂપે જ તેનું વર્ણન કર્યું છે. અર્થની અપેક્ષાએ બંન્નેનો અર્થ સમાન રીતે વર્ણવ્યો છે. તેથી યથાવત્ પાઠ રાખ્યો છે. ૧૬ –ા
BURBEERBA વ્યાધિ વગેરે નવ પ્રયૂહોનું સ્વરૂપ વર્ણવાય છેधातुवैषम्यजो व्याधिः, स्थानं चाकर्मनिष्ठता । प्रमादोऽयत्न आलस्यमौदासीन्यं च हेतुषु ॥१६-१०॥
ધાતુની વિષમતાના કારણે ઉત્પન્ન થતા રોગો વ્યાધિ છે. કોઈ પણ જાતના કર્મ-અનુષ્ઠાનમાં ન પ્રવર્તવા સ્વરૂપ સ્થાન(સ્વાન) છે. અયસ્વરૂપ પ્રમાદ છે. સમાધિનાં સાધનોમાં ઔદાસીન્ય આલસ્ય છે.”-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે વાત, પિત્ત અને કફની વિષમતાના કારણે વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. તેમ જ રસની વિષમતાના કારણે અને ઈન્દ્રિયોના મંદ સામર્થ્યના કારણે પણ રોગો ઉત્પન્ન થાય છે. આ રીતે ધાતુ, રસ અને
Page #27
--------------------------------------------------------------------------
________________
કરણની વિષમતાદિના કારણે વ્યાધિ ઉત્પન્ન થાય છે. જ્વર, અતિસાર... વગેરે સ્વરૂપ વ્યાધિઓ પ્રસિદ્ધ છે.
અકર્મનિષ્ઠતાને સ્થાન(સ્યાન)સ્વરૂપ પ્રવ્યૂહ કહેવાય છે. કોઈ પણ જાતના યોગના અનુષ્ઠાનનો પ્રારંભ જ ન કરવા સ્વરૂપ સ્થાન છે. પ્રયત્નના અભાવને પ્રમાદ કહેવાય છે. યોગના અનુષ્ઠાનનો આરંભ કર્યા પછી પણ તેને પૂર્ણ કરવા માટે જે પ્રયત્ન હોવો જોઈએ તેવો પ્રયત્ન પ્રમાદના કારણે થતો નથી. અર્થાત્ પ્રયત્નના અભાવ સ્વરૂપ અહીં પ્રમાદ છે. કામની શરૂઆત કર્યા પછી પણ તેમાં ઉત્સાહનો અભાવ હોય છે, ત્યારે તે પ્રમાદને લઈને બને છે.
સમાધિનાં સાધનોમાં પક્ષપાત ન રાખવો અને માધ્યસ્થ્ય સેવવું તેને ઔદાસીન્ય કહેવાય છે. આલસ્ય અહીં ઔદાસીન્ય સ્વરૂપ છે. શરીર અને મનની ગુરુતાને અન્યત્ર આલસ્ય સ્વરૂપ વર્ણવી છે. આલસ્યના કારણે યોગની પ્રવૃત્તિનો અભાવ થાય છે. તમોગુણની ઉદ્ધિક્ત અવસ્થાના કારણે મનમાં અને કફની ઉદ્ગિક્ત અવસ્થાના કારણે શરીરમાં ગુરુતા(ભારેપણું) આવે છે.।।૧૬-૧૦ના
8.BK8
વ્યાધ્યાદિ ચાર પ્રત્યૂહોનું(અંતરાયોનું) વર્ણન કરીને હવે વિભ્રમ(સમ્બ્રમ) વગેરે અંતરાયોનું વર્ણન કરાય છેविभ्रमो व्यत्ययज्ञानं, सन्देहः स्यान्नवेत्ययम् । અચ્છેો વિષયાવેશાત્, ભલેવિત: જિદ્દ-શા ‘“વ્યત્યયજ્ઞાન સ્વરૂપ વિભ્રમ છે; ‘હોય કે ના હોય’–
૨૨
Page #28
--------------------------------------------------------------------------
________________
આવા આકારવાળો સદેહ છે અને વિષયના આવેશથી જે ખેદનો અભાવ છે; તેને(અખેદ) અવિરતિ કહેવાય છે.”આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે અન્ય લોકો જેને અયથાર્થજ્ઞાન, વિપર્યય
અને ભ્રમ વગેરે કહે છે, તેને અહીં વિશ્વમ-સભ્રમ તરીકે વર્ણવાય છે. તે ભ્રાન્તિદર્શનસ્વરૂપ અંતરાય-પ્રવૂહ છે. રજતમાં જેમ રંગનું જ્ઞાન ભમાત્મક છે, તેમ અહીં યોગ ઈષ્ટસાધન હોવા છતાં તેમાં અનિષ્ટસાધનત્વનો જે નિશ્ચય છે તે ભમાત્મકજ્ઞાનસ્વરૂપ સબ્સમ છે.
સંશયાત્મજ્ઞાનસ્વરૂપ સદેહ પ્રતીત છે. આ સ્થાણુ છે કે પુરુષ છે...ઈત્યાદિ આકારવાળા જ્ઞાનને સદેહ કહેવાય છે. યોગ હોય કે ન હોય... આવું સદેહાત્મક જ્ઞાન પ્રકૃત સ્થળે અંતરાય છે. એવા જ્ઞાનથી યોગની સાધના અટકી પડે છે. તેથી તેને અંતરાય-પ્રવૂહ કહેવાય છે. શ્રવણેક્રિયાદિ બાધેન્દ્રિયોના શબ્દાદિ વિષયોને લઈને જ્યારે ચિત્ત વ્યાક્ષિત બને છે, ત્યારે વિષયનો આવેશ હોય છે. એ વિષયના આવેશથી ચિત્ત વિષયથી થાકતું નથી અને સતત વિષયમાં જ જોડાયેલું રહે છે. આવી ચિત્તની અખેદ અવસ્થાને અવિરતિ કહેવાય છે. આનાથી વૈરાગ્યની પ્રાપ્તિ થતી નથી અને તેના અભાવે યોગની સાધના અટકી પડે છે. ૧૬-૧૧
SBURBURU છેલ્લા બે પ્રભૂતોનું સ્વરૂપ જણાવાય છે
Page #29
--------------------------------------------------------------------------
________________
भूम्यलाभः समाधीनां, भुवोऽप्राप्तिः कथञ्चन । लाभेऽपि तत्र चित्तस्याप्रतिष्ठा त्वनवस्थिति: ॥ १६-१२ ॥
‘“સમાધિની ભૂમિની અપ્રાપ્તિને ભૂખ્યલાભ કહેવાય છે અને કોઈ રીતે સમાધિની ભૂમિનો લાભ થવા છતાં તેમાં ચિત્તની જે અપ્રતિષ્ઠા છે; તેને અનવસ્થિતિ કહેવાય છે.’’આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. તાત્પર્ય એ છે કે ગમે તે કારણે પ્રતિબંધકાદિવશ સમાધિસ્થાનની પ્રાપ્તિ ન થવાથી યોગની સાધનામાં અવરોધ થાય છે. એ અવરોધ ભૂખ્યલાભસ્વરૂપ અંતરાયના કારણે છે. અલબ્ધભૂમિકત્વ અને ભૂખ્યલાભ બંન્ને એક છે. યોગની સાધના માટે ચિત્તની પ્રસન્નતાદિની આવશ્યકતા છે. સમાધિની ભૂમિકા પ્રાપ્ત ન થાય એટલે યોગની સાધનામાં વિક્ષેપ પડે જ. આવા સંયોગોમાં સમાધિની ભૂમિકા માટે પ્રયત્ન કરી લેવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી.
