________________
આવા આકારવાળો સદેહ છે અને વિષયના આવેશથી જે ખેદનો અભાવ છે; તેને(અખેદ) અવિરતિ કહેવાય છે.”આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે અન્ય લોકો જેને અયથાર્થજ્ઞાન, વિપર્યય
અને ભ્રમ વગેરે કહે છે, તેને અહીં વિશ્વમ-સભ્રમ તરીકે વર્ણવાય છે. તે ભ્રાન્તિદર્શનસ્વરૂપ અંતરાય-પ્રવૂહ છે. રજતમાં જેમ રંગનું જ્ઞાન ભમાત્મક છે, તેમ અહીં યોગ ઈષ્ટસાધન હોવા છતાં તેમાં અનિષ્ટસાધનત્વનો જે નિશ્ચય છે તે ભમાત્મકજ્ઞાનસ્વરૂપ સબ્સમ છે.
સંશયાત્મજ્ઞાનસ્વરૂપ સદેહ પ્રતીત છે. આ સ્થાણુ છે કે પુરુષ છે...ઈત્યાદિ આકારવાળા જ્ઞાનને સદેહ કહેવાય છે. યોગ હોય કે ન હોય... આવું સદેહાત્મક જ્ઞાન પ્રકૃત સ્થળે અંતરાય છે. એવા જ્ઞાનથી યોગની સાધના અટકી પડે છે. તેથી તેને અંતરાય-પ્રવૂહ કહેવાય છે. શ્રવણેક્રિયાદિ બાધેન્દ્રિયોના શબ્દાદિ વિષયોને લઈને જ્યારે ચિત્ત વ્યાક્ષિત બને છે, ત્યારે વિષયનો આવેશ હોય છે. એ વિષયના આવેશથી ચિત્ત વિષયથી થાકતું નથી અને સતત વિષયમાં જ જોડાયેલું રહે છે. આવી ચિત્તની અખેદ અવસ્થાને અવિરતિ કહેવાય છે. આનાથી વૈરાગ્યની પ્રાપ્તિ થતી નથી અને તેના અભાવે યોગની સાધના અટકી પડે છે. ૧૬-૧૧
SBURBURU છેલ્લા બે પ્રભૂતોનું સ્વરૂપ જણાવાય છે