Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 9
________________ સિદ્ધિઓ જન્મના કારણે છે. લોહગુગુલાદિના સેવનથી જે અચિન્ય દિવ્યશક્તિ વગેરે પ્રાપ્ત થાય છે તે ઔષધિના કારણે પ્રાપ્ત થતી સિદ્ધિઓ છે. મંત્રના પ્રયોગથી પ્રાપ્ત થતી આકાશગમનાદિની શક્તિ સ્વરૂપ સિદ્ધિઓ મંત્રના કારણે પ્રાપ્ત થતી હોય છે. તપોબળથી પ્રાપ્ત થનારી શક્તિ તપના કારણે થનારી સિદ્ધિ કહેવાય છે અને સમાધિથી પ્રાપ્ત થનારી અણિમાદિ વગેરે સ્વરૂપ સિદ્ધિઓ છે, જે યોગીજનોને પ્રાપ્ત થાય છે. કાર્ય અને કારણની સિદ્ધિ તેના ઉત્કર્ષ સ્વરૂપ છે. પૂર્વાવસ્થાના તેના પરિણામની અપેક્ષાએ ઉત્કૃષ્ટ પરિણામાંતરની પ્રાપ્તિ સિદ્ધિસ્વરૂપ છે. આ રીતે ઉત્કૃષ્ટ પરિણામ સ્વરૂપ જાત્યંતર પરિણામ પ્રકૃતિના આપૂરથી થાય છે. આશય એ છે કે આ પ્રકૃતિઓનું આપૂર પ્રકૃતિઓનો સ્વાભાવિક ધર્મ છે કે ધર્માદિના કારણે તે થતો હોવાથી ધર્માદિથી જન્ય છે ? આ શંકાના સમાધાન માટે નાત્યરરિણામ પ્રાપૂરા” (૪-૧); આ સૂત્ર પછી “નિમિत्तमप्रयोजकं प्रकृतीनां वरणभेदस्तु ततः क्षेत्रिकवद्"(४-६)। આ સૂત્ર છે. શંકાનું કારણ એ છે કે પ્રકૃતિનો આપૂર પ્રકૃતિનો સ્વાભાવિક ધર્મ હોય તો તેનાથી બધાને જ સિદ્ધિ પ્રાપ્ત થશે અને તે જ ધર્માદિથી જન્ય હોય તો ધર્માદિને હેતુ-સ્વતંત્ર કારણ- માનવાનો પ્રસંગ આવશે. કારણ કે પ્રકૃતિથી જન્ય(પરંપરાએ જન્ય) ધર્માદિ, પ્રકૃતિના આપૂરના કારણ થઈ શકે નહિ. તેથી શંકાના સમાધાન માટે નિમિત્તમ... ઈત્યાદિ સૂર છે. ધર્માદિ, પ્રકૃતિના આપૂરનું అలలు అలలమలదం అలంలంలంలంలంలంలంలPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58