________________
સંસ્કારની એકરૂપતા(માનવિષયકતા) છે. આશય એ છે કે જુદા જુદા જન્મમાં, સ્થળમાં કે કાળમાં અનુભવેલું હોવા છતાં કાલાંતરે, દેશાંતરે કે જાયંતરે તેની સ્મૃતિ થતી હોય છે. તેથી સંસ્કાર અને સ્મૃતિને કોઈ વ્યવધાન નથી; આનન્તર્ય(અંતરરહિતપણું) છે. ઉબોધકવિશેષના સહકારથી સ્મૃતિ થતી હોય છે. આ બધી વાસનાઓનું બીજ મોહ છે. ક્યારે ય સુખનાં સાધનોનો વિયોગ ના થાઓ’ આવા પ્રકારના અધ્યવસાયથી જે સંકલ્પ(કર્તવ્ય કે અકર્તવ્યવિષયક પ્રવૃત્તિ-નિવૃત્તિનો અધ્યવસાય) થાય છે, તે મોહ છે. મોહ અનાદિનો હોવાથી વાસનાઓ પણ અનાદિની(આદિરહિત) છે. આ વાત “તાલીમનર્વિ વાડડશિષી નિત્યસ્વા” (૪-૨૦) આ યોગસૂત્રથી સ્પષ્ટ કરી છે. ઉપર જણાવ્યા મુજબ સુખના સાધનનો વિયોગ ન થાય... ઈત્યાદિ સ્વરૂપ ઈષ્ટપ્રાર્થનાને આશિષ કહેવાય છે. આશીર્વાદ નિત્ય હોવાથી વાસનાઓ અનાદિની છે.
બીજી પણ કર્મવાસના ચિત્તસ્વરૂપ આશ્રયમાં જ અનાદિકાળથી સંચિત છે. જેમ જેમ તેણીનો પરિપાક થાય તેમ તેમ ગૌણમુખ્યભાવે રહેલી એવી તે; જાતિ, આયુષ્ય અને ભોગ સ્વરૂપ કાર્યનો આરંભ કરે છે. [સત્તામાં રહેલાં કર્મો જેમ જેમ વિપાકોનુખ બને તેમ તેમ કોઈ વાર ગૌણ અને કોઈ વાર મુખ્યભાવે(પ્રદેશથી અને રસથી) કાર્યરત થાય છે. આ વસ્તુનો વિચાર કરવાથી ઉપર જણાવેલી વાતને સમજતાં વાર નહીં લાગે. આથી સ્પષ્ટ છે કે આ કર્ભાશયના ફળસ્વરૂપ જાતિ... વગેરે વિપાક છે.