________________
જુદી જુદી વસ્તુનો સ્વીકાર કરવામાં આવે છે.
આ રીતે પરસ્પર તે તે દર્શનકારોની વાતમાં પરસ્પર વિરોધ આવે છે. તેમ જ ગુણના પ્રર્ષ સ્વરૂપ વિશેષવાળા પુરુષ સ્વરૂપ પરમાત્માની આરાધનાથી પ્રાપ્ત કરવા યોગ્ય કલેશાભાવસ્વરૂપ ફળમાં કોઈ જ ભેદ(મતભેદ) નથી. અર્થાદ્ ગુણપ્રકર્ષસ્વરૂપે પરમાત્માની આરાધનાથી કલેશના અભાવ
સ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે : એમાં કોઈને વિવાદ નથી. તેથી પરમાત્મામાં એકાંતે નિત્યસ્વાદિ વિશેષની કલ્પના નિરર્થક છે. ભાવથી-પરમાર્થથી (વાસ્તવિક રીતે) ગુણપ્રકર્ષાત્મક વિશેષવાળા પરમાત્માની પ્રત્યેનું બહુમાન જ ફળ(કલેશાભાવસ્વરૂપ ફળ)ને આપનારું છે અને તે મુક્ત, બુદ્ધ વગેરે બધામાં સરખું જ છે. I૧૬-૨ના
SAURURLAUB સંસારના કારણને આશ્રયીને કલ્પનાની નિરર્થકતા જણાવાય છે
अविद्याक्लेशकर्मादि, यतश्च भवकारणम् । તતઃ પ્રધાનમેવૈત, સંમેમુપાતિમ્ ૨૬-રશા
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે વેદાંતીઓ અવિદ્યાને, સાખ્યો કલેશને, જૈનો કર્મને અને બૌદ્ધો વાસનાને તેમ જ શૈવો પાશને ભવ-સંસારનું કારણ માને છે. તેથી અવિદ્યા વગેરે જે તે તે દર્શનકારોએ સંસારના કારણ તરીકે માન્યા છે, તે અમે માનેલા પ્રધાનસ્વરૂપ(પ્રકૃતિસ્વરૂપ) જ ભવના હેતુ છે. માત્ર નામનો ભેદ છે. બાકી તો ભવહેતુત્વ સ્વરૂપ એક