________________
અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે પરમાત્મા-ઈશ્વરમાં શુદ્ધ સાત્ત્વિક ભાવ છે. રજોગુણ કે તમોગુણના લેશથી પણ અનુવિદ્ધ નથી. અત્યંત ઉત્કૃષ્ટ સ્વરૂપે તે ત્યાં છે. અર્થાર્ એના કરતાં બીજે ક્યાંય પણ ઉત્કૃષ્ટ ન હોવાથી પરમાત્મામાં તે સર્વોત્કૃષ્ટ છે. કારણ કે તરતમતાવાળા અતિશયથી મુક્ત ધર્મો પરાકાષ્ઠાને પામેલા દેખાય છે. પરમાણુમાં અલ્પત્વ અને આકાશમાં જેમ પરમમહત્ત્વ પરાકાષ્ઠા(સર્વોત્કર્ષ)ને પામેલું છે. અર્થાત્ પરમાણુમાં જે અલ્પત્વ છે એથી વધારે અલ્પતા બીજે ક્યાંય નથી અને આકાશમાં જે પરમમહત્ત્વ છે, તેના કરતાં સહેજ પણ વધારે પરમમહત્ત્વ બીજે ક્યાંય નથી. તેમ ચિત્તના જ્ઞાનાદિ ધર્મો પણ તરતમતાએ દેખાય છે. તેથી તે કોઈ સ્થાને નિરતિશય(સર્વાતિશય) છે-એ સિદ્ધ થાય છે. પરમાત્મામાં રહેલા જ્ઞાનાદિ ધર્મો ઈન્દ્રિયો દ્વારા ઉપનીત નથી. અન્યપુરુષોને; પ્રકૃતિ સાથેના ભેદનું જ્ઞાન ન હોવાથી ઈન્દ્રિયો સ્વરૂપની દ્વારા વિષયાકાર પરિણત થયેલી બુદ્ધિના પ્રતિબિંબ સ્વરૂપ જ્ઞાન ઈન્દ્રિયો દ્વારા ઉપનીત છે, જે તાત્ત્વિક નથી.
આથી સમજી શકાશે કે પરમાત્મા-ઈશ્વરનું ચિત્ત સર્વવિષયવાળું હોવાથી પરમાત્મામાં સર્વજ્ઞતાની સિદ્ધિ થાય છે. ઈન્દ્રિયો દ્વારા ઉપનીત, સર્વવિષયક હોતું નથી. કારણ કે ઈન્દ્રિયો પોતપોતાની મર્યાદામાં મર્યાદિત જ વિષયોનું ગ્રહણ કરીને બુદ્ધિને સમર્પિત કરે છે. તેથી ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થનારું જ્ઞાન સર્વવિષયક હોતું નથી. આ જ વાત
૧૧