Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ પરિશીલનની પૂર્વે... અનંતોપકારી દેવાધિદેવ શ્રી તીર્થંકરપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ આ સોળમી બત્રીશીમાં ઈશાનુગ્રહની વિચારણા કરી છે. સામાન્યથી યોગદર્શનની માન્યતા મુજબ ઈશ-પરમાત્માના અનુગ્રહથી જ આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરમાત્માના અનુગ્રહનો અભાવ હોય તો જીવ ગમે તેટલો પુરુષાર્થ કરે તોય તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જગતના કર્તા, હર્તા પરમાત્મા છે. તેમની ઈચ્છાદિના કારણે આ સંસારમોક્ષની વ્યવસ્થા છે... ઈત્યાદિ માન્યતાનું વ્યવસ્થિત નિરૂપણ કરીને એની અયુક્તતાનું નિરૂપણ આ બત્રીશીમાં મુખ્યપણે કરવામાં આવ્યું છે. એનો સ્પષ્ટ ખ્યાલ તો આ બત્રીશીના અધ્યયનથી જ આવશે. અન્યદાર્શનિકોની પ્રતિભા, તેમનો પુરુષાર્થ અને તેમની સંસાર પ્રત્યેની ઉદાસીનતા.... ઈત્યાદિનો વિચાર કરીએ અને સાથે સાથે તેઓએ જણાવેલી વાતોનો વિચાર કરીએ તો મિથ્યાત્વની ભયંકરતા સમજાયા વિના નહીં રહે. આપણા પરમ શ્રદ્ધેય શાસ્ત્રકાર પરમર્ષિએ અન્યદર્શનોની વિસતિને જણાવવામાં કોઈ જ કચાશ રાખી નથી. આવા પરમતારક ગ્રંથોનું અધ્યયન કર્યા વિના માર્ગની પ્રાપ્તિ કોઈ પણ રીતે શક્ય નથી. આવા સમર્થ શાસ્ત્રકાર પરમર્ષિઓનો આપણે અનુગ્રહ ઝીલી શકીએ તો પરમાત્માના અનુગ્રહના પાત્ર બની શકીશું. પરમાત્માનો અનુગ્રહ જે રીતે યોગદર્શનમાં મનાય છે તે રીતે શરૂઆતમાં જ વિસ્તારથી ચાર શ્લોકો દ્વારા જણાવીને પછીના બે શ્લોકોથી તેની અયુક્તતા જણાવી છે. પ્રકૃતિ, પુરુષ... ઈત્યાદિ તત્ત્વોની કલ્પના જ પરમાર્થથી વાસ્તવિક ન હોવાથી પરમાત્માનો અનુગ્રહ પણ વાર્તામાત્ર જ બને છે. ત્યારબાદ જૈનદર્શનની માન્યતા મુજબ દેવનો અનુગ્રહ માનવામાં આવે તો અન્યદર્શનકારોની માન્યતા મુજબનો પરમાત્માનો અનુગ્રહ કથંચિ ્ યુક્તિઙ્ગત બને છે-તે જણાવ્યું છે તેમ જ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 58