________________
કુટિલતાનો આવેલ છે. તત્ત્વના અર્થની સિદ્ધિ થયે છતે, નામમાત્રનો ક્લેશ તો યોગનો વિરોધી પરિણામ બને છે. પરંતુ ધર્મવાદથી જિજ્ઞાસુભાવે વિશેષની વિચારણા યોગની વિરોધિની નથી.
યોગબિંદુમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે, “કાલાતીતે જે કહ્યું છે કે ઈશ્વર અને કર્મ(પ્રકૃતિ) વગેરેના વિશેષની વિચારણા નિરર્થક છે, તે સુંદર છે. કારણ કે પરમાર્થની ચિંતાથી દેવતાદિના વિષયમાં પ્રવૃત્તિનું કારણ શાસ્ત્ર છે. મુક્ત, બુદ્ધ અને અહ... વગેરે નામના ભેદથી પરમાત્માદિમાં ભેદ માનવો તે કુચિતિકાગ્રહ અર્થાત્ કુટિલતાના આવેશ સ્વરૂપ છે.”
“વિદ્વાનો માટે આવો કુચિતિકાગ્રહ યુક્ત નથી, કારણ કે તે તાત્ત્વિક વિદ્વાનોને ઔદમ્પર્ય(રહસ્ય) પ્રિય હોય છે અને તે ઐદમ્પર્ય અહીં કાલાતીતના મતમાં પણ શુદ્ધ છે; એ વિચારવું જોઈએ.”
ઈશ્વર અને પ્રકૃતિમાં; તેવા પ્રકારનો અભ્યપગમ કરવાથી બંન્નેમાં પરિણામિત્વ નિશ્ચિત છે. કારણ કે તેવા પ્રકારના યોગ્ય જીવો ઉપર ઈશ્વર દ્વારા અનુગ્રહ કરાય છે; તેમ જ પ્રકૃતિ દ્વારા તે તે કાળે પ્રવૃત્તિ થાય છે.” આશય એ છે કે કાળવિશેષમાં પુરુષ ઉપર ઈશ્વર અનુગ્રહ કરે છે અને પ્રકૃતિ તેમ તેમ પ્રવૃત્તિ કરે છે-એ પ્રમાણે કાલાતીતે માન્યું છે. તેથી એ મુજબ ઈશ્વર અને પ્રકૃતિ : બંન્નેમાં નિત્ય એકરૂપતા નથી. ક્રમિક અનેકરૂપતા બળાત્કારે માનવી પડે છે. તેથી ઉભયમાં પરિણામિત્વ જ છે-એ ચોક્કસ છે.
అలంలంలంలంలంలంలంలంలో
Dave
29