________________
અનાશય ચિત્ત યોગીઓને હોય છે. આ વાત તત્ર ધ્યાન મનાય” (૪-૬) એ આ સૂત્રથી જણાવી છે. તેથી જ ધ્યાનથી ઉત્પન્ન અનાશય ચિત્તવાળા યોગીજનોનું કર્મ અશુકલાકૃષ્ણ હોય છે. “શવજીur યોનિનત્રિવિમિતરેષા” (૪-૭) : આ યોગસૂત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે યોગીજનોને અશુલાકૃષ્ણ કર્મ હોય છે અને તેમનાથી ભિન્ન જનોને શુક્લ, કૃષ્ણ તેમ જ શુક્લકૃષ્ણ : આ ત્રણ પ્રકારના કર્મો હોય છે. શુભ ફળને આપનારું યોગાદિ સ્વરૂપ કર્મ શુક્લ છે. બ્રહ્મહત્યાદિ સ્વરૂપ કર્મ અશુભ ફળને આપનારું હોવાથી કૃષ્ણ છે. ઉભયથી સંકીર્ણ કર્મ શુક્લકૃષ્ણ છે. દાન, તપ અને સ્વાધ્યાયાદિને કરનારાને શુક્લ કર્મ છે; નારકીઓને કૃષ્ણ કર્મ છે અને મનુષ્યાદિને શુક્લકૃષ્ણ કર્મ છે. યોગીજનોને એ ત્રણેય કર્મથી વિલક્ષણ એવું ચોથું અશુલાકૃષ્ણ કર્મ હોય છે.
યોગીજનોને છોડીને બીજા બધા અયોગીજનોનું ચિત્ત સાશય હોય છે. કારણ કે અયોગીજનો જે કર્મ કરે છે તે, તેના ફળને પ્રાપ્ત કરવાના આશયથી કરે છે. તે વખતે તેમને ફળના ત્યાગની ભાવના હોતી નથી. તેથી તે શુક્લ વગેરે ત્રણ કર્મથી તેના વિપાકને અનુકૂળ જ વાસનાઓની અભિવ્યક્તિ થાય છે. આ વાત “તતસ્તવિપાશાનુપુણાના મેવામચેંવિનાના” (૪-૮) આ સૂત્રથી જણાવેલી છે. શુક્લાદિ કર્મજન્ય જે જાત્યાદિ ફળ પ્રાપ્ત થાય છે, તે તે ફળને અનુગુણ(ઉન્મુખ) એવી વાસનાઓનો (સંસ્કારોનો) તે તે કાળે આવિર્ભાવ થઈ જાય છે, જેથી
అలలలలలలలందల