________________
પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા સ્વરૂપ જ પરમાત્માનો અનુગ્રહ છે; એ વાતનું સમાપન કરાય છેशास्त्रादौ चरणं सम्यक्, स्याद्वादन्यायसङ्गतम् । ईशस्यानुग्रहस्तस्माद्, दृष्टेष्टार्थाविरोधिनः ॥ १६-२९॥
‘તેથી દૃષ્ટ અને ઈષ્ટ અર્થના અવિરોધીનું શાસ્ત્રાદિના વિષયમાં સ્યાદ્વાદની નીતિથી સઙ્ગત એવું જે આચરણ છે તે જ પરમાત્માનો અનુગ્રહ છે.’’-આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગદર્શનકારના જણાવ્યા મુજબ પરમાત્માના અનુગ્રહથી જ પુરુષનો મોક્ષ થાય છે, એ વાત અસદ્ગત છે તેમ જ પુરુષ, પ્રકૃતિ, વગેરેનું સ્વરૂપ વાસ્તવિક નથી... ઈત્યાદિ આ પૂર્વે સ્પષ્ટ રીતે જણાવ્યું છે. તે તે દાર્શનિકોની વાતો જે રીતે દષ્ટ(પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ) અને ઈષ્ટ (આગમપ્રતિપાદિત) અર્થના વિરોધથી યુક્ત છે તે રીતે જૈન દર્શનના સિદ્ધાંત દèટાર્થના વિરોધી નથી... ઈત્યાદિ પણ આ પૂર્વેના નિરૂપણથી સમજી શકાય છે.
તેથી પરમાત્માના અનુગ્રહથી જ આત્માનો મોક્ષ થાય છે. તેમની ઈચ્છા હોય ત્યારે આત્માને મુક્ત બનાવે અને અન્યથા આત્માને તેઓ સંસારમાં રાખે... ઈત્યાદિ વાસ્તવિક નથી. દૃષ્ટ અને ઈષ્ટાર્થનો જે અવિરોધી છે; એવા આત્મા ઉપર પરમાત્માનો અનુગ્રહ જ એ છે કે સ્યાદ્વાદની મુદ્રાએ વસ્તુતત્ત્વને અનુસરી આગમાદિ શાસ્ત્ર
૪૭