ય
એવા કોઈ પ્રયત્નથી સમાધિની ભૂમિકા(સ્થાન) પ્રામ થઈ જાય તો ય તે સમાધિની ભૂમિકામાં ચિત્તનો નિવેશ ન થાય ત્યારે તે અવસ્થાને અનવસ્થિતિ કહેવાય છે. સમાધિની ભૂમિમાં ચિત્તનો અનિવેશ પણ યોગની સાધનાને અટકાવી દે છે. તેથી તેને અનવસ્થિતિ(અનવસ્થિતત્વ)સ્વરૂપ અંતરાય-પ્રત્યૂહ કહેવાય છે. અન્યત્ર આ પ્રત્યૂહ-અંતરાયોને ચિત્તવિક્ષેપ, યોગમલ, યોગપ્રતિપક્ષ... ઈત્યાદિ સ્વરૂપે વર્ણવ્યા છે, જેનું તાત્પર્ય સ્થંચિત્ સમાન જ છે. અર્થની દૃષ્ટિએ એમાં ખાસ ભેદ નથી. ।।૧૬-૧૨
8888
૨૪
Page #30
--------------------------------------------------------------------------
________________
વ્યાધિ, સ્થાન, પ્રમાદ.. વગેરે નવ પ્રયૂહો જેથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તે જણાવાય છેरजस्तमोमयाद् दोषाद्, विक्षेपाश्चेतसो ह्यमी । सोपक्रमा जपान्नाशं, यान्ति शक्तिहतिं परे ॥१६-१३॥
“રજોગુણ અને તમોગુણમય દોષના કારણે વ્યાધિ વગેરે અંતરાયો-પ્રચૂહો સોપકર્મથી ઉત્પન્ન થયેલા હોય તો ઈશ્વરના જાપથી તે નાશ પામે છે અને તે નિરુપક્રમ હોય તો તે પ્રત્યુહોની શક્તિ નાશ પામે છે.”-આ પ્રમાણે તેરમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યાધિ, સ્થાન અને પ્રમાદ વગેરે પ્રત્યુહો યથાસંભવ રજોગુણ અને તમોગુણની ઉદ્વિક્ત(પ્રમાણ કરતાં અત્યધિક માત્રા) અવસ્થાના કારણે થનારા કર્મજન્ય દોષો છે. પ્રત્યુહજનક કર્મ સોપમ અને નિરુપમ પણ હોય છે. જે કર્મ, બંધાયા પછી તેના વિપાક(ઉદય) વખતે સ્થિતિ કે રસ વગેરે વિષયમાં પરિવર્તન પામવાની યોગ્યતાવાળું છે તેને સોપમ કહેવાય છે અને એવી યોગ્યતાથી રહિત જે કર્મ છે તે નિરુપક્રમ છે. અપવર્તનીય-સોપક્રમર્મથી ઉત્પન્ન થયેલા પ્રચૂહો ઈશ્વરના પ્રણિધાન સ્વરૂપ જપથી નાશ પામે છે. જે કર્મની સ્થિતિ વગેરેમાં પરિવર્તન લાવી શકાય છે એવાં અપવર્તનીય કર્મોનો ક્ષય પરમાત્માના જપથી થવાથી વ્યાધ્યાદિનો પણ નાશ થાય : એ સમજી શકાય છે.
નિરુપક્રમ(અનાવર્તનીય)કર્મથી ઉત્પન્ન થયેલા પ્રયૂહો પરમાત્માના જપથી નાશ નથી પામતા, પરંતુ તેના
Page #31
--------------------------------------------------------------------------
________________
દોષની અનુબંધશક્તિ નાશ પામે છે. તેથી ઉત્તરોત્તર વ્યાધિ વગેરે પ્રચૂહોની પરંપરા ચાલતી નથી. નિરનુબંધ એ અંતરાયો વર્તમાનમાં એવું વિશેષ વિઘ્ન નાખતા નથી કે જેથી યોગની સાધનાનો પ્રતિબંધ થાય. આથી સ્પષ્ટ છે કે પરમાત્માના પ્રણિધાનથી બંન્ને પ્રકારના(સોપકમ અને નિરુપક્રમ કર્મથી ઉત્પન્ન) પણ અંતરાયોનું સામર્થ્ય નષ્ટ થઈ જાય છે. કાં તો વિઘ્ન રહેતું નથી અને વિશ્ન હોય તો તે સામર્થ્યહીન અકિંચિત્કર બની જાય છે. ૧૬-૧૩યા
ઈશ્વરના જાપથી પ્રચૂહોનો સંક્ષય થાય છે તે જણાવીને હવે તેનાથી પ્રાપ્ત થતા પ્રત્યચૈતન્યનું સ્વરૂપ જણાવાય છેप्रत्यक्चैतन्यमप्यस्मादन्तर्योतिःप्रथामयम् । बहिर्व्यापाररोधेन, जायमानं मतं हि नः ॥१६-१४॥
“જપથી બાહ્યવ્યાપારના નિરોધ વડે ચિત્તમાં આંતરિક જ્યોતિના વિસ્તારમય ઉત્પન્ન થતું પ્રત્યક ચૈતન્ય પણ અમને માન્ય છે.”-આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પરમાત્મા-ઈશ્વરના જાપથી બાહ્ય શબ્દ રૂપ, રસ વગેરે અર્થમાં ચિત્તનો વ્યાપાર બંધ થવાથી અંતરમાં જ્ઞાનાદિની વિશુદ્ધિનો વિસ્તાર થાય છે. તન્મય જે ચૈતન્ય છે તેને પ્રત્યક ચૈતન્ય કહેવાય છે.
પરમાત્માના જપથી ચિત્ત બાહ્ય ઈન્દ્રિયોના શબ્દાદિ અર્થને ગ્રહણ કરવાથી વિરામ પામે છે. તેથી શુદ્ધ સાત્વિક
Page #32
--------------------------------------------------------------------------
________________
ભાવોથી જ્ઞાનાદિ વિશુદ્ધ-વિસ્તૃત બને છે. આને જ્યોતિ - પ્રથા કહેવાય છે. તન્મયચિત્ત પ્રત્યચૈતન્યાન્વિત બને છે. આવું ચિત્ત શુદ્ધ નિર્મળ ક્ષયોપશમભાવાદિના જ્ઞાનાદિથી યુક્ત હોવાથી અમને(જૈનોને) પણ એ અભિમત છે. તેથી પરમાત્માના અનુગ્રહની જેમ પ્રત્યચૈતન્ય પણ અમને માન્ય છે. કારણ કે એ રીતે એના લાભથી જ ભક્તિ અને શ્રદ્ધાદિના અતિશય ઉપપન્ન બને છે. પ્રત્યચૈતન્યના અભાવમાં ભક્તિ અને શ્રદ્ધા વગેરેના અતિશયો સંગત નહીં થાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણોના વિસ્તારથી ભક્તિ વગેરેના અતિશયનો આવિર્ભાવ થાય છે.... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૬-૧૪
SALACREAGR પરમાત્માના જપનું અચિન્ય માહાભ્ય જણાવાય
योगातिशयतश्चायं, स्तोत्रकोटिगुणः स्मृतः । योगदृष्ट्या बुधै दृष्टो, ध्यानविश्रामभूमिका ॥१६-१५॥
“યોગના અતિશયથી, ઈશ્વરના જાપને સ્તોત્ર કરતાં કરોડ ગુણ ફળને આપનાર તરીકે પ્રાચીન આચાર્યો જણાવે છે. યોગની દષ્ટિથી પંડિત પુરુષો તેને ધ્યાનની વિશ્રામભૂમિકા સ્વરૂપે વર્ણવે છે..” આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે અંતરાયોનો સંક્ષય થવાથી અને પ્રત્યચૈતન્યનો લાભ થવાથી આત્માના અત્યંતર પરિણામના ઉત્કર્ષ સ્વરૂપ યોગતિશય પ્રામ થાય છે. તે
దాలలలలల లలల
Page #33
--------------------------------------------------------------------------
________________
કારણે પરમાત્માનો જપ; સ્તોત્રપાઠ કરતાં કરોડ ગુણ ફ્ળપ્રદ બને છે. કારણ કે વાગ્યોગની અપેક્ષાએ મનોયોગનું સામર્થ્ય અધિક છે. આથી જ મૌનવિશેષથી અંતર્જલ્પાકાર જપ પ્રશસ્તરૂપે મનાય છે.
યોગના કારણે ઉત્પન્ન થયેલી દષ્ટિ સ્વરૂપ પ્રાતિભજ્ઞાનથી યોગના વિશારદ પુરુષો આ જપને ધ્યાનની વિશ્રામભૂમિકા તરીકે જણાવે છે. અર્થાદ્ ધ્યાનને પામવા માટેની શરૂઆત આ જપથી કરવામાં આવે છે. ધ્યાનની સિદ્ધિના શિખરે આરોહણ કરવા માટે પ્રથમ ભૂમિકા સ્વરૂપ આ જપ છે. ત્યાંથી જ ચઢવાની શરૂઆત થાય છે.
||૧૬-૧૫॥
&A
પાતંજલદર્શનના અનુયાયીઓ વગેરે, જેવા ઈશ્વરને માને છે; તેવા ઈશ્વરને તમે(જૈનો) માનતા નથી; તો આર્થવ્યાપાર(તદાજ્ઞાપાલનસ્વરૂપ વ્યાપાર)ને આશ્રયીને પણ પરમાત્માના અનુગ્રહની સિદ્ધિ કઈ રીતે થાય ? આ શાના સમાધાનમાં વિષયવિશેષના પક્ષપાતથી જ તે સિદ્ધ થાય છે... ઈત્યાદિ અભિપ્રાયે જણાવાય છે. અર્થાત્ તાદશ અભિપ્રાયથી ગ્રંથકારશ્રી જણાવે છે
माध्यस्थ्यमवलम्ब्यैव, देवतातिशयस्य च । सेवा सर्वैर्बुधैरिष्टा, कालातीतोऽपि यजगौ ॥ १६-१६॥
“માધ્યસ્થ્યનું અવલંબન લઈને જ દેવતાતિશયની સેવા બધા વિદ્વાનોએ ઈષ્ટ માની છે, જેથી કાલાતીતે
૨૮
Page #34
--------------------------------------------------------------------------
________________
(શાસ્ત્રકારવિશેષે) પણ કહ્યું છે. (જે આગળના શ્લોકથી કહેવાશે.)’-આ પ્રમાણે સોળમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે જેમના વિશેષ ધર્મનો નિર્ણય થયો ન હોય તેમના વિષયમાં લહ(વિવાદ) કે અભિનિવેશનો જે અભાવ છે, તેને માધ્યસ્થ્ય કહેવાય છે. આવા માધ્યસ્થ્યનું આલંબન લઈને જ વિશિષ્ટદેવવિશેષને આશ્રયીને કરાતી તેમની સ્તવન, ધ્યાનાદિ સ્વરૂપ જે સેવા છે; તે તેમના કારણે ફળવિશેષને પ્રાપ્ત કરાવે છે. એ પ્રમાણે બધા જ વિદ્વાનો માને છે. જ્યાં સુધી તે તે દેવોમાં વિશેષ નિર્ણય ન થાય ત્યાં સુધી તે દેવની સ્તવના, તેમનું ધ્યાન અને તેમની પૂજા વગેરે સ્વરૂપ સેવા; ઉપર જણાવ્યા મુજબના માધ્યસ્થ્યના આલંબને જ કરવાથી ફળપ્રદ બને છે-એમ બધા વિદ્વાનોને અભિમત છે.
