________________
આથી સ્પષ્ટ થાય છે કે “ઈશ્વરનો અનુગ્રાહકસ્વભાવ, પ્રકૃતિનો નિવૃત્તાધિકારિત્વસ્વભાવ (તે તે મુક્ત પુરુષ માટે કશું જ ન કરવાનો સ્વભાવ) અને પુરુષનો અનુગ્રાહ્યસ્વભાવ હોય તો જ આ બધું સત છે. અન્યથા ગમે ત્યારે, ગમે તે, ગમે તેની ઉપર અનુગ્રહ કરવાનો પ્રસંગ આવશે.
તેથી ઉપર જણાવ્યા મુજબ પુરુષનો અનુગ્રાહ્યસ્વભાવ અને પ્રધાન-પ્રકૃતિનો નિવૃત્તાધિકારિત્વસ્વભાવ હોતે છતે ઈશ્વર-પરમાત્માનો પણ અનુગ્રાહકસ્વભાવ હોય છે. આ રીતે સદ્યુક્તિથી પરમાત્મામાં તીર્થકરસ્વાદિસ્વરૂપ અધિકૃત વિશેષ સત છે. અન્યથા એ પણ અકિંચિત્કર છે... ઈત્યાદિ અધ્યાપક પાસેથી જાણી લેવું.૧૬-૨૪
BBERSAURUS પરમાત્માદિમાં તીર્થકરત્યાદિ વિશેષધમ અનાદિના સ્વાભાવિક નિયત હોવાથી સામાન્ય રીતે તેને યોગી પુરુષો જ જાણી શકે છે. તેથી તેના માટે શાસ્ત્ર અને તર્ક ઉપયોગી નથી, તે જણાવાય છેअस्थानं रूपमन्धस्य, यथा सन्निश्चयं प्रति । तथैवातीन्द्रियं वस्तु, छद्मस्थस्यापि तत्त्वतः ॥१६-२५॥
જેમ અંધ માણસને આશ્રયીને વિશદ રીતે જોવાના વિષયમાં રૂપ વિષય બનતું નથી; તેમ છવસ્થો માટે પણ અતીન્દ્રિય વસ્તુ તત્ત્વથી વિષય બનતી નથી.” આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય ખૂબ જ સ્પષ્ટ
છે
.