Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ अन्येषामप्ययं मार्गो, मुक्ताविद्यादिवादिनाम् । अभिधानादिभेदेऽपि, तत्त्वनीत्या व्यवस्थितः ॥१६-१७॥ “મુક્તાદિવાદીઓ અને અવિદ્યાદિવાદીઓ એવા બીજા દર્શનકારોએ પણ અમે જણાવેલો માર્ગ નામાદિના ભેદથી વાસ્તવિક રીતે વ્યવસ્થિત ર્યો છે. અર્થા માન્યો છે.”-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ સંસારના કારણ તરીકે અવિદ્યા, વાસના, પ્રકૃતિ ઈત્યાદિને અને આ સંસારથી મુક્ત થયેલા એવા આત્માઓને મુક્ત, બુદ્ધ ઈત્યાદિ સ્વરૂપે માનનારા અન્ય દર્શનકારોનો પણ માર્ગ(દેવતાદિસંબંધી માર્ગ) અમે (કાલાતીતે) જણાવેલો જ છે. માત્ર નામ અને અંશતઃ સ્વરૂપના ફરથી તેઓએ અમોએ જણાવેલો માર્ગ પ્રતિષ્ઠિત કર્યો છે. પરમાર્થથી તેમનો અને અમારો માર્ગ એક જ છે. માત્ર એમાં નામ અને વિશેષ ધર્મ વગેરેને આશ્રયીને થોડો ફરક છે. આ વિષયમાં મિત્રાદિ ચાર દષ્ટિઓના સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો ઉપર જણાવેલી વિગત સ્પષ્ટપણે સમજી શકાશે. સામાન્ય રીતે આ સંસારની અસારતાદિનો વાસ્તવિક ખ્યાલ જેમને આવ્યો છે; એવા જીવોને “આ સંસારનો ઉચ્છેદ કઈ રીતે થશે.” આવી જિજ્ઞાસાવિશેષ ઉત્પન્ન થાય છે. એને લઈને તેઓ પૂ. ગુરુદેવાદિના પરિચયાદિ દ્વારા સંસારનાં કારણો; મોક્ષનું સ્વરૂપ અને તેને (મોક્ષને) પ્રાપ્ત કરવાનો યોગમાર્ગ જાણી લેવાનો પૂરતો પ્રયત્ન કરી લે છે. એ વખતે તેમને સ્પષ્ટ સમજાય છે કે ద్వంద్యాలయాలలలలలో

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58