Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ છે કે નીલ, કૃષ્ણ અને રકત વગેરે રૂપને સારી રીતે જોવા માટે અંધજનો જેમ સમર્થ બનતા નથી, તેવી રીતે આત્માદિવિશેષસ્વરૂપ અતીન્દ્રિય વસ્તુનો પરમાર્થથી નિશ્ચય કરવા માટે છઘ0 એવા પ્રમાતાઓ પણ સમર્થ બનતા નથી અર્થાત્ તેમના માટે અતીન્દ્રિય વસ્તુ જ્ઞાનનો વિષય બનતી નથી. ૧૬-૨પા જીરજીk88888 છવસ્થો માટે અતીન્દ્રિય વસ્તુ જ્ઞાનનો વિષય બનતી નથી, તો તેનું નિરૂપણ કઈ રીતે યોગ્ય છે ?-આ શટ્ટાનું સમાધાન કરાય છેहस्तस्पर्शसमं शास्त्रं, तत एव कथञ्चन । अत्र तनिश्चयोऽपि स्यात्, तथा चन्द्रोपरागवत् ॥१६-२६॥ “શાસ્ત્ર હસ્તસ્પર્શસમાન છે. તેનાથી જ અહીં થંચિદ્ર અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય; ચંદ્ર અને રાહુના સ્પર્શની જેમ થાય છે. આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે જ્યારે આંખથી દેખી શકાય એમ ન હોય ત્યારે હાથેથી સ્પર્શ કરીને ઘટાદિ પદાર્થોનો જેમ નિર્ણય કરાય છે તેમ શાસ્ત્ર પણ કથંચિઃ અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરાવે છે, તેથી તે તે વસ્તુની ઉપલબ્ધિના કારણભૂત હસ્તસ્પર્શ-જેવું છે. આ શાસ્ત્રથી જ અહીં છવસ્થ પ્રમાતાને(અર્થને ગ્રહણ કરનારને) કોઈ પણ પ્રકારે અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય થાય છે. જેમ વર્ધમાનત્વ(વધતી અવસ્થા) અને હીયમાનત્વ(ઘટતી અવસ્થા)... વગેરે વિશેષ સ્વરૂપે ચંદ્ર અને లలలల లలలలల

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58