યદ્યપિ તે તે દેવોની આપણે પોતે કરેલી સ્તવનાદિ ક્રિયાઓ ફળનું પ્રદાન કરવામાં સમર્થ છે. પરંતુ સ્તવનીય પરમાત્માનું આલંબન લેવા વડે દેવતાની સ્તોત્રાદિથી કરાયેલી સ્તવનાદિથી જે ફળનો લાભ થાય છે, તે સ્તોતવ્ય કે ધ્યેય વગેરેના નિમિત્તે થાય છે-આવો વ્યવહાર પ્રસિદ્ધ છે. વ્યવહારમાં પણ એ વાત પ્રસિદ્ધ છે. આપણા કામના જ પૈસા મળે છે છતાં શેઠ આપે છે એમ કહેવાય છે. જેથી આ વાતને સ્પષ્ટ કરતાં શાસ્ત્રકાર કાલાતીતે પણ કહ્યું છે, જે હવે પછીના શ્લોકથી જણાવાય છે. ૧૬-૧૬
SET
કાલાતીત શાસ્ત્રકારે જે જણાવ્યું છે, તે જણાવાય છે
૨૯
Page #35
--------------------------------------------------------------------------
________________
अन्येषामप्ययं मार्गो, मुक्ताविद्यादिवादिनाम् । अभिधानादिभेदेऽपि, तत्त्वनीत्या व्यवस्थितः ॥१६-१७॥
“મુક્તાદિવાદીઓ અને અવિદ્યાદિવાદીઓ એવા બીજા દર્શનકારોએ પણ અમે જણાવેલો માર્ગ નામાદિના ભેદથી વાસ્તવિક રીતે વ્યવસ્થિત ર્યો છે. અર્થા માન્યો છે.”-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ સંસારના કારણ તરીકે અવિદ્યા, વાસના, પ્રકૃતિ ઈત્યાદિને અને આ સંસારથી મુક્ત થયેલા એવા આત્માઓને મુક્ત, બુદ્ધ ઈત્યાદિ સ્વરૂપે માનનારા અન્ય દર્શનકારોનો પણ માર્ગ(દેવતાદિસંબંધી માર્ગ) અમે (કાલાતીતે) જણાવેલો જ છે. માત્ર નામ અને અંશતઃ
સ્વરૂપના ફરથી તેઓએ અમોએ જણાવેલો માર્ગ પ્રતિષ્ઠિત કર્યો છે. પરમાર્થથી તેમનો અને અમારો માર્ગ એક જ છે. માત્ર એમાં નામ અને વિશેષ ધર્મ વગેરેને આશ્રયીને થોડો ફરક છે.
આ વિષયમાં મિત્રાદિ ચાર દષ્ટિઓના સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો ઉપર જણાવેલી વિગત સ્પષ્ટપણે સમજી શકાશે. સામાન્ય રીતે આ સંસારની અસારતાદિનો વાસ્તવિક ખ્યાલ જેમને આવ્યો છે; એવા જીવોને “આ સંસારનો ઉચ્છેદ કઈ રીતે થશે.” આવી જિજ્ઞાસાવિશેષ ઉત્પન્ન થાય છે. એને લઈને તેઓ પૂ. ગુરુદેવાદિના પરિચયાદિ દ્વારા સંસારનાં કારણો; મોક્ષનું સ્વરૂપ અને તેને (મોક્ષને) પ્રાપ્ત કરવાનો યોગમાર્ગ જાણી લેવાનો પૂરતો પ્રયત્ન કરી લે છે. એ વખતે તેમને સ્પષ્ટ સમજાય છે કે
ద్వంద్యాలయాలలలలలో
Page #36
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગના સંસ્થાપક અને સર્વ દોષોથી સર્વથા રહિત જ પરમાત્મા-દેવ હોય છે. તેઓશ્રીએ ઉપદેશેલા પરમતારક એ માર્ગના પ્રરૂપક અને સર્વ સઙ્ગથી વિવર્જિત જ ગુરુભગવંત હોય છે અને આ સંસારથી પાર ઉતારી મોક્ષે પહોંચાડનારો જ ધર્મ હોય છે. આવું સમજવા છતાં એમને એ વસ્તુ સમજાતી નથી કે દેવ કોણ છે, ગુરુ કોણ છે અને ધર્મ ક્યો છે. વસ્તુતત્ત્વ કેવું હોય છે એ બરાબર સમજાય છે પણ એ ક્યાં છે : તેનો ખ્યાલ આવતો નથી. આથી તેમનો યોગમાર્ગ અને અમારો યોગમાર્ગ : બંન્ને એક-સમાન હોવા છતાં નામ કે સ્વરૂપનો થોડો ફરક પડે છે. આનો અર્થ એ નથી કે તેથી તેમનો માર્ગ અમારા માર્ગથી તદ્દન જ જુદો છે. ૫૬-૧૭ણા
8888
ઉપર જણાવેલી વાત જ સ્પષ્ટ રીતે જણાવાય છેमुक्तो बुद्धोऽर्हन् वापि यदैश्वर्येण समन्वितः ।
श्वरः स एव स्यात्संज्ञाभेदोऽत्र केवलम् ।।१६-१८।।
“મુક્ત, બુદ્ધ અથવા અહંન્ પણ, જે કોઈ ઐશ્વર્યથી યુક્ત છે તે ઈશ્વર છે; જે અમે જણાવ્યા છે તે જ તે છે. માત્ર અહીં નામનો જ ભેદ છે.’-આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે જ્ઞાનાદિસ્વરૂપ ઐશ્વર્યથી યુક્ત હોવાથી જે ઈશ્વર કહેવાય છે તે અમે જણાવેલા જ છે. પરબ્રહ્મવાદી વેદાંતીઓ જેને મુક્ત કહે છે, બૌદ્ધો જેને બુદ્ધ કહે છે અને જૈનો જેને અર્હમ્ કહે
૩૧
Page #37
--------------------------------------------------------------------------
________________
છે; એ પરમાત્મામાં અને અમે જણાવેલા પરમાત્મામાં સામાન્યથી નામાદિનો જ ફરક છે.
તે તે દર્શનકારોએ ઈશ્વરતત્ત્વનું નિરૂપણ કરતી વખતે રાગાદિ દોષોથી રહિત અને સર્વગુણોથી પરિપૂર્ણ સ્વરૂપે ઈશ્વરતત્ત્વને વર્ણવ્યું છે. માત્ર તેઓશ્રીએ નામ જુદાં જુદાં દર્શાવ્યાં છે અને સ્વરૂપમાં સહેજ ફરક પણ વર્ણવ્યો છે. મુક્તાદિસ્વરૂપે અમે દર્શાવેલા સ્વરૂપવાળા ઈશ્વરનો તેઓએ સ્વીકાર કર્યો છે. ૧૬-૧૮૫
88&8
અનાદિશુદ્ધ, સાદિઅનંત અને પ્રતિક્ષણભઙ્ગર... ઈત્યાદિ વિશેષ સ્વરૂપે તે તે દર્શનકારોએ ઈશ્વરનું વર્ણન કર્યું છે. તેથી તે સ્વરૂપે ઈશ્વરની ભિન્નતા હોવાથી સ વ સ્વાદ્... ઈત્યાદિ નિરૂપણ અસઙ્ગત છે-આ શઙ્ગાનું સમાધાન કરતાં, બીજાઓએ માનેલા અનાદિશુદ્ધતાદિસ્વરૂપ વિશેષ ધર્મોનું નિરાકરણ કરાય છે
अनादिशुद्ध इत्यादिर्यो भेदो यस्य कल्प्यते । तत्तत्तन्त्रानुसारेण, मन्ये सोऽपि निरर्थकः ॥ १६-१९॥
“તે તે દર્શનના અનુસારે અનાદિશુદ્ધ... ઈત્યાદિ સ્વરૂપે જે પરમેશ્વરના વિશેષની કલ્પના કરાય છે તે નિરર્થક છે-એમ હું માનું છું’’-આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે તે તે દર્શનકારો ઉપર જણાવ્યા મુજબ ઈશ્વરને માને છે. પરંતુ કેટલાક દર્શનકારોશૈવો પરમાત્માને અનાદિથી શુદ્ધ અને સર્વગત-વિભુ માને
૩૨
Page #38
--------------------------------------------------------------------------
________________
છે. પરમાત્મા અસર્વગત છે પરંતુ વિભુ નથી-એમ જૈનો માને છે અને તે જ પરમાત્મા પ્રતિક્ષણભઙ્ગર છે-એમ બૌદ્ધો માને છે. આ પ્રમાણે ઈશ્વરતત્ત્વમાં તે તે દર્શનકારોએ સ્વરૂપનો ભેદ જણાવ્યો છે.
