________________
મોક્ષમાર્ગના સંસ્થાપક અને સર્વ દોષોથી સર્વથા રહિત જ પરમાત્મા-દેવ હોય છે. તેઓશ્રીએ ઉપદેશેલા પરમતારક એ માર્ગના પ્રરૂપક અને સર્વ સઙ્ગથી વિવર્જિત જ ગુરુભગવંત હોય છે અને આ સંસારથી પાર ઉતારી મોક્ષે પહોંચાડનારો જ ધર્મ હોય છે. આવું સમજવા છતાં એમને એ વસ્તુ સમજાતી નથી કે દેવ કોણ છે, ગુરુ કોણ છે અને ધર્મ ક્યો છે. વસ્તુતત્ત્વ કેવું હોય છે એ બરાબર સમજાય છે પણ એ ક્યાં છે : તેનો ખ્યાલ આવતો નથી. આથી તેમનો યોગમાર્ગ અને અમારો યોગમાર્ગ : બંન્ને એક-સમાન હોવા છતાં નામ કે સ્વરૂપનો થોડો ફરક પડે છે. આનો અર્થ એ નથી કે તેથી તેમનો માર્ગ અમારા માર્ગથી તદ્દન જ જુદો છે. ૫૬-૧૭ણા
8888
ઉપર જણાવેલી વાત જ સ્પષ્ટ રીતે જણાવાય છેमुक्तो बुद्धोऽर्हन् वापि यदैश्वर्येण समन्वितः ।
श्वरः स एव स्यात्संज्ञाभेदोऽत्र केवलम् ।।१६-१८।।
“મુક્ત, બુદ્ધ અથવા અહંન્ પણ, જે કોઈ ઐશ્વર્યથી યુક્ત છે તે ઈશ્વર છે; જે અમે જણાવ્યા છે તે જ તે છે. માત્ર અહીં નામનો જ ભેદ છે.’-આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે જ્ઞાનાદિસ્વરૂપ ઐશ્વર્યથી યુક્ત હોવાથી જે ઈશ્વર કહેવાય છે તે અમે જણાવેલા જ છે. પરબ્રહ્મવાદી વેદાંતીઓ જેને મુક્ત કહે છે, બૌદ્ધો જેને બુદ્ધ કહે છે અને જૈનો જેને અર્હમ્ કહે
૩૧