________________
દોષની અનુબંધશક્તિ નાશ પામે છે. તેથી ઉત્તરોત્તર વ્યાધિ વગેરે પ્રચૂહોની પરંપરા ચાલતી નથી. નિરનુબંધ એ અંતરાયો વર્તમાનમાં એવું વિશેષ વિઘ્ન નાખતા નથી કે જેથી યોગની સાધનાનો પ્રતિબંધ થાય. આથી સ્પષ્ટ છે કે પરમાત્માના પ્રણિધાનથી બંન્ને પ્રકારના(સોપકમ અને નિરુપક્રમ કર્મથી ઉત્પન્ન) પણ અંતરાયોનું સામર્થ્ય નષ્ટ થઈ જાય છે. કાં તો વિઘ્ન રહેતું નથી અને વિશ્ન હોય તો તે સામર્થ્યહીન અકિંચિત્કર બની જાય છે. ૧૬-૧૩યા
ઈશ્વરના જાપથી પ્રચૂહોનો સંક્ષય થાય છે તે જણાવીને હવે તેનાથી પ્રાપ્ત થતા પ્રત્યચૈતન્યનું સ્વરૂપ જણાવાય છેप्रत्यक्चैतन्यमप्यस्मादन्तर्योतिःप्रथामयम् । बहिर्व्यापाररोधेन, जायमानं मतं हि नः ॥१६-१४॥
“જપથી બાહ્યવ્યાપારના નિરોધ વડે ચિત્તમાં આંતરિક જ્યોતિના વિસ્તારમય ઉત્પન્ન થતું પ્રત્યક ચૈતન્ય પણ અમને માન્ય છે.”-આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પરમાત્મા-ઈશ્વરના જાપથી બાહ્ય શબ્દ રૂપ, રસ વગેરે અર્થમાં ચિત્તનો વ્યાપાર બંધ થવાથી અંતરમાં જ્ઞાનાદિની વિશુદ્ધિનો વિસ્તાર થાય છે. તન્મય જે ચૈતન્ય છે તેને પ્રત્યક ચૈતન્ય કહેવાય છે.
પરમાત્માના જપથી ચિત્ત બાહ્ય ઈન્દ્રિયોના શબ્દાદિ અર્થને ગ્રહણ કરવાથી વિરામ પામે છે. તેથી શુદ્ધ સાત્વિક