Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ નિમિત્ત છે, પ્રયોજક નથી. સ્વતંત્ર કારણને પ્રયોજક-હેતુ કહેવાય છે. તેથી ધર્માદિ જે નિમિત્ત છે; તે પ્રકૃતિઓના પ્રયોજક નથી. ધર્માદિથી વરણભેદ(પ્રતિબંધકાપનયન) થાય છે. જેમ ખેડૂત વૃક્ષની આસપાસનું ઘાસ ઉખેડી નાખે છે તેથી વૃક્ષના મૂળમાં પાણી પહોંચે છે પરંતુ તે ત્યાં પાણી સિંચતો નથી તેમ અહીં પણ સિદ્ધિના પ્રતિબંધક ધર્માદિકથી દૂર થાય છે. તેથી સિદ્ધિઓ તો પ્રકૃતિઓના આપૂરથી જ થાય છે. તે તે સિદ્ધિને અનુકૂળ કારણમાં અવયવોનો(પરમાણુ વગેરેનો) અનુપ્રવેશ કે નિગમ કરાવવો; તેને પ્રકૃતિનો આપૂર કહેવાય છે... ઈત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. “તિ મુદ્દે વિપા નાત્યાયુ:” (-૩) આ યોગસૂત્રમાં જણાવ્યા મુજબ ક્લેશ સ્વરૂપ બીજ હોતે છતે કુશલ કે અકુશલ કર્મોના ફળ સ્વરૂપ જાતિ, આયુષ્ય અને ભોગને વિપાક કહેવાય છે. મનુષ્યાદિ જાતિ છે. લાંબા કાળ સુધી આત્માના શરીર સાથેના સંબંધને આયુષ્ય કહેવાય છે. મુચના રૂતિ મુતેડનેતિ મુ િવૈતિ; “બોr શબ્દ એ ત્રણેય રીતે અનુક્રમે કર્મ, કરણ અને ભાવમાં નિષ્પન્ન છે. તેથી શબ્દાદિ વિષયો, શ્રવણાદિ ઈન્દ્રિયો અને સુખ-દુઃખનું સંવેદન : એ ત્રણને ભોગ કહેવાય છે. સુખદુઃખના સંવેદનથી ઉત્પન્ન થનારા સંસ્કારો(વાસના)ને આશય કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સાંખ્યદર્શનમાં સાશય અને અનાશય-એમ ચિત્તના બે પ્રકાર, વર્ણવ્યા છે. તેમાંનું ONE S S .COMO S S S SS అల ల ల లల లలల S S

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58