________________
‘‘તંત્ર નિતિશય સર્વજ્ઞવીનમ્' (?-૨) । આ પાતંજલ યોગ-સૂત્રથી જણાવી છે. એનો આશય સ્પષ્ટ છે કે ઈશ્વરમાં સર્વજ્ઞતાનું કારણભૂત કાષ્ઠાપ્રાપ્ત જ્ઞાન છે. સત્ત્વગુણની તરતમતાને લઈને કોઈ પુરુષ વર્તમાનકાળના જ પદાર્થોને જાણે છે અને કોઈ ભૂતકાલાદિના પણ જાણે છે. તેમ જ કોઈ પુરુષ સ્થૂલ પદાર્થોને જ જાણે છે અને કોઈ સૂક્ષ્મને પણ જાણે છે. આ રીતે સર્વત્ર તરતમતાવાળું જ્ઞાન હોય છે. તે કોઈ સ્થાને પરાકાષ્ઠાને પામેલું હોવું જોઈએ : એ નિયમથી પરમાત્મામાં સર્વજ્ઞતાનું કારણભૂત નિરતિશય (સર્વોત્કૃષ્ટ) જ્ઞાન સિદ્ધ થાય છે. આવી જ રીતે વૈરાગ્ય, ધર્મ અને ઐશ્વર્ય વગેરે પણ પરમાત્મામાં પરાકાષ્ઠાને પામેલા છે. મુક્તાત્માઓમાં આવી અવસ્થા નથી. અનાદિથી તેઓ બદ્ધ હતા, કાલાંતરે તેઓ મુક્ત થયા છે અને ભવિષ્યમાં પાછા પરમાત્માની ઈચ્છાથી તેઓ સંસારમાં આવશે. તેથી મુક્તાત્માઓથી અતિરિક્ત પરમાત્મા છે, જેમના અનુગ્રહથી જીવોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. II૧૬-૩ના
888888
આ રીતે પરમાત્માને મુક્તાત્માઓથી અતિરિક્ત સિદ્ધ કરીને બ્રહ્માદિ દેવોથી પણ તેઓ અતિરિક્ત છે; તેમાં યુક્તિ જણાવાય છે
ऋषीणां कपिलादीनामप्ययं परमो गुरुः । तदिच्छया जगत्सर्वं यथाकर्म विवर्त्तते ॥ १६-४॥
,
‘કપિલાદિ ઋષિઓના પણ ઉત્કૃષ્ટ ગુરુ ઈશ્વર છે.
૧૨