________________
રીતે અસ્પષ્ટ શાબ્દજ્ઞાનમાં સ્પષ્ટતા થતી હોય છે. આથી જ મહર્ષિ વ્યાસે પણ એ પ્રમાણે કહ્યું છે. (જે હવે પછીના શ્લોકમાં જણાવાય છે.) I/૧૬-૨થા
SALALAGRUB વ્યાસઋષિએ જે કહ્યું છે : તે જણાવાય છેआर्ष धर्मोपदेशञ्च, वेदशास्त्राविरोधिना । यस्तर्केणानुसन्धत्ते, स धर्म वेद नेतरः ॥१६-२८॥
મનુસ્મૃતિ વગેરે સ્વરૂપ ઋષિપ્રણીત અને તન્યૂલક પુરાણાદિ સ્વરૂપ ધર્મોપદેશનો, વેદશાસ્ત્રથી અવિરુદ્ધ એવા તર્કથી જે વિચાર કરે છે તે જ ધર્મને જાણે છે. તેનાથી બીજા જાણતા નથી.”-આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે ઋષિઓએ બનાવેલાં તે તે શાસ્ત્રોને આર્ષ કહેવાય છે. એ શાસ્ત્રાનુસારે જે જણાવાય છે તે ધર્મોપદેશસ્વરૂપ છે. આર્ષ અને ધર્મોપદેશનું અનુસંધાન; જેઓ પરસ્પર વેદ અને શાસ્ત્રના અવિરોધી એવા તર્કથી કરે છે, તે જ વાસ્તવિક રીતે ધર્મને જાણે છે. પરંતુ જેઓ એ રીતે વિચારણા(અનુસંધાન) કરતા નથી, તેઓ વાસ્તવિક રીતે ધર્મને જાણતા નથી.
આથી સ્પષ્ટ છે કે શાસ્ત્રની વાતમાં અસ્પષ્ટતા હોવાથી વેદાદિના અવિરોધી એવા તર્કથી તેનું અનુસંધાન કર્યા પછી જ ધર્મના વાસ્તવિક જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે-એમ વ્યાસઋષિએ જણાવ્યું છે. ૧૬-૨૮
SDXR8B*DUB