________________
ભાવોથી જ્ઞાનાદિ વિશુદ્ધ-વિસ્તૃત બને છે. આને જ્યોતિ - પ્રથા કહેવાય છે. તન્મયચિત્ત પ્રત્યચૈતન્યાન્વિત બને છે. આવું ચિત્ત શુદ્ધ નિર્મળ ક્ષયોપશમભાવાદિના જ્ઞાનાદિથી યુક્ત હોવાથી અમને(જૈનોને) પણ એ અભિમત છે. તેથી પરમાત્માના અનુગ્રહની જેમ પ્રત્યચૈતન્ય પણ અમને માન્ય છે. કારણ કે એ રીતે એના લાભથી જ ભક્તિ અને શ્રદ્ધાદિના અતિશય ઉપપન્ન બને છે. પ્રત્યચૈતન્યના અભાવમાં ભક્તિ અને શ્રદ્ધા વગેરેના અતિશયો સંગત નહીં થાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણોના વિસ્તારથી ભક્તિ વગેરેના અતિશયનો આવિર્ભાવ થાય છે.... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૬-૧૪
SALACREAGR પરમાત્માના જપનું અચિન્ય માહાભ્ય જણાવાય
योगातिशयतश्चायं, स्तोत्रकोटिगुणः स्मृतः । योगदृष्ट्या बुधै दृष्टो, ध्यानविश्रामभूमिका ॥१६-१५॥
“યોગના અતિશયથી, ઈશ્વરના જાપને સ્તોત્ર કરતાં કરોડ ગુણ ફળને આપનાર તરીકે પ્રાચીન આચાર્યો જણાવે છે. યોગની દષ્ટિથી પંડિત પુરુષો તેને ધ્યાનની વિશ્રામભૂમિકા સ્વરૂપે વર્ણવે છે..” આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે અંતરાયોનો સંક્ષય થવાથી અને પ્રત્યચૈતન્યનો લાભ થવાથી આત્માના અત્યંતર પરિણામના ઉત્કર્ષ સ્વરૂપ યોગતિશય પ્રામ થાય છે. તે
దాలలలలల లలల