એ રીતે તે તે દર્શનાનુસારે પરમાત્મા-ઈશ્વરમાં જે વિશેષની કલ્પના કરાય છે, તે પણ નિરર્થક છે અર્થાદ્ નામનો ભેદ તો અકિચિત્કર છે જ પરંતુ ઉપર જણાવ્યા મુજબ જે સ્વરૂપભેદ જણાવ્યો છે, તે પણ નિરર્થક છે : એ પ્રમાણે હું માનું છું. ૫૧૬-૧૯૫
AK
ઉપર જણાવેલી કલ્પનાની નિરર્થકતાનું જે કારણ છે તે જણાવાય છે
विशेषस्यापरिज्ञानाद्, युक्तीनां जातिवादतः । પ્રાયો વિરોધતઐવ, પામેતાવ્ર માવતઃ ।।o૬-૨૦ના
“મુક્ત, બુદ્ધ વગેરે દેવતાના વિશેષનું જ્ઞાન; પ્રત્યક્ષથી થતું ન હોવાથી, અનુમાનો જાતિવાદના કારણે અનુમાનાભાસસ્વરૂપ થવાથી તેમ જ વેદાંતી અને બૌદ્ધાદિની વાતોમાં પરસ્પર વિરોધ હોવાથી અને ક્લેશાભાવસ્વરૂપ ફળમાં કોઈ ભેદ ન હોવાથી દેવતામાં કરેલી વિશેષની કલ્પના નિરર્થક છે.'' આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે તે તે દર્શનકારોએ ઈશ્વરમાં અનાદિશુદ્ધતા, સર્વગતત્વ... ઈત્યાદિ જે વિશેષની
૩૩
Page #39
--------------------------------------------------------------------------
________________
પરિકલ્પના કરી છે, તે નિરર્થક છે. કારણ કે તેમાં કોઈ પ્રમાણ નથી. સ્થૂલ પ્રત્યક્ષથી તેનું જ્ઞાન થતું ન હોવાથી આપણાજેવાને એ વિશેષ જાણવામાં આવતા નથી. અર્થાદ્ આપણાજેવાને એ અનુભવગમ્ય થતા નથી. પિ તેવા પ્રકારના પ્રત્યક્ષથી દેવતાગત વિશેષનું સંવેદન થતું ન પણ હોય, તોપણ યુક્તિઓ-અનુમાનોથી તે વિશેષને જાણી શકાય છે. પરંતુ એ અનુમાનો અસિદ્ધિ વગેરે દોષોના કારણે અનુમાનાભાસસ્વરૂપ છે તેમ જ બૌદ્ધ અને વેદાંતી વગેરેની યુક્તિઓ બહુલતયા વિરુદ્ધ છે.
વેદાંતીઓના મતે પ્રપંચ(સૃષ્ટિ)નું અધિષ્ઠાન હોવાથી પરમાત્મા એકાંતે નિત્ય છે અને જ્યાં અર્થક્રિયાકારિત્વ હોય છે ત્યાં સ્વભાવભેદ હોય છે, તેથી બૌદ્ધો આત્માને એકાંતે જ અનિત્ય માને છે. પરમાત્માને નિત્ય માનનારાનું કહેવું એ છે કે પરમાત્મા ધર્મદેશના... વગેરે સ્વરૂપ પોતાની અર્થક્રિયા(કાર્ય) પોતાની ઉત્પત્તિના ક્ષણમાં કરે, પોતાની ઉત્પત્તિની પૂર્વે કરે અથવા પોતાની ઉત્પત્તિની પછીના ક્ષણમાં કરે : આ ત્રણેય વિકલ્પો આત્માને અનિત્ય માનવાથી સ્વીકાર્ય બનતા નથી. કારણ કે પહેલા વિકલ્પમાં, પોતાની ઉત્પત્તિ અને તે જ વખતે બીજાની પણ પોતાથી ઉત્પત્તિ : એ બંન્ને એક કાળમાં શક્ય નથી. બીજા વિકલ્પમાં, પોતે જ જ્યાં અસત્ છે ત્યાં તે દેશનાદિને કરે એ શક્ય નથી. અન્યથા ભાવી મોરનો ટહૂકો માનવાનો પ્રસ આવશે. તેમ જ ત્રીજો વિકલ્પ પણ માની શકાય એવો નથી. કારણ કે પોતે નાશ પામ્યા પછી તે દેશના
૩૪
Page #40
--------------------------------------------------------------------------
________________
વગેરે કરે એ શક્ય નથી. અન્યથા મૃત મયૂરનો ટહૂકો માનવાનો પ્રસવું આવશે. આથી સ્પષ્ટ છે કે પરમાત્માને કોઈ પણ રીતે અનિત્ય માની શકાય એમ ન હોવાથી પરમાત્માને અનાદિશુદ્ધ નિત્ય માનવામાં આવે છે.
આની સામે બૌદ્ધોનું એ કહેવું છે કે જો ઈશ્વરને અપટુત(અવિનાશી), અનુત્પન્ન અને સ્થિર એક સ્વભાવવાળા એકાંતે નિત્ય માનવામાં આવે તો તેમનામાં કોઈ પણ રીતે અર્થક્રિયાકારિત્વ ઘટી શકે એમ નહીં બને. કારણ કે નિત્ય પરમાત્મા(વગેરે) મે કરીને અર્થક્રિયા (પોતાનું કાર્ય કરે કે યુગપ૬ (એક કાળમાં) કરે-આ બે વિકલ્પમાંથી કોઈ પણ વિકલ્પ સત નથી. કારણ કે નિત્ય વસ્તુમાં તે તે સકલ કાર્ય કરવાની શક્તિઓ સદાને માટે હોય છે. સહકારીકરણના સમવધાનમાં તે તે વસ્તુમાં કોઈ અતિશયનું આધાન થતું ન હોવાથી નિત્ય વસ્તુ; તે તે બધાં જ કાર્યો એક જ કાળમાં કરી શકશે, પરંતુ એમ બનતું નથી. આથી પ્રથમ વિકલ્પમાં ત્રણેય કાળના બધા જ કાર્ય એકીસાથે કરવાનો પ્રસ આવશે. બીજો વિકલ્પ માની લેવામાં આવે તો નિત્ય વસ્તુએ એક જ ક્ષણમાં બધાં કાર્યો કરી લીધાં હોવાથી બીજી ક્ષણે કોઈ પણ કાર્ય કરવાનું રહેતું ન હોવાથી અર્થયિાકારિત્વના અભાવના કારણે નિત્ય વસ્તુમાં અવસ્તુત્વ માનવાનો પ્રસંગ અવશે. વસ્તુમાં વસ્તુત્વ અર્થક્રિયાકારિત્વસ્વરૂપ છે. આથી સ્પષ્ટ છે કે એકાંતે નિત્ય વસ્તુનો સ્વીકાર કરવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ એક પણ વિકલ્પ સખત નથી. તેથી પ્રત્યેક ક્ષણે પરાવર્તમાન
SONGS
Page #41
--------------------------------------------------------------------------
________________
જુદી જુદી વસ્તુનો સ્વીકાર કરવામાં આવે છે.
આ રીતે પરસ્પર તે તે દર્શનકારોની વાતમાં પરસ્પર વિરોધ આવે છે. તેમ જ ગુણના પ્રર્ષ સ્વરૂપ વિશેષવાળા પુરુષ સ્વરૂપ પરમાત્માની આરાધનાથી પ્રાપ્ત કરવા યોગ્ય કલેશાભાવસ્વરૂપ ફળમાં કોઈ જ ભેદ(મતભેદ) નથી. અર્થાદ્ ગુણપ્રકર્ષસ્વરૂપે પરમાત્માની આરાધનાથી કલેશના અભાવ
સ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે : એમાં કોઈને વિવાદ નથી. તેથી પરમાત્મામાં એકાંતે નિત્યસ્વાદિ વિશેષની કલ્પના નિરર્થક છે. ભાવથી-પરમાર્થથી (વાસ્તવિક રીતે) ગુણપ્રકર્ષાત્મક વિશેષવાળા પરમાત્માની પ્રત્યેનું બહુમાન જ ફળ(કલેશાભાવસ્વરૂપ ફળ)ને આપનારું છે અને તે મુક્ત, બુદ્ધ વગેરે બધામાં સરખું જ છે. I૧૬-૨ના
SAURURLAUB સંસારના કારણને આશ્રયીને કલ્પનાની નિરર્થકતા જણાવાય છે
अविद्याक्लेशकर्मादि, यतश्च भवकारणम् । તતઃ પ્રધાનમેવૈત, સંમેમુપાતિમ્ ૨૬-રશા
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે વેદાંતીઓ અવિદ્યાને, સાખ્યો કલેશને, જૈનો કર્મને અને બૌદ્ધો વાસનાને તેમ જ શૈવો પાશને ભવ-સંસારનું કારણ માને છે. તેથી અવિદ્યા વગેરે જે તે તે દર્શનકારોએ સંસારના કારણ તરીકે માન્યા છે, તે અમે માનેલા પ્રધાનસ્વરૂપ(પ્રકૃતિસ્વરૂપ) જ ભવના હેતુ છે. માત્ર નામનો ભેદ છે. બાકી તો ભવહેતુત્વ સ્વરૂપ એક
Page #42
--------------------------------------------------------------------------
________________
જ છે. નામનો ભેદ ભેદ નથી, તે અકિંચિત્ઝર છે.
