________________
विरतिभ्रान्तिदर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपाતેડારીયા:” (-૩૦) ! આ સૂત્રથી વ્યાધિ, સ્થાન, સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધભૂમિકત્વ અને અનવસ્થિતત્વ : આ નવને અંતરાય તરીકે વર્ણવ્યા છે. યોગની સાધનામાં ચિત્તવિક્ષેપને તે કરતા હોવાથી અંતરાય-પ્રવ્હ(વિન)સ્વરૂપ છે. | મુદ્રિત પાતઋલયોગસૂત્રમાં વ્યાધિસ્થાન આવો પાઠ છે. ત્યારના બદલે અહીં સ્થાન આવો પાઠ છપાયો છે. ટીકામાં તેમ જ આગળના શ્લોકમાં તે તે સ્થાને તે તે સ્વરૂપે જ તેનું વર્ણન કર્યું છે. અર્થની અપેક્ષાએ બંન્નેનો અર્થ સમાન રીતે વર્ણવ્યો છે. તેથી યથાવત્ પાઠ રાખ્યો છે. ૧૬ –ા
BURBEERBA વ્યાધિ વગેરે નવ પ્રયૂહોનું સ્વરૂપ વર્ણવાય છેधातुवैषम्यजो व्याधिः, स्थानं चाकर्मनिष्ठता । प्रमादोऽयत्न आलस्यमौदासीन्यं च हेतुषु ॥१६-१०॥
ધાતુની વિષમતાના કારણે ઉત્પન્ન થતા રોગો વ્યાધિ છે. કોઈ પણ જાતના કર્મ-અનુષ્ઠાનમાં ન પ્રવર્તવા સ્વરૂપ સ્થાન(સ્વાન) છે. અયસ્વરૂપ પ્રમાદ છે. સમાધિનાં સાધનોમાં ઔદાસીન્ય આલસ્ય છે.”-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે વાત, પિત્ત અને કફની વિષમતાના કારણે વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. તેમ જ રસની વિષમતાના કારણે અને ઈન્દ્રિયોના મંદ સામર્થ્યના કારણે પણ રોગો ઉત્પન્ન થાય છે. આ રીતે ધાતુ, રસ અને