________________
પરિણામોમાં ફેરફાર કઈ રીતે થાય ? અર્થ એ શક્ય નથી.' આવી શઠ્ઠા નહીં કરવી જોઈએ. કારણ કે દેવપૂજાદિ સદનુષ્ઠાનના પ્રભાવથી; તે તે વસ્તુની પ્રાપ્તિના પ્રતિબંધકની નિવૃત્તિ થવાથી એક ક્યારામાંથી બીજા ક્યારામાં જેમ જળ પૂરાય છે તેમ પ્રકૃતિના આપૂરણથી(પૂર્વપ્રકૃતિના જ આપૂરણથી) ઉપર જણાવ્યા મુજબ સિદ્ધિવિશેષની પ્રાપ્તિ થાય છે. તેથી તેમાં(જાત્યાદિના પરિણામોતરમાં) કોઈ અનુપપત્તિ થતી નથી. ખેતરમાં પાણી પાનાર ખેડૂતને જ્યારે એક ક્યારામાંથી બીજા ક્યારામાં પાણી લઈ જવાનું થાય છે ત્યારે તે જેમ તે ક્યારામાં પાણી નાંખવા જતો નથી. પરંતુ પહેલાંની જેમ જ એ પાણી નાખ્યા કરે છે. તે વખતે તે ખેડૂત બીજા ક્યારામાં પાણી જે કારણે જતું ન હતું તે પાળ વગેરે દૂર કરી દે છે. તેથી પ્રતિબંધકના દૂર થવાથી ત્યાં પાણી પહોંચી જાય છે. આવી જ રીતે આ જન્મમાં જન્માંતરસંબંધી વિશિષ્ટ જાતિ, આયુષ્ય વગેરે ફળની પ્રાપ્તિ જે પ્રતિબંધકને લઈને થતી ન હતી તે અધર્મસ્વરૂપ પ્રતિબંધકને, અત્યંત તીવ્ર સંવેગથી સદનુષ્ઠાન કરવા દ્વારા દૂર કરાય છે. તેથી પૂર્વવત્ પ્રકૃતિના આપૂરણથી જ આ જન્મમાં તે તે વિશિષ્ટ જાતિ, આયુષ્ય અને ભોગ સ્વરૂપ ફળાંતર(પરિણામાંતર) પ્રાપ્ત થાય છે.
આ વાતને જણાવતાં “નૌષધિમન્નતપ:સમાધિના સિદ્ધયઃ' (૪-૨) . આ પાતંજલયોગસૂત્રમાં વર્ણવ્યું છે કે જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિના કારણે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પક્ષીઓ આકાશમાં ગમન કરે છે.. વગેરે