૫૧૬-૨૧૫
યદ્યપિ તે તે દર્શનકારોએ સંસારના કારણ તરીકે અવિદ્યાદિને માન્યા છે અને સાથે તેમાં મૂર્ત્તત્વ-અમૂર્ત્તત્વ, એકત્વ-અનેકત્વ, વગેરે વિશેષની પરિકલ્પના કરી છે. તેથી માત્ર નામનો જ ભેદ છે એવું નથી, વિશેષનો પણ ભેદ છે; પરંતુ તે અકિંચિત્કર છે એ જણાવાય છેअस्यापि योऽपरो भेदश्चित्रोपाधिस्तथा तथा । નીયતેઽતીત હેતુભ્યો, થીમતાં સોડવ્યપાર્થઃ ।।o૬-૨ા
“આ પ્રધાન-પ્રકૃતિમાં પણ ભિન્ન ભિન્ન પ્રકારના વિશેષની કલ્પના કરાય છે. તે પણ પૂર્વે જણાવેલા હેતુઓના કારણે બુદ્ધિમાનો માટે નિરર્થક છે.’’-આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અવિદ્યા, ક્લેશ, કર્મ, વાસના, પાશ અને પ્રધાનને સંસારના કારણ માન્યા પછી ભવહેતુત્વથી ભિન્ન તેમાં અમૂર્ત્તત્વ વગેરે વિશેષની તે તે દર્શનકારોએ કલ્પના કરી છે. કર્મ મૂર્ત છે, અવિદ્યાદિ અમૂર્ત છે; કર્મ અનંત છે, અવિદ્યાદિ સામાન્યથી એક છે... ઈત્યાદિ રીતે સંસારના કારણ તરીકે અભિમત અવિદ્યાદિમાં તે તે વિશેષની કલ્પનાઓ કરી છે.
પરંતુ વિશેષસ્થાપ૦િ (૬-૨૦) આ શ્લોકથી જણાવેલા તે તે કારણે દેવતાગત વિશેષ જ નહિ અવિદ્યાદિગત વિશેષ પણ બુદ્ધિમાનો માટે નિરર્થક છે. અર્થાત્
૩૭
Page #43
--------------------------------------------------------------------------
________________
મોક્ષ માટે એવા કોઈ જ વિશેષનો ઉપયોગ નથી. અવિદ્યાદિને માનનારા તે તે દાર્શનિકોએ અવિદ્યાદિને ભવના કારણ તરીકે વર્ણવીને યોગની આરાધનાથી તે દૂર કરવા યોગ્ય છે : આ વાતનો બધાએ જ સ્વીકાર કર્યો છે. એ વિશેષને છોડીને બીજા મૂર્તત્વાદિવિશેષ તેમાં(ભવના કારણભૂત અવિદ્યાદિમાં) હોય તો પણ તેનું કોઈ જ પ્રયોજન ન હોવાથી તે અકિંચિત્કર છે. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૬-૨૨ા.
BECAUHERBA દેવતા અને અવિદ્યાદિગત મૂર્તસ્વામૂર્તવાદિ જે વિશેષ છે તે નિરર્થક હોવાથી તેનું નિરૂપણ કરવાનું પણ નિરર્થક છે, તે યત પર્વ... ઈત્યાદિથી જણાવાય છે
ततोऽस्थानप्रयासोऽयं, यत्तभेदनिरूपणम् । सामान्यमनुमानस्य, यतश्च विषयो मतः ॥१६-२३॥
“પરમાત્માદિગત વિશેષ અકિંચિકર હોવાથી જે-તે દેવાદિમાં રહેલા વિશેષનું અન્વેષણ કરવું-એ પ્રયત્ન વિદ્વાનો માટે નિરર્થક-અસ્થાને છે. કારણ કે પરમાત્માદિને સિદ્ધ કરનારા અનુમાનનો વિષય સામાન્ય મનાય છે.'-આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મોક્ષના કારણભૂત મુક્તાત્મા વગેરેમાં અને સંસારના કારણભૂત અવિદ્યાદિમાં મૂર્તત્વાદિવિશેષો નિરર્થક હોવાથી તત્ત્વચિંતકો માટે દેવાધિવિશેષનું નિરૂપણ-ગવેષણ કરવાનું નિરર્થક છે અર્થા એ પ્રયત્ન અસ્થાને(અનુચિત) છે.
આ
એળે
જ
છે
Page #44
--------------------------------------------------------------------------
________________
કારણ કે દેવતાદિના વિશેષને સિદ્ધ કરવા માટે જે અનુમાન જણાવાય છે, તે અનુમાનનો વિષય સામાન્ય દેવાદિ જ છે. તેથી પણ દેવાદિગત બધા વિશેષની પ્રતીતિ થતી ન હોવાથી વિશેષને જણાવવાનો પ્રયત્ન અકિંચિત્કરઅસ્થાને છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે નિર્દોષપુરુષવિશેષ સ્વરૂપ દેવ અને કર્મ : એ બન્નેનું પ્રત્યક્ષ થતું ન હોવાથી તે બંન્ને અનુમાનના વિષય છે. “જે જે ચય અને અપચય ધર્મ(સ્વભાવ)વાળા છે તે કોઈ સ્થાને સર્વથા પણ ઉચ્છેદને પામે છે. જેમ રોગીઓના રોગ ઓછાવધતા પ્રમાણવાળા હોવાથી સર્વથા ઉચ્છેદને પામે છે તેમ જ આકાશમાં મેઘ(વાદળ) ઓછાવધતા હોય છે તો કોઈ વાર સર્વથા તે મેઘરહિત પણ હોય છે. તેવી રીતે રાગદ્વેષાદિ દોષો પણ ચયાપચયધર્મવાળા હોવાથી જ્યાં તે સર્વથા ઉચ્છેદ પામે છે તે અતિશયસંપન્ન પુરુષવિશેષ દેવ છે, જેમને તે તે દર્શનકારોએ મુક્ત, બુદ્ધ.. વગેરે સ્વરૂપે વર્ણવ્યા છે.” આ રીતે દેવ અનુમાનના વિષય છે.
