Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ કારણ કે દેવતાદિના વિશેષને સિદ્ધ કરવા માટે જે અનુમાન જણાવાય છે, તે અનુમાનનો વિષય સામાન્ય દેવાદિ જ છે. તેથી પણ દેવાદિગત બધા વિશેષની પ્રતીતિ થતી ન હોવાથી વિશેષને જણાવવાનો પ્રયત્ન અકિંચિત્કરઅસ્થાને છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નિર્દોષપુરુષવિશેષ સ્વરૂપ દેવ અને કર્મ : એ બન્નેનું પ્રત્યક્ષ થતું ન હોવાથી તે બંન્ને અનુમાનના વિષય છે. “જે જે ચય અને અપચય ધર્મ(સ્વભાવ)વાળા છે તે કોઈ સ્થાને સર્વથા પણ ઉચ્છેદને પામે છે. જેમ રોગીઓના રોગ ઓછાવધતા પ્રમાણવાળા હોવાથી સર્વથા ઉચ્છેદને પામે છે તેમ જ આકાશમાં મેઘ(વાદળ) ઓછાવધતા હોય છે તો કોઈ વાર સર્વથા તે મેઘરહિત પણ હોય છે. તેવી રીતે રાગદ્વેષાદિ દોષો પણ ચયાપચયધર્મવાળા હોવાથી જ્યાં તે સર્વથા ઉચ્છેદ પામે છે તે અતિશયસંપન્ન પુરુષવિશેષ દેવ છે, જેમને તે તે દર્શનકારોએ મુક્ત, બુદ્ધ.. વગેરે સ્વરૂપે વર્ણવ્યા છે.” આ રીતે દેવ અનુમાનના વિષય છે. એવી જ રીતે “જે બેનાં સાધન(દર-બાહ્ય) સરખાં છે એવા બન્નેના ફળમાં જે વિશેષ છે તે ચોક્કસ કોઈ અદષ્ટ સાધનને લઈને છે. કારણ કે તે ફળવિશેષ કાર્ય છે. જે જે કાર્ય છે તે કારણ વિના ન થાય. જેમ માટી વિના ઘટ થતો નથી. ફળવિશેષ કાર્ય છે. તેથી તે અદૃષ્ટ કારણવિશેષથી થાય છે. તે કારણનું નામ જ કર્મ છે.” આ રીતે કર્મ અનુમાનનો વિષય છે. આથી સમજી શકાશે કે દેવ ૩૯ S S S S S S S S S

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58