Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 42
________________ જ છે. નામનો ભેદ ભેદ નથી, તે અકિંચિત્ઝર છે. ૫૧૬-૨૧૫ યદ્યપિ તે તે દર્શનકારોએ સંસારના કારણ તરીકે અવિદ્યાદિને માન્યા છે અને સાથે તેમાં મૂર્ત્તત્વ-અમૂર્ત્તત્વ, એકત્વ-અનેકત્વ, વગેરે વિશેષની પરિકલ્પના કરી છે. તેથી માત્ર નામનો જ ભેદ છે એવું નથી, વિશેષનો પણ ભેદ છે; પરંતુ તે અકિંચિત્કર છે એ જણાવાય છેअस्यापि योऽपरो भेदश्चित्रोपाधिस्तथा तथा । નીયતેઽતીત હેતુભ્યો, થીમતાં સોડવ્યપાર્થઃ ।।o૬-૨ા “આ પ્રધાન-પ્રકૃતિમાં પણ ભિન્ન ભિન્ન પ્રકારના વિશેષની કલ્પના કરાય છે. તે પણ પૂર્વે જણાવેલા હેતુઓના કારણે બુદ્ધિમાનો માટે નિરર્થક છે.’’-આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અવિદ્યા, ક્લેશ, કર્મ, વાસના, પાશ અને પ્રધાનને સંસારના કારણ માન્યા પછી ભવહેતુત્વથી ભિન્ન તેમાં અમૂર્ત્તત્વ વગેરે વિશેષની તે તે દર્શનકારોએ કલ્પના કરી છે. કર્મ મૂર્ત છે, અવિદ્યાદિ અમૂર્ત છે; કર્મ અનંત છે, અવિદ્યાદિ સામાન્યથી એક છે... ઈત્યાદિ રીતે સંસારના કારણ તરીકે અભિમત અવિદ્યાદિમાં તે તે વિશેષની કલ્પનાઓ કરી છે. પરંતુ વિશેષસ્થાપ૦િ (૬-૨૦) આ શ્લોકથી જણાવેલા તે તે કારણે દેવતાગત વિશેષ જ નહિ અવિદ્યાદિગત વિશેષ પણ બુદ્ધિમાનો માટે નિરર્થક છે. અર્થાત્ ૩૭

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58