________________
પાતંજલોના મતને કથંચિદ્ર માનીને જણાવાય છે. અર્થાત્ એ મત અપેક્ષાએ યોગ્ય છે : તે જણાવાય છે
आर्थं व्यापारमाश्रित्य, तदाज्ञापालनात्मकम् । युज्यते परमीशस्यानुग्रहस्तन्त्रनीतितः ॥१६-७॥
“પરમાત્માથી સામર્થ્યના કારણે પ્રાપ્ત થયેલ તેઓશ્રીની આજ્ઞાપાલન સ્વરૂપ વ્યાપારને આશ્રયીને પરમેશ્વરનો અનુગ્રહ આગમને અનુસારે સત છે.”-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પરમાત્માનો અનુગ્રહ પ્રાપ્ત થવાથી યોગની સિદ્ધિ થાય છે, એ વાત સાચી છે. પરંતુ એ અનુગ્રહ પરમાત્માની પરમતારક આજ્ઞાના પાલનને લઈને છે. પરમાત્માનાં પરમતારક વચનોનાં પુણ્યશ્રવણાદિથી આત્માને સામર્થ્યવિશેષ પ્રાપ્ત થાય છે. એ સામર્થ્યથી શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા સ્વરૂપ વ્યાપાર(પ્રવૃત્તિ વગેરે) થાય છે, જેથી યોગની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આ રીતે યોગની સિદ્ધિના મૂળમાં પરમાત્માનું આલંબન છે. તે સ્વરૂપ જ પરમાત્માનો અનુગ્રહ છે. પરંતુ આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ તોય પરમાત્મા આપણને પરાણે યોગ પ્રાપ્ત કરાવે : એવો પરમાત્માનો અનુગ્રહ નથી. સામર્થ્યપ્રાસ આજ્ઞાપાલનસ્વરૂપ વ્યાપારને આશ્રયીને પરમેશ્વરનો અનુગ્રહ અમારા સિદ્ધાંતથી સત છે. યોગબિંદુમાં શ્લોક નં. ૨૯૭માં એ પ્રમાણે જણાવ્યું છે કે આર્થ્ય(સામર્થ્યથી પ્રામ) વ્યાપારને આશ્રયીને પરમાત્માનો અનુગ્રહ
છે
કે,
જીજી: ૭