________________
અને કર્મનો સિદ્ધ કરનાર અનુમાન; સામાન્યથી દેવ અને કર્મને જ સિદ્ધ કરે છે, પરંતુ તેના મૂર્તત્વાદિવિશેષને સિદ્ધ કરતા નથી. તેથી ઉપર જણાવ્યા મુજબ અનુમાનથી દેવનો ને કર્મનો સામાન્યથી સ્વીકાર થાય છે. મૂર્તત્વાદિ સર્વવિશેષથી અનુગત દેવનો અને કર્મનો સ્વીકાર શક્ય નથી. આથી સ્પષ્ટ છે કે દેવાદિના વિશેષની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. કારણ કે તે અનુમાનનો વિષય બનતા નથી અને આમપુરુષનાં વચનોથી પણ એનો નિર્ણય શક્ય નથી... ઈત્યાદિ ઉપર જણાવ્યું છે. ૧૬-૨૩
BLAUREAU આ રીતે શ્લોક નં. ૧૭ થી ૨૩ સુધીના શ્લોમાં જણાવેલી “કાલાતીત' નામના શાસ્ત્રકારની વાતનો સાર એ છે કે “ભવ-સંસારના કારણમાત્રના જ્ઞાનથી ભવના કારણને દૂર કરવા માટે ગુણવત્પષ-ઈશ્વરની આરાધના કરવી જોઈએ. વિશેષ ધર્મોની વિચારણા કરવાનું કોઈ પ્રયોજન નથી.”-આ પ્રમાણે કાલાતીતે જે જણાવ્યું છે, તે એક અપેક્ષાનુસારે માની શકાય છે. વિશેષ વિચારણા કરવા માટે જે સમર્થ નથી; તેની પોતાની માન્યતાના આગ્રહના ઉચ્છેદ માટે સામાન્યથી યોગની પ્રવૃત્તિના આશયથી કાલાતીતની વાત મનાય છે. પરંતુ જેઓ મૂર્તવાદિવિશેષની વિચારણા કરવા માટે સમર્થ છે; તે અભિનિવેશથી રહિત આત્માઓ માટે તો વિશેષની શાસ્ત્રાનુસારી વિચારણા પણ; ભગવાનની વિશિષ્ટ ઉપાસના રૂપ હોવાથી અશ્રદ્ધામલના
வாயை மாமா மாயையையை