________________
भूम्यलाभः समाधीनां, भुवोऽप्राप्तिः कथञ्चन । लाभेऽपि तत्र चित्तस्याप्रतिष्ठा त्वनवस्थिति: ॥ १६-१२ ॥
‘“સમાધિની ભૂમિની અપ્રાપ્તિને ભૂખ્યલાભ કહેવાય છે અને કોઈ રીતે સમાધિની ભૂમિનો લાભ થવા છતાં તેમાં ચિત્તની જે અપ્રતિષ્ઠા છે; તેને અનવસ્થિતિ કહેવાય છે.’’આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. તાત્પર્ય એ છે કે ગમે તે કારણે પ્રતિબંધકાદિવશ સમાધિસ્થાનની પ્રાપ્તિ ન થવાથી યોગની સાધનામાં અવરોધ થાય છે. એ અવરોધ ભૂખ્યલાભસ્વરૂપ અંતરાયના કારણે છે. અલબ્ધભૂમિકત્વ અને ભૂખ્યલાભ બંન્ને એક છે. યોગની સાધના માટે ચિત્તની પ્રસન્નતાદિની આવશ્યકતા છે. સમાધિની ભૂમિકા પ્રાપ્ત ન થાય એટલે યોગની સાધનામાં વિક્ષેપ પડે જ. આવા સંયોગોમાં સમાધિની ભૂમિકા માટે પ્રયત્ન કરી લેવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી.
ય
એવા કોઈ પ્રયત્નથી સમાધિની ભૂમિકા(સ્થાન) પ્રામ થઈ જાય તો ય તે સમાધિની ભૂમિકામાં ચિત્તનો નિવેશ ન થાય ત્યારે તે અવસ્થાને અનવસ્થિતિ કહેવાય છે. સમાધિની ભૂમિમાં ચિત્તનો અનિવેશ પણ યોગની સાધનાને અટકાવી દે છે. તેથી તેને અનવસ્થિતિ(અનવસ્થિતત્વ)સ્વરૂપ અંતરાય-પ્રત્યૂહ કહેવાય છે. અન્યત્ર આ પ્રત્યૂહ-અંતરાયોને ચિત્તવિક્ષેપ, યોગમલ, યોગપ્રતિપક્ષ... ઈત્યાદિ સ્વરૂપે વર્ણવ્યા છે, જેનું તાત્પર્ય સ્થંચિત્ સમાન જ છે. અર્થની દૃષ્ટિએ એમાં ખાસ ભેદ નથી. ।।૧૬-૧૨
8888
૨૪