________________
પ્રક્ષાલન વડે તત્ત્વજ્ઞાનગર્ભિત વૈરાગ્યનું પરમકારણ હોવાથી વિશિષ્ટ કર્મની નિર્જરાનું કારણ બને છે તેથી વિશેષની વિચારણા સર્વથા નિષ્ફળ નથી. (કાલાતીતે સર્વથા નિષ્ફળ તરીકે વર્ણવી છે.) આ આશયથી જણાવાય છે
आस्थितं चैतदाचार्यैस्त्याज्ये कुचितिकाग्रहे । शास्त्रानुसारिणस्तर्कान्नामभेदानुपग्रहात् ॥ १६-२४॥
“આ કાલાતીતે જણાવેલી વાત કુચિતિકાના ત્યાગ માટે પૂ. આચાર્યભગવંતે સ્વીકારી છે. કારણ કે શાસ્ત્રાનુસારી તર્કથી અર્થની સિદ્ધિ થયે છતે નામવિશેષમાં કોઈ આગ્રહ નથી.’’-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે કે પૂ.આ.ભ. શ્રી હરિભદ્ર સૂ. મહારાજાએ યોગબિંદુમાં કાલાતીતે જણાવેલી વાતનો સ્વીકાર કર્યો છે. એનું કારણ એ છે કે પોતાની માન્યતામાં જે કુચિતિકા-કૌટિલ્ય(આગ્રહ) હોય છે તેના પરિહાર માટે કાલાતીતે જણાવેલી વાત બરાબર છે. કારણ કે સામાન્યથી ગુણવત્પુરુષને ઈશ્વર માન્યા પછી, તેમના તે તે વિશેષને આશ્રયીને ‘આ બરાબર અને તે બરાબર નહિ’... ઈત્યાદિ સ્વરૂપ જે કુચિતિકા(આગ્રહ) છે તેને દૂર કરવા માટે પરમાત્માદિમાં વિશેષનું અન્વેષણ નિરર્થક છે.. એ જણાવવાનું ઉચિત છે. શાસ્ત્રાનુસારી તર્કથી ગુણવત્પુરુષવિશેષને ઈશ્વર માનવાનું અને ભવના કારણ તરીકે કર્મ માનવાનું કાર્ય સિદ્ધ થઈ ગયા બાદ તેમના નામમાં વિવાદ કરવાનો રહેતો નથી. એવો વિવાદ કૃષિતિકા અર્થાત્
૪૧