________________
२७०
हीरसौभाग्यम् सर्ग ४ श्लो० ११७-११८ ડરાવવા માટે કટીબદ્ધ બનેલા યોગીને પોતાના ચરણકમલમાં નમતિ કર્યો હતો તે આ પ્રમાણે ઉજજૈન નગરીમાં સાધુઓના વિહારનો નિષેધ કરનાર કઈ માંત્રિક યોગી હતો. તેને પ્રતિકાર કરવા માટે કોઈ પણ સમર્થ થઈ શકતું ન હતું. પરંતુ એક દિવસે પરિવાર સહિત ધર્મઘોષસૂરિ ઉજજૈનમાં પધાર્યા. ગોચરી ગયેલા સાધુઓને, યોગીએ તમે અહીં રહેશો ?” આ પ્રશ્ન કર્યો. સાધુઓએ કહ્યું ‘હા’ સાધુઓને ડરાવવા માટે મેટા કેદાળા જેવા દાંત દેખાડ્યા. સાધુઓના ઉપાશ્રયમાં પણ ભયંકર ઉંદરો, બિલાડા, કુતરા, શિયાળ, શિકારી પશુઓ, વીછી અને સ દેખાડી આચાર્યને પણ ડરાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. આચાર્ય મહારાજે, શ્રીજિનેશ્વરભગવંતના નામમંત્રનું સ્મરણ કર્યું. મંત્રના પ્રભાવથી, રાજા નગરજને અને એ યોગીના શિષ્યોની સમક્ષ, મંત્રના અધિષ્ઠાયક દેવે યોગીને બાંધીને, નગરના મુખ્ય પ્રાસાદના શિખરની સાથે એને અફળાવ્યો, પછાડગીનું શરીર રુધિરમય થઈ ગયું. અત્યંત વેદનાથી તે પિકાર કરવા લાગ્યો “હું મરી જાઉં છું હું મરી જાઉં છું. કેઈ મને બયા–ઉતા,” આવી દીન ભાષાથી પોકાર કરતા તે યોગીને આકાશમાર્ગે ઉપાશ્રયે લાવવામાં આવ્યો. ત્યાર પછી તે યેગી. અતિ નમ્ર બની ગુરુના ચરણમાં નમસ્કાર કરી ક્ષમા યાચના કરવા લાગ્યા. આ રીતે શ્રીધર્મધષસૂરિએ સાધુઓને અનેક ઉપદ્રવનું નિવારણ કર્યું હતું. ૧માં
यस्योपदेशान्नृपमन्त्रिपृथ्वी-धरश्चतुर्भिः सहितामशीतिम् । ज्ञातीरिवोद्धर्तुमिदंमिताः स्वा, व्यधापयत्तीर्थकृतां विहारान् ॥११८॥
यस्य श्रीधर्मघोषसूररुपदेशाद्वाचा नृपस्य मालवमण्डलपतिमण्डपाचलस्थपातिसाहेमन्त्री प्रधानः पृथ्वीधरः लोकोक्त्या च पेथडदे इति नामा चतुर्भिः सहितां युता मशीतिमेतावता चतुरशीति तीर्थकृतां श्रीजिनानां विहारान् प्रासादान् व्यधापयत्कारितवान् । उत्प्रेक्ष्यते-इदमिताः प्रासादसंख्याश्चतुर्विशतिप्रमाणाः स्वाः स्वकीयाः वणिक्संबधिनीश्चतुरशीतिशातीरुद्धर्तु संसारान्निस्तारयितुमिव । तथा तस्पोपदेशाच्च श्रीशत्रुजयगिरिनारिसंघपतीभवन् रैवतगिरौ च इदमस्माकं तीर्थमिदमस्माक तीर्थमिति मिथो दिग. म्बरैः सह विवादे ‘य इन्द्रमालां परिधत्ते तस्येदं तीर्थम्' इति संघवृद्धैः प्रोक्ते सुवर्णसि. द्धयाम्नायेन स्वकृतसुवर्णषट्पञ्चाशद्धटीभिः इन्द्रमालां परिहितवान् , तथा शत्रुजयोज्जयन्तमूलप्रासादशिखरदण्डयोरेकसौवर्णध्वजाधिरोपणादिना चाष्टौ धटीळयितवांश्चेति शेषः ॥
લોકાર્થ શ્રીધર્મઘોષસૂરિના ઉપદેશથી માલવદેશના મંત્રી પેથડશાહે; ચેરાશી નવા જિનમંદિરનું નિર્માણ કર્યું હતું. તેની ચોરાશી સંખ્યા કેમ ? પોતાની ચોરાશી પ્રકારની વણિક જાતિને સંસારમાંથી ઉદ્ધાર કરવા માટે જાણે ચોરાશી મંદિર બંધાવ્યાં ન હોય ! વળી પેથડશાહ ધર્મઘોષસૂરિના ઉપદેશથી થી શ્રી જય અને ગિરનારની સંધ કાઢી સંધપતિ બન્યા હતા. રેવતગિરિ ઉપર “આ મારું તીર્થ આ મારું તીર્થ” આ પ્રકારના વેતામ્બર દિગંબરના વિવાદથી જે કઈ તીર્થમાળા પહેરે તેનું આ તીર્થ” આ પ્રકારના વૃદ્ધપુરુષોના ન્યાયથી સુવર્ણસિદ્ધિના આમાયવડે જાતે બનાવેલા છપ્પન ધડી સોનાની ઉછામણી બોલી ઇન્દ્રમાલા પહેરી, શ્રીરૈવતગિરિને શ્વેતાંબરને સ્વાધીન બનાવ્યો. તેમજ શત્રય અને ગિરનાર પર્વત ઉપરના મુખ્ય જિન પ્રસાદના શિખર ઉપર સુવર્ણનો દંડ સ્થાપિત કર્યો. આ પ્રમાણે વજારોપણ આદિ કરવામાં આઠ ધડી મુવી સવ્ય કર્યું હતું ૧૧૮