Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ પૂર્વજન્માદિની અપેક્ષાએ તદ્દન વિલક્ષણ જન્માદિ પ્રાપ્ત થયા પછી તે તે વિપાકોના અનુભવની અનુપપત્તિ થતી નથી. આ કર્મજન્ય વાસનાઓ પણ બે પ્રકારની છે. એક માત્ર સ્મૃતિના ફળવાળી(સ્મૃતિજનક) છે અને બીજી જાતિ, આયુષ્ય અને ભોગના ફળને આપનારી છે. આમાંની પહેલા પ્રકારની વાસના એવી છે કે; જે કર્મથી જેવા શરીરનો આરંભ થયો હોય તેની વચ્ચે દેવ, મનુષ્ય, તિર્યંચાદિના સેકંડો જન્મનું વ્યવધાન થવા છતાં ફરી પાછો તેવા જ શરીરનો આરંભ થાય ત્યારે તેને અનુરૂપ જ સ્મૃતિને ઉત્પન્ન કરે છે. અને તે વખતે બીજી બધી સ્મૃતિઓને અંતર્હિત કરે છે. દેવાદિભવમાં નારકાદિ શરીરના ઉપભોગની સ્મૃતિ જેમ લુપ્ત થાય છે તેમ અહીં પણ એ પ્રમાણે અન્યસ્મૃતિઓ લુપ્તપ્રાય થતી હોય છે. ‘‘અત્યંત વ્યવહિત(સેંકડો જન્મના વ્યવધાનથી યુક્ત) એવા સંસ્કારથી સ્મૃતિ થઈ શકશે નહીં. કારણ કે અત્યંત વ્યવહિત સંસ્કારને સ્મૃતિ પ્રત્યે કારણ માનતા નથી...’’-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે લાંબા કાળે અનુભવેલું હોવા છતાં ચિત્ત જો વિચલિત ન હોય તો એવા ચિત્તમાં સંસ્કારરૂપે પડેલી તે અનુભૂત વસ્તુનો ઉદ્બોધકવિશેષના સહકારથી સ્મૃતિસ્વરૂપ પરિણામ થવામાં કોઈ વ્યવધાન નથી. ત્યાં તે વખતે પણ સંસ્કાર પડેલા છે જ. આ વસ્તુને જણાવતાં ‘‘જ્ઞાતિવેશાવ્યવત્તિतानामप्यानन्तर्यं स्मृति-संस्कारयोरेकरूपत्वात्" (४-९) । આ સૂત્રમાં કહ્યું છે કે, જાતિ, દેશ, કાળથી વ્યવહિત હોવા છતાં વાસનાઓનું આનન્તર્ય છે. કારણ કે સ્મૃતિ અને ત

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58