Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ કરણની વિષમતાદિના કારણે વ્યાધિ ઉત્પન્ન થાય છે. જ્વર, અતિસાર... વગેરે સ્વરૂપ વ્યાધિઓ પ્રસિદ્ધ છે. અકર્મનિષ્ઠતાને સ્થાન(સ્યાન)સ્વરૂપ પ્રવ્યૂહ કહેવાય છે. કોઈ પણ જાતના યોગના અનુષ્ઠાનનો પ્રારંભ જ ન કરવા સ્વરૂપ સ્થાન છે. પ્રયત્નના અભાવને પ્રમાદ કહેવાય છે. યોગના અનુષ્ઠાનનો આરંભ કર્યા પછી પણ તેને પૂર્ણ કરવા માટે જે પ્રયત્ન હોવો જોઈએ તેવો પ્રયત્ન પ્રમાદના કારણે થતો નથી. અર્થાત્ પ્રયત્નના અભાવ સ્વરૂપ અહીં પ્રમાદ છે. કામની શરૂઆત કર્યા પછી પણ તેમાં ઉત્સાહનો અભાવ હોય છે, ત્યારે તે પ્રમાદને લઈને બને છે. સમાધિનાં સાધનોમાં પક્ષપાત ન રાખવો અને માધ્યસ્થ્ય સેવવું તેને ઔદાસીન્ય કહેવાય છે. આલસ્ય અહીં ઔદાસીન્ય સ્વરૂપ છે. શરીર અને મનની ગુરુતાને અન્યત્ર આલસ્ય સ્વરૂપ વર્ણવી છે. આલસ્યના કારણે યોગની પ્રવૃત્તિનો અભાવ થાય છે. તમોગુણની ઉદ્ધિક્ત અવસ્થાના કારણે મનમાં અને કફની ઉદ્ગિક્ત અવસ્થાના કારણે શરીરમાં ગુરુતા(ભારેપણું) આવે છે.।।૧૬-૧૦ના 8.BK8 વ્યાધ્યાદિ ચાર પ્રત્યૂહોનું(અંતરાયોનું) વર્ણન કરીને હવે વિભ્રમ(સમ્બ્રમ) વગેરે અંતરાયોનું વર્ણન કરાય છેविभ्रमो व्यत्ययज्ञानं, सन्देहः स्यान्नवेत्ययम् । અચ્છેો વિષયાવેશાત્, ભલેવિત: જિદ્દ-શા ‘“વ્યત્યયજ્ઞાન સ્વરૂપ વિભ્રમ છે; ‘હોય કે ના હોય’– ૨૨

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58