________________
યદ્યપિ સાંખ્યોની માન્યતા મુજબ દરેક આત્મા (પુરુષ) શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, સ્ફટિકની જેમ સદાને માટે નિર્મળ હોવાથી કોઈ પણ આત્માને લેશાદિનો પરામર્શ(સંબંધ) નથી. પરંતુ ચિત્તમાં રહેલા તે તે ક્લેશાદિનો પુરુષમાં ઉપચાર કરાય છે. અર્થા યોદ્ધાઓનો જય કે પરાજય થયો હોય તો તે જેમ તેના સ્વામીનો જણાવાય છે, તેમ અહીં પણ ચિત્તમાં રહેલા ફ્લેશાદિ પુરુષના જણાવાય છે. આવો ઉપચાર ત્રણે કાળમાં મહેશમાં ન હોવાથી તેઓ કલેશાદિથી અપરામૂટ છે અને તેથી જ બીજા જીવોની અપેક્ષાએ તેઓ વિલક્ષણ છે. I૧૬-૧
SAXAGASABB અન્યપુરુષોની અપેક્ષાએ મહેશમાં જે વિશેષ છે, તે જણાવાય છેज्ञानमप्रतिघं यस्य, वैराग्यं च जगत्पतेः । ऐश्वर्यं चैव धर्मश्च, सहसिद्धं चतुष्टयम् ॥१६-२॥
જે જગતના સ્વામીનું અસ્મલિત જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ આ ચાર સહજ-સ્વભાવસિદ્ધ છે; તે પુરુષવિશેષ ઈશ્વર છે.”-આ પ્રમાણે બીજા શ્લોક્નો અર્થ છે. આશય એ છે કે જ્ઞાનાદિગુણો અજ્ઞાનાદિ-પ્રતિપક્ષથી રહિત સ્વભાવથી જ પરમાત્મામાં(ઈશ્વરમાં) છે. કારણ કે શુદ્ધસત્વનો સંબંધ અનાદિકાળથી છે. જેમ બીજા સંસારી પુરુષોને સુખ, દુઃખ અને મોહ રૂપે પરિણામ પામેલું ચિત્ત નિર્મળ, સાત્ત્વિક એવા ચેતન પુરુષમાં સંક્રાંત; ચિછાયામાં
New