એવી જ રીતે “જે બેનાં સાધન(દર-બાહ્ય) સરખાં છે એવા બન્નેના ફળમાં જે વિશેષ છે તે ચોક્કસ કોઈ અદષ્ટ સાધનને લઈને છે. કારણ કે તે ફળવિશેષ કાર્ય છે. જે જે કાર્ય છે તે કારણ વિના ન થાય. જેમ માટી વિના ઘટ થતો નથી. ફળવિશેષ કાર્ય છે. તેથી તે અદૃષ્ટ કારણવિશેષથી થાય છે. તે કારણનું નામ જ કર્મ છે.” આ રીતે કર્મ અનુમાનનો વિષય છે. આથી સમજી શકાશે કે દેવ
૩૯
S
S
S
S
S
S
S
S
S
Page #45
--------------------------------------------------------------------------
________________
અને કર્મનો સિદ્ધ કરનાર અનુમાન; સામાન્યથી દેવ અને કર્મને જ સિદ્ધ કરે છે, પરંતુ તેના મૂર્તત્વાદિવિશેષને સિદ્ધ કરતા નથી. તેથી ઉપર જણાવ્યા મુજબ અનુમાનથી દેવનો ને કર્મનો સામાન્યથી સ્વીકાર થાય છે. મૂર્તત્વાદિ સર્વવિશેષથી અનુગત દેવનો અને કર્મનો સ્વીકાર શક્ય નથી. આથી સ્પષ્ટ છે કે દેવાદિના વિશેષની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. કારણ કે તે અનુમાનનો વિષય બનતા નથી અને આમપુરુષનાં વચનોથી પણ એનો નિર્ણય શક્ય નથી... ઈત્યાદિ ઉપર જણાવ્યું છે. ૧૬-૨૩
BLAUREAU આ રીતે શ્લોક નં. ૧૭ થી ૨૩ સુધીના શ્લોમાં જણાવેલી “કાલાતીત' નામના શાસ્ત્રકારની વાતનો સાર એ છે કે “ભવ-સંસારના કારણમાત્રના જ્ઞાનથી ભવના કારણને દૂર કરવા માટે ગુણવત્પષ-ઈશ્વરની આરાધના કરવી જોઈએ. વિશેષ ધર્મોની વિચારણા કરવાનું કોઈ પ્રયોજન નથી.”-આ પ્રમાણે કાલાતીતે જે જણાવ્યું છે, તે એક અપેક્ષાનુસારે માની શકાય છે. વિશેષ વિચારણા કરવા માટે જે સમર્થ નથી; તેની પોતાની માન્યતાના આગ્રહના ઉચ્છેદ માટે સામાન્યથી યોગની પ્રવૃત્તિના આશયથી કાલાતીતની વાત મનાય છે. પરંતુ જેઓ મૂર્તવાદિવિશેષની વિચારણા કરવા માટે સમર્થ છે; તે અભિનિવેશથી રહિત આત્માઓ માટે તો વિશેષની શાસ્ત્રાનુસારી વિચારણા પણ; ભગવાનની વિશિષ્ટ ઉપાસના રૂપ હોવાથી અશ્રદ્ધામલના
வாயை மாமா மாயையையை
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રક્ષાલન વડે તત્ત્વજ્ઞાનગર્ભિત વૈરાગ્યનું પરમકારણ હોવાથી વિશિષ્ટ કર્મની નિર્જરાનું કારણ બને છે તેથી વિશેષની વિચારણા સર્વથા નિષ્ફળ નથી. (કાલાતીતે સર્વથા નિષ્ફળ તરીકે વર્ણવી છે.) આ આશયથી જણાવાય છે
आस्थितं चैतदाचार्यैस्त्याज्ये कुचितिकाग्रहे । शास्त्रानुसारिणस्तर्कान्नामभेदानुपग्रहात् ॥ १६-२४॥
“આ કાલાતીતે જણાવેલી વાત કુચિતિકાના ત્યાગ માટે પૂ. આચાર્યભગવંતે સ્વીકારી છે. કારણ કે શાસ્ત્રાનુસારી તર્કથી અર્થની સિદ્ધિ થયે છતે નામવિશેષમાં કોઈ આગ્રહ નથી.’’-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે કે પૂ.આ.ભ. શ્રી હરિભદ્ર સૂ. મહારાજાએ યોગબિંદુમાં કાલાતીતે જણાવેલી વાતનો સ્વીકાર કર્યો છે. એનું કારણ એ છે કે પોતાની માન્યતામાં જે કુચિતિકા-કૌટિલ્ય(આગ્રહ) હોય છે તેના પરિહાર માટે કાલાતીતે જણાવેલી વાત બરાબર છે. કારણ કે સામાન્યથી ગુણવત્પુરુષને ઈશ્વર માન્યા પછી, તેમના તે તે વિશેષને આશ્રયીને ‘આ બરાબર અને તે બરાબર નહિ’... ઈત્યાદિ સ્વરૂપ જે કુચિતિકા(આગ્રહ) છે તેને દૂર કરવા માટે પરમાત્માદિમાં વિશેષનું અન્વેષણ નિરર્થક છે.. એ જણાવવાનું ઉચિત છે. શાસ્ત્રાનુસારી તર્કથી ગુણવત્પુરુષવિશેષને ઈશ્વર માનવાનું અને ભવના કારણ તરીકે કર્મ માનવાનું કાર્ય સિદ્ધ થઈ ગયા બાદ તેમના નામમાં વિવાદ કરવાનો રહેતો નથી. એવો વિવાદ કૃષિતિકા અર્થાત્
૪૧
Page #47
--------------------------------------------------------------------------
________________
કુટિલતાનો આવેલ છે. તત્ત્વના અર્થની સિદ્ધિ થયે છતે, નામમાત્રનો ક્લેશ તો યોગનો વિરોધી પરિણામ બને છે. પરંતુ ધર્મવાદથી જિજ્ઞાસુભાવે વિશેષની વિચારણા યોગની વિરોધિની નથી.
યોગબિંદુમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે, “કાલાતીતે જે કહ્યું છે કે ઈશ્વર અને કર્મ(પ્રકૃતિ) વગેરેના વિશેષની વિચારણા નિરર્થક છે, તે સુંદર છે. કારણ કે પરમાર્થની ચિંતાથી દેવતાદિના વિષયમાં પ્રવૃત્તિનું કારણ શાસ્ત્ર છે. મુક્ત, બુદ્ધ અને અહ... વગેરે નામના ભેદથી પરમાત્માદિમાં ભેદ માનવો તે કુચિતિકાગ્રહ અર્થાત્ કુટિલતાના આવેશ સ્વરૂપ છે.”
“વિદ્વાનો માટે આવો કુચિતિકાગ્રહ યુક્ત નથી, કારણ કે તે તાત્ત્વિક વિદ્વાનોને ઔદમ્પર્ય(રહસ્ય) પ્રિય હોય છે અને તે ઐદમ્પર્ય અહીં કાલાતીતના મતમાં પણ શુદ્ધ છે; એ વિચારવું જોઈએ.”
ઈશ્વર અને પ્રકૃતિમાં; તેવા પ્રકારનો અભ્યપગમ કરવાથી બંન્નેમાં પરિણામિત્વ નિશ્ચિત છે. કારણ કે તેવા પ્રકારના યોગ્ય જીવો ઉપર ઈશ્વર દ્વારા અનુગ્રહ કરાય છે; તેમ જ પ્રકૃતિ દ્વારા તે તે કાળે પ્રવૃત્તિ થાય છે.” આશય એ છે કે કાળવિશેષમાં પુરુષ ઉપર ઈશ્વર અનુગ્રહ કરે છે અને પ્રકૃતિ તેમ તેમ પ્રવૃત્તિ કરે છે-એ પ્રમાણે કાલાતીતે માન્યું છે. તેથી એ મુજબ ઈશ્વર અને પ્રકૃતિ : બંન્નેમાં નિત્ય એકરૂપતા નથી. ક્રમિક અનેકરૂપતા બળાત્કારે માનવી પડે છે. તેથી ઉભયમાં પરિણામિત્વ જ છે-એ ચોક્કસ છે.
అలంలంలంలంలంలంలంలంలో
Dave
29
Page #48
--------------------------------------------------------------------------
________________
આથી સ્પષ્ટ થાય છે કે “ઈશ્વરનો અનુગ્રાહકસ્વભાવ, પ્રકૃતિનો નિવૃત્તાધિકારિત્વસ્વભાવ (તે તે મુક્ત પુરુષ માટે કશું જ ન કરવાનો સ્વભાવ) અને પુરુષનો અનુગ્રાહ્યસ્વભાવ હોય તો જ આ બધું સત છે. અન્યથા ગમે ત્યારે, ગમે તે, ગમે તેની ઉપર અનુગ્રહ કરવાનો પ્રસંગ આવશે.
તેથી ઉપર જણાવ્યા મુજબ પુરુષનો અનુગ્રાહ્યસ્વભાવ અને પ્રધાન-પ્રકૃતિનો નિવૃત્તાધિકારિત્વસ્વભાવ હોતે છતે ઈશ્વર-પરમાત્માનો પણ અનુગ્રાહકસ્વભાવ હોય છે. આ રીતે સદ્યુક્તિથી પરમાત્મામાં તીર્થકરસ્વાદિસ્વરૂપ અધિકૃત વિશેષ સત છે. અન્યથા એ પણ અકિંચિત્કર છે... ઈત્યાદિ અધ્યાપક પાસેથી જાણી લેવું.૧૬-૨૪
BBERSAURUS પરમાત્માદિમાં તીર્થકરત્યાદિ વિશેષધમ અનાદિના સ્વાભાવિક નિયત હોવાથી સામાન્ય રીતે તેને યોગી પુરુષો જ જાણી શકે છે. તેથી તેના માટે શાસ્ત્ર અને તર્ક ઉપયોગી નથી, તે જણાવાય છેअस्थानं रूपमन्धस्य, यथा सन्निश्चयं प्रति । तथैवातीन्द्रियं वस्तु, छद्मस्थस्यापि तत्त्वतः ॥१६-२५॥
જેમ અંધ માણસને આશ્રયીને વિશદ રીતે જોવાના વિષયમાં રૂપ વિષય બનતું નથી; તેમ છવસ્થો માટે પણ અતીન્દ્રિય વસ્તુ તત્ત્વથી વિષય બનતી નથી.” આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય ખૂબ જ સ્પષ્ટ
છે
.
Page #49
--------------------------------------------------------------------------
________________
છે કે નીલ, કૃષ્ણ અને રકત વગેરે રૂપને સારી રીતે જોવા માટે અંધજનો જેમ સમર્થ બનતા નથી, તેવી રીતે આત્માદિવિશેષસ્વરૂપ અતીન્દ્રિય વસ્તુનો પરમાર્થથી નિશ્ચય કરવા માટે છઘ0 એવા પ્રમાતાઓ પણ સમર્થ બનતા નથી અર્થાત્ તેમના માટે અતીન્દ્રિય વસ્તુ જ્ઞાનનો વિષય બનતી નથી. ૧૬-૨પા
જીરજીk88888 છવસ્થો માટે અતીન્દ્રિય વસ્તુ જ્ઞાનનો વિષય બનતી નથી, તો તેનું નિરૂપણ કઈ રીતે યોગ્ય છે ?-આ શટ્ટાનું સમાધાન કરાય છેहस्तस्पर्शसमं शास्त्रं, तत एव कथञ्चन । अत्र तनिश्चयोऽपि स्यात्, तथा चन्द्रोपरागवत् ॥१६-२६॥
“શાસ્ત્ર હસ્તસ્પર્શસમાન છે. તેનાથી જ અહીં થંચિદ્ર અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય; ચંદ્ર અને રાહુના સ્પર્શની જેમ થાય છે. આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે જ્યારે આંખથી દેખી શકાય એમ ન હોય ત્યારે હાથેથી સ્પર્શ કરીને ઘટાદિ પદાર્થોનો જેમ નિર્ણય કરાય છે તેમ શાસ્ત્ર પણ કથંચિઃ અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરાવે છે, તેથી તે તે વસ્તુની ઉપલબ્ધિના કારણભૂત હસ્તસ્પર્શ-જેવું છે.
આ શાસ્ત્રથી જ અહીં છવસ્થ પ્રમાતાને(અર્થને ગ્રહણ કરનારને) કોઈ પણ પ્રકારે અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય થાય છે. જેમ વર્ધમાનત્વ(વધતી અવસ્થા) અને હીયમાનત્વ(ઘટતી અવસ્થા)... વગેરે વિશેષ સ્વરૂપે ચંદ્ર અને
లలలల లలలలల
Page #50
--------------------------------------------------------------------------
________________
રાહુના તેવા તેવા સંબંધનું જ્ઞાન શાસ્ત્રથી થાય છે અર્થાત્ શાસ્ત્રથી બધા જ વિશેષોનો નિશ્ચય થતો ન હોવા છતાં કોઈ પણ વિશેષ પ્રકારે ચંદ્ર અને રાહુના સંબંધનું જ્ઞાન જેમ થાય છે, તેવી જ રીતે શાસ્ત્રથી બીજી પણ અતીન્દ્રિય વસ્તુ છદ્મસ્થોને જણાય છે. તેથી અતીન્દ્રિય વસ્તુનું નિરૂપણ યોગ્ય છે. ૧૬-૨૬।।
RUK
ઉપર જણાવ્યા મુજબ હસ્તસ્પર્શસમાન શાસ્ત્ર હોવાથી શાસ્ત્રથી થનારા જ્ઞાનસ્વરૂપ શાબ્દજ્ઞાનમાં અસ્પષ્ટતા વર્ણવી છે : એ જણાવાય છે
इत्थं स्पष्टता शाब्दे, प्रोक्ता तत्र विचारणम् । माध्यस्थ्यनीतितो युक्तं, व्यासोऽपि यददो जगौ ।। १६-२७।।
“આ રીતે શાબ્દજ્ઞાનમાં અસ્પષ્ટતા જણાવી છે. તે અસ્પષ્ટ શાબ્દજ્ઞાનમાં માધ્યસ્થ્યબુદ્ધિથી વિચારણા કરવી યુક્ત છે. વ્યાસે પણ આ વિષયમાં આ પ્રમાણે કહ્યું છે. (જે હવે પછી જણાવાશે.)’-આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે શાસ્ત્રથી; ઉપર જણાવ્યા મુજબ હસ્તસ્પર્શથી થનારા જ્ઞાનની જેમ અસ્પષ્ટ શાબ્દબોધ થાય છે.
એ અસ્પષ્ટ શાબ્દજ્ઞાન હોય ત્યારે માધ્યસ્થ્યબુદ્ધિથી અનુમાનાદિ દ્વારા વિચારણા કરવી જોઈએ. કારણ કે તર્ક પ્રમાણાનુગ્રાહક છે. પ્રમાણાનુગ્રાહક તર્કથી જ(વિચારણાથી જ) ઐદમ્પર્યની શુદ્ધિ થાય છે, જે સ્પષ્ટતાપ્રાય છે. આ
૪૫
Page #51
--------------------------------------------------------------------------
________________
રીતે અસ્પષ્ટ શાબ્દજ્ઞાનમાં સ્પષ્ટતા થતી હોય છે. આથી જ મહર્ષિ વ્યાસે પણ એ પ્રમાણે કહ્યું છે. (જે હવે પછીના શ્લોકમાં જણાવાય છે.) I/૧૬-૨થા
SALALAGRUB વ્યાસઋષિએ જે કહ્યું છે : તે જણાવાય છેआर्ष धर्मोपदेशञ्च, वेदशास्त्राविरोधिना । यस्तर्केणानुसन्धत्ते, स धर्म वेद नेतरः ॥१६-२८॥
મનુસ્મૃતિ વગેરે સ્વરૂપ ઋષિપ્રણીત અને તન્યૂલક પુરાણાદિ સ્વરૂપ ધર્મોપદેશનો, વેદશાસ્ત્રથી અવિરુદ્ધ એવા તર્કથી જે વિચાર કરે છે તે જ ધર્મને જાણે છે. તેનાથી બીજા જાણતા નથી.”-આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે ઋષિઓએ બનાવેલાં તે તે શાસ્ત્રોને આર્ષ કહેવાય છે. એ શાસ્ત્રાનુસારે જે જણાવાય છે તે ધર્મોપદેશસ્વરૂપ છે. આર્ષ અને ધર્મોપદેશનું અનુસંધાન; જેઓ પરસ્પર વેદ અને શાસ્ત્રના અવિરોધી એવા તર્કથી કરે છે, તે જ વાસ્તવિક રીતે ધર્મને જાણે છે. પરંતુ જેઓ એ રીતે વિચારણા(અનુસંધાન) કરતા નથી, તેઓ વાસ્તવિક રીતે ધર્મને જાણતા નથી.
આથી સ્પષ્ટ છે કે શાસ્ત્રની વાતમાં અસ્પષ્ટતા હોવાથી વેદાદિના અવિરોધી એવા તર્કથી તેનું અનુસંધાન કર્યા પછી જ ધર્મના વાસ્તવિક જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે-એમ વ્યાસઋષિએ જણાવ્યું છે. ૧૬-૨૮
SDXR8B*DUB
Page #52
--------------------------------------------------------------------------
________________
પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા સ્વરૂપ જ પરમાત્માનો અનુગ્રહ છે; એ વાતનું સમાપન કરાય છેशास्त्रादौ चरणं सम्यक्, स्याद्वादन्यायसङ्गतम् । ईशस्यानुग्रहस्तस्माद्, दृष्टेष्टार्थाविरोधिनः ॥ १६-२९॥
‘તેથી દૃષ્ટ અને ઈષ્ટ અર્થના અવિરોધીનું શાસ્ત્રાદિના વિષયમાં સ્યાદ્વાદની નીતિથી સઙ્ગત એવું જે આચરણ છે તે જ પરમાત્માનો અનુગ્રહ છે.’’-આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગદર્શનકારના જણાવ્યા મુજબ પરમાત્માના અનુગ્રહથી જ પુરુષનો મોક્ષ થાય છે, એ વાત અસદ્ગત છે તેમ જ પુરુષ, પ્રકૃતિ, વગેરેનું સ્વરૂપ વાસ્તવિક નથી... ઈત્યાદિ આ પૂર્વે સ્પષ્ટ રીતે જણાવ્યું છે. તે તે દાર્શનિકોની વાતો જે રીતે દષ્ટ(પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ) અને ઈષ્ટ (આગમપ્રતિપાદિત) અર્થના વિરોધથી યુક્ત છે તે રીતે જૈન દર્શનના સિદ્ધાંત દèટાર્થના વિરોધી નથી... ઈત્યાદિ પણ આ પૂર્વેના નિરૂપણથી સમજી શકાય છે.
તેથી પરમાત્માના અનુગ્રહથી જ આત્માનો મોક્ષ થાય છે. તેમની ઈચ્છા હોય ત્યારે આત્માને મુક્ત બનાવે અને અન્યથા આત્માને તેઓ સંસારમાં રાખે... ઈત્યાદિ વાસ્તવિક નથી. દૃષ્ટ અને ઈષ્ટાર્થનો જે અવિરોધી છે; એવા આત્મા ઉપર પરમાત્માનો અનુગ્રહ જ એ છે કે સ્યાદ્વાદની મુદ્રાએ વસ્તુતત્ત્વને અનુસરી આગમાદિ શાસ્ત્ર
૪૭
Page #53
--------------------------------------------------------------------------
________________
અને ધર્મના કારણભૂત પૂ. ગુરુભગવંતશ્રીના પરમતારક ઉપદેશમાં તેઓશ્રીની આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવી. શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ આરાધના કરવાથી આત્માનો વાસ્તવિક મોક્ષ થાય છે. શ્રી તીર્થંકરપરમાત્મા તેઓશ્રીની આજ્ઞાના પાલન દ્વારા તે સ્વરૂપે જ અનુગ્રહ કરે છે. આથી વિશેષ કોઈ બીજો અનુગ્રહ નથી.
૫૧૬-૨૯૦
88888
પરમાત્માની આજ્ઞાના પાલનને છોડીને બીજો કોઈ અનુગ્રહ નથી : એમાં કારણ જણાવાય છે
यद् दातव्यं जिनैः सर्वे, र्दत्तमेव तदेकदा । दर्शनज्ञानचारित्रमयो मोक्षपथः सताम् ॥ १६-३०॥
“જે આપવાયોગ્ય છે તે દર્શનજ્ઞાનચારિત્રમય મોક્ષમાર્ગ સજ્જનોને બધા શ્રી જિનેશ્વરદેવોએ એક વખતે આપી જ દીધો છે. અર્થાદ્ હવે કશું જ આપવાનું રહેતું નથી.’’-આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે શ્રી વીતરાગપરમાત્માએ પ્રથમ દેશના વખતે જ ભવ્યજીવોને દર્શનજ્ઞાનચારિત્રમય મોક્ષમાર્ગ આપી જ દીધો હતો. ત્યાર પછીની અંતિમ દેશના સુધીની દરેકેદરેક દેશનામાં એ પરમતારક માર્ગનું જ તેઓશ્રીએ પ્રદાન કર્યું હતું. પરંતુ જેણે જ્યારે તેને ગ્રહણ કર્યો, તેનું ત્યારે
૪૮
Page #54
--------------------------------------------------------------------------
________________
તેનાથી કલ્યાણ થયું. આપવામાં વિલંબ થયો નથી. જે કોઈ વિલંબ થયો તે ગ્રહણ કરવામાં થયો છે.
શ્રી વીતરાગપરમાત્માના સિદ્ધિગમન પછી પણ શાસ્ત્ર અને તદનુસારી ધર્મોપદેશથી આજે પણ એ પરમતારક મોક્ષમાર્ગને આરાધી ભવ્યાત્માઓ પરમપદની સાધના કરી જ રહ્યા છે. આથી સમજી શકાશે કે મોક્ષના માર્ગનું પ્રદાન કરવા સિવાય પરમાત્માનો અનુગ્રહ નથી અને હોઈ પણ ના શકે. વાસ્તવિક અનુગ્રહ જ એ છે. એ સિવાય પરમાત્મા બીજું શું કરી શકે ? તેઓશ્રી આપણને માર્ગદર્શક પાટિયાની જેમ માર્ગ બતાવે, પરંતુ મોક્ષ પામવાનો બધો જ પ્રયત્ન આત્માએ પોતે જ કરવાનો છે. આપણે ગમે તેટલો પુરુષાર્થ કરીએ પરંતુ પરમાત્માએ માર્ગ દર્શાવ્યો ન હોત તો આપણને મોક્ષમાર્ગની પ્રાપ્તિ જ ના થઈ હોત. તેથી માર્ગદર્શન કરાવવા સ્વરૂપ જ પરમાત્માનો અનુગ્રહ છે. અન્યદર્શનકારોએ વર્ણવેલો પરમાત્માનો અનુગ્રહ વાસ્તવિક નથી.।।૧૬-૩૦ના
8888888
પરમાત્માનો અનુગ્રહ, તેઓશ્રીની પરમતારક આજ્ઞાના પાલનમાં જ સમાય છે : એને પ્રકારાન્તરે જણાવાય છે
जिनेभ्यो याचमानोऽन्यं, लब्धं धर्ममपालयन् । तं विह्वलो विना भाग्यं, केन मूल्येन लप्स्यते ॥ १६-३१॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે-“પ્રાપ્ત થયેલા ધર્મનું પાલન
૪૯
Page #55
--------------------------------------------------------------------------
________________
નહિ કરનાર એવો તેનાથી બીજી વસ્તુની યાચના ક્ય જિનેશ્વરદેવની પાસે કરનાર વિહ્વળ માણસ ભાગ્યને છોડીને તેને કયા મૂલ્યથી મેળવશે ?’’ આશય એ છે કે ભૂતકાળના કોઈ પ્રબળ પુણ્યોદયે શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા ધર્મની પ્રાપ્તિ થયા પછી, છતે સામર્થ્ય જેઓ તે પ્રામ થયેલા ધર્મનું પાલન કરતા નથી અને શ્રી જિનેશ્વરદેવો પાસે મોક્ષ વગેરેની યાચના કરે છે તેઓ વસ્તુતઃ વિહ્વળ-બાવરા છે; કારણ કે, છે એની તેઓ ઉપેક્ષા કરે છે અને નથી તેને ચાચ્યા કરે છે-આ જ તેની વિષ્ણુળતા છે. પરમાત્માની પરમકૃપાથી જે ધર્મ પ્રાપ્ત થયો છે, તેને આરાધવો નથી અને તેના ફળને માંગવું છે, એ વિઠ્ઠલતાનું લક્ષણ છે.
પરંતુ એ રીતે માંગેલી વસ્તુ કોઈ પણ રીતે મળતી નથી. સિવાય કે ભાગ્ય હોય અને મળી જાય તો જુદી વાત છે. બાકી તો કોઈ એવી વસ્તુ નથી કે તે સ્વરૂપ મૂલ્ય (કિંમત) વડે પરમાત્માની પાસે માંગેલી વસ્તુની આપણને પ્રાપ્તિ થાય. આથી સમજી શકાશે કે પરમાત્માની પાસે જેની પણ યાચના કરી છે તેને પ્રાપ્ત કરવા માટે તેઓશ્રીની આજ્ઞાના પાલન સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. તે સ્વરૂપ જ તે પરમતારક આત્માઓનો એકમાત્ર અનુગ્રહ છે. પ્રાપ્ત સંયોગોનો પરમાત્માની આજ્ઞા મુજબ ઉપયોગ કરવા માંડીએ તો સિદ્ધિ મળશે જ. નવા સાધનની આવશ્યકતા નથી. પરંતુ મળેલા સાધનનો ઉપયોગ કરવાની
·
૫૦
Page #56
--------------------------------------------------------------------------
________________
આવશ્યકતા છે. ૧૬-૩૧
8882UBXRU
અતે પ્રકરણાથનો ઉપસંહાર કરતાં કર્તવ્ય જણાવાય
છે,
अनुष्ठानं ततः स्वामिगुणरागपुरःसरम् । परमानन्दतः कार्य, मन्यमानैरनुग्रहम् ॥१६-३२॥
“તેથી પરમાનંદને આશ્રયીને સ્વામીના ગુણના રાગપૂર્વક; પરમાત્માનો અનુગ્રહ માનનારાઓએ અનુષ્ઠાન કરવું જોઈએ.'-આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ શ્રી તીર્થંકરપરમાત્માએ આપણને મોક્ષમાર્ગ આપ્યો છે. એ એક જ તેઓશ્રીએ આપણી ઉપર કરેલો અનુગ્રહ છે. એ મોક્ષમાર્ગની આરાધના કરીને આપણે અનુગ્રાહ્ય બનીએ છીએ.
પરમાત્મા આપણી ઉપર અનુગ્રહ કરે છે : એમ જેઓ માનતા હોય તેઓએ પરમાનંદમય મોક્ષને ઉદેશીને પરમાત્માએ ઉપદેશેલાં પરત્મરક વિહિત અનુષ્ઠાનો કરવાં જોઈએ અને એ વખતે પરમાત્માના અનંતજ્ઞાનાદિ ગુણો પ્રત્યે રાગ કેળવી લેવો જોઈએ. આપણા આત્માના પણ ગુણો પરમાત્માના ગુણો જેવા જ છે. પરમાત્માના ગુણો આવિર્ભત છે અને આપણા તિરોહિત છે. પરમાત્માના શુદ્ધજ્ઞાનાદિમય સ્વરૂપની જેમ આપણે આત્મસ્વરૂપ પણ
Page #57
--------------------------------------------------------------------------
________________
આવિર્ભૂત બને-એવી ભાવનાથી તે તે અનુષ્ઠાનો થાય તો તે અનુષ્ઠાનો દૃઢ પ્રણિધાનથી સદ્ગત બને છે, જે ચોક્કસ જ મોક્ષને પ્રાપ્ત કરાવનારાં બને છે. તેથી ‘સ્વામીનો અનુગ્રહ મોક્ષપ્રાપક છે.’ એમ માનનારાએ સ્વામીના ગુણના રાગની પ્રધાનતા(મુખ્યતા)એ તે તે અનુષ્ઠાન કરવાં જોઈએ. અંતે પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ અનુષ્ઠાન કરી પરમાત્મપદને પ્રાપ્ત કરવા પરમાત્માના અનુગ્રહના ભાજન બની રહીએ એ જ એકની એક અભ્યર્થના.
।।૧૬-૩૨॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायामी शानुग्रहविचारद्वात्रिंशिका.
૫૨
-
Page #58
--------------------------------------------------------------------------
_