________________
પ્રાપ્તિમાં સ્વકર્મને જ કારણ માનવું જોઈએ, ઈશ્વરની ઈચ્છાને કારણ માનવાની આવશ્યકતા નથી. તે તો અન્યથાસિદ્ધ છે.”.. આ પ્રમાણે નહીં કહેવું જોઈએ, કારણ કે એક કારક(કારણ)ને લઈને બીજા કારકનો ઉપક્ષય થતો નથી. અર્થાત્ એક કારક હોય તેથી બીજા કારક નથી-એમ કહેવાનું ઉચિત નથી... ઈત્યાદિ પાતંજલદર્શનના અનુયાયીઓ જણાવે છે. ।।૧૬-૪][
છેલ્લા ચાર શ્લોકથી જણાવેલી પાતંજલદર્શનના અનુયાયીઓની વાતોની અયુક્તતા જણાવાય છેनैतद् युक्तमनुग्राह्ये, तत्स्वभावत्वमन्तरा । नाणुः कदाचिदात्मा स्याद्देवतानुग्रहादपि ।। १६-५॥
“ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે : આ પ્રમાણેનું ક્થન યુક્ત નથી. જીવમાં(પુરુષમાં) અનુગ્રાહ્યસ્વભાવત્વ માનવામાં ન આવે તો તે ક્થન યુક્ત નથી. કારણ કે માત્ર દેવતાના અનુગ્રહથી અણુ આત્મા નહીં બને.’-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે પરમાત્માના અનુગ્રહમાત્રથી યોગની સિદ્ધિ થઈ શકશે નહીં. કારણ કે પુરુષમાં અનુગ્રહ ઝીલવાની યોગ્યતા(અનુગ્રાહ્યસ્વભાવત્વ) ન હોય તો ઈશ્વર દ્વારા ગમે તેટલો અનુગ્રહ કરવામાં આવે તોપણ જીવને યોગની પ્રાપ્તિ નહીં જ થાય. જેમ અણુ-પરમાણુમાંજ (જડમાં) આત્મા(ચેતન) થવાની યોગ્યતા ન હોવાથી ‘અણુ
૧૪