________________
થાય છે. મહેશ પુરુષવિશેષ છે; જે ત્રણેય કાળમાં ક્લેશ, કર્મ, વિપાક અને આશયથી અસંબદ્ધ છે-એ પ્રમાણે “क्लेशकर्मविपाकाऽऽशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः " (१૨૪) । આ પાતંજલયોગસૂત્રથી જણાવાયું છે.
અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ : આ પાંચ ક્લેશ છે, જેનું સ્વરૂપ હવે પછી જણાવાશે. ક્લેશ જેનું મૂળ છે એવો કર્મસ્વરૂપ આશય(ભાવ) છે. એનો અનુભવ આ જન્મમાં થાય છે; તેમ જ પરજન્મમાં પણ થાય છે. ઉપર જણાવ્યા મુજબ અવિદ્યાદિ સ્વરૂપ ક્લેશો અનેક પ્રકારના છે. તેના કારણે થનારા કર્માશયો પણ અનેક પ્રકારના છે. કેટલાંક કર્મો દૃષ્ટવેદનીય છે અને કેટલાંક કર્મો અદૃષ્ટવેદનીય છે. આ જન્મમાં જ જેનો અનુભવ થાય છે, તે કર્મો દૃષ્ટવેદનીય છે અને પરલોકમાં (પરજન્મમાં) જેનો અનુભવ થાય છે તે કર્મો અદષ્ટવેદનીય છે. એમાં મૂળભૂત કારણ અવિદ્યાદિ લેશો છે. તીવ્ર સંવેગ(અતિ-ઉત્કટ પ્રયત્ન)થી કરેલાં અતિ-ઉત્તમ પવિત્ર એવાં દેવતા-આરાધનાદિ કર્મો આ જ જન્મમાં જાતિ, આયુષ્ય અને ભોગ સ્વરૂપ ફળને આપે છે. શિલાદ નામના મુનિના નંદી નામના કુમારે મહાદેવજીની અત્યુગ્ર (શ્રેષ્ઠ) પૂજા કરીને મનુષ્યશરીરનો ત્યાગ કરી તે જન્મમાં જ દેવના શરીરને ધારણ કરી તે અમર થયો હતો. આ રીતે દેવતાના આરાધનથી આ જન્મમાં જ તેને વિશિષ્ટ જાતિ, આયુષ્ય અને ભોગ સ્વરૂપ ફળની પ્રાપ્તિ થઈ હતી.
‘આ પ્રમાણે જન્મ, શરીર, આયુષ્ય, ઈન્દ્રિયો વગેરેના
૨