________________
પરિકલ્પના કરી છે, તે નિરર્થક છે. કારણ કે તેમાં કોઈ પ્રમાણ નથી. સ્થૂલ પ્રત્યક્ષથી તેનું જ્ઞાન થતું ન હોવાથી આપણાજેવાને એ વિશેષ જાણવામાં આવતા નથી. અર્થાદ્ આપણાજેવાને એ અનુભવગમ્ય થતા નથી. પિ તેવા પ્રકારના પ્રત્યક્ષથી દેવતાગત વિશેષનું સંવેદન થતું ન પણ હોય, તોપણ યુક્તિઓ-અનુમાનોથી તે વિશેષને જાણી શકાય છે. પરંતુ એ અનુમાનો અસિદ્ધિ વગેરે દોષોના કારણે અનુમાનાભાસસ્વરૂપ છે તેમ જ બૌદ્ધ અને વેદાંતી વગેરેની યુક્તિઓ બહુલતયા વિરુદ્ધ છે.
વેદાંતીઓના મતે પ્રપંચ(સૃષ્ટિ)નું અધિષ્ઠાન હોવાથી પરમાત્મા એકાંતે નિત્ય છે અને જ્યાં અર્થક્રિયાકારિત્વ હોય છે ત્યાં સ્વભાવભેદ હોય છે, તેથી બૌદ્ધો આત્માને એકાંતે જ અનિત્ય માને છે. પરમાત્માને નિત્ય માનનારાનું કહેવું એ છે કે પરમાત્મા ધર્મદેશના... વગેરે સ્વરૂપ પોતાની અર્થક્રિયા(કાર્ય) પોતાની ઉત્પત્તિના ક્ષણમાં કરે, પોતાની ઉત્પત્તિની પૂર્વે કરે અથવા પોતાની ઉત્પત્તિની પછીના ક્ષણમાં કરે : આ ત્રણેય વિકલ્પો આત્માને અનિત્ય માનવાથી સ્વીકાર્ય બનતા નથી. કારણ કે પહેલા વિકલ્પમાં, પોતાની ઉત્પત્તિ અને તે જ વખતે બીજાની પણ પોતાથી ઉત્પત્તિ : એ બંન્ને એક કાળમાં શક્ય નથી. બીજા વિકલ્પમાં, પોતે જ જ્યાં અસત્ છે ત્યાં તે દેશનાદિને કરે એ શક્ય નથી. અન્યથા ભાવી મોરનો ટહૂકો માનવાનો પ્રસ આવશે. તેમ જ ત્રીજો વિકલ્પ પણ માની શકાય એવો નથી. કારણ કે પોતે નાશ પામ્યા પછી તે દેશના
૩૪