________________
આત્મા થાય’ આવી ઈચ્છા સ્વરૂપ અનુગ્રહમાત્રથી અણુ કાંઈ આત્મા બની નથી જતો. તેમ પુરુષનો અનુગ્રાહ્યસ્વભાવ ન હોય તો પરમાત્મા ઈશ્વર કોઈ પણ રીતે અનુગ્રહ નહીં કરી શકે. પરમાત્માના અનુગ્રહથી જ અણુ વગેરેમાં તે તે સ્વભાવ પણ ઉત્પન્ન થશે.” આ પ્રમાણે નહિ કહી શકાય. કારણ કે સ્વભાવમાં પરાવર્તન શક્ય નથી.
૧૬-પાા 8888888888 પાતંજલદર્શનના અનુયાયીઓના થનમાં દૂષણ જણાવાય છેउभयोस्तत्स्वभावत्वभेदे च परिणामिता । अत्युत्कर्षश्च धर्माणामन्यत्रातिप्रसञ्जकः ॥१६-६॥
“ઈશ્વર અને આત્મા બંન્નેનો તેવો સ્વભાવ માનવામાં આવે તો ઈશ્વરાદિને પરિણામી માનવાનો પ્રસવું આવશે. જ્ઞાનાદિ ધર્મોનો ઉત્કર્ષ માનવામાં આવે તો બીજે પણ ઉત્કર્ષ માનવાનો પ્રસ આવશે.” આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માત્ર પરમાત્માનો અનુગ્રાહક સ્વભાવ માનવાથી જીવને યોગની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી જીવમાં અનુગ્રાહ્ય સ્વભાવ માનવો જોઈએ. આ રીતે પરમાત્મા અને જીવ : એ બન્નેનો અનુગ્રાહ્યાનુગ્રાહક સ્વભાવ માની લેવાય છે. દરેક આત્માને એક જ કાળમાં અને એક જ પ્રકારની યોગસિદ્ધિ સ્વરૂપ ફળ પ્રાપ્ત થતું નથી. તેથી વ્યક્તિ, કાળ અને ફળની
eew