________________
કારણે પરમાત્માનો જપ; સ્તોત્રપાઠ કરતાં કરોડ ગુણ ફ્ળપ્રદ બને છે. કારણ કે વાગ્યોગની અપેક્ષાએ મનોયોગનું સામર્થ્ય અધિક છે. આથી જ મૌનવિશેષથી અંતર્જલ્પાકાર જપ પ્રશસ્તરૂપે મનાય છે.
યોગના કારણે ઉત્પન્ન થયેલી દષ્ટિ સ્વરૂપ પ્રાતિભજ્ઞાનથી યોગના વિશારદ પુરુષો આ જપને ધ્યાનની વિશ્રામભૂમિકા તરીકે જણાવે છે. અર્થાદ્ ધ્યાનને પામવા માટેની શરૂઆત આ જપથી કરવામાં આવે છે. ધ્યાનની સિદ્ધિના શિખરે આરોહણ કરવા માટે પ્રથમ ભૂમિકા સ્વરૂપ આ જપ છે. ત્યાંથી જ ચઢવાની શરૂઆત થાય છે.
||૧૬-૧૫॥
&A
પાતંજલદર્શનના અનુયાયીઓ વગેરે, જેવા ઈશ્વરને માને છે; તેવા ઈશ્વરને તમે(જૈનો) માનતા નથી; તો આર્થવ્યાપાર(તદાજ્ઞાપાલનસ્વરૂપ વ્યાપાર)ને આશ્રયીને પણ પરમાત્માના અનુગ્રહની સિદ્ધિ કઈ રીતે થાય ? આ શાના સમાધાનમાં વિષયવિશેષના પક્ષપાતથી જ તે સિદ્ધ થાય છે... ઈત્યાદિ અભિપ્રાયે જણાવાય છે. અર્થાત્ તાદશ અભિપ્રાયથી ગ્રંથકારશ્રી જણાવે છે
माध्यस्थ्यमवलम्ब्यैव, देवतातिशयस्य च । सेवा सर्वैर्बुधैरिष्टा, कालातीतोऽपि यजगौ ॥ १६-१६॥
“માધ્યસ્થ્યનું અવલંબન લઈને જ દેવતાતિશયની સેવા બધા વિદ્વાનોએ ઈષ્ટ માની છે, જેથી કાલાતીતે
૨૮