Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ ૬ જ્ઞાનજ્યોતિની જીવનરેખા જાણે તે દિવસથી રામનાં રખવાળાં મળ્યાં ! ડાહ્યાભાઈને આ વાતની ખબર પડી, એટલે તેઓ કપડવંજ આવીને પોતાનાં પત્ની અને પુત્રને મુંબઈ તેડી ગયા. મુંબઈમાં રહી મણિલાલે પ્રાથમિક શિક્ષણ લીધું. પણ માતા અને પુત્રનો ભાગ્યયોગ કંઈક વિલક્ષણ હતો. અને એમાં કુદરતનો કોઈ અકળ સંકેત છુપાયો હતો. ૨૭ વર્ષની ઉંમરે માણેકબહેન વિધવા થયાં ! તત્કાળ તો ઉપર આભ અને નીચે ધરતી જેવી એકલતા અને નિરાધારી તેઓ અનુભવી રહ્યાં. ચિત્તમાં જાણે સૂનકાર છવાઈ ગયો, પણ એમણે આખી જિંદગી ધર્મનું પાલન કરવામાં અને ધર્મની વાણી સાંભળવામાં ગાળેલી, એટલે આવા કારમા સંકટ વખતે ધર્મ જ સાચો સહારો આપી રહ્યો. માણેકબહેનને સંસાર સાર વગરનો લાગ્યો. અંતર વૈરાગ્યને ઝંખી રહ્યું અને એ અસાર સંસારનો ત્યાગ કરવા તૈયાર થયાં. પણ વચમાં એક અવરોધ હતો : ચૌદ વર્ષના મણિલાલનું શું કરવું ? એને કોને ભરોસે સોંપવો ? મણિલાલ પણ કંઈ પાછો પડે એવો ન હતો. એણે મન સાથે નક્કી કર્યું હતું : બા કહે તેમ કરવું. માને પણ થયું : હું સંસારનો ત્યાગ કરું તો મારા પુત્રને સંસારમાં શા માટે રાખું ? છેવટે બન્નેએ દીક્ષા લેવાનું નક્કી કર્યું. વિ. સં. ૧૯૬૫ના માહ વિદ પાંચમના દિવસે મણિલાલે, વડોદરા પાસે છાણી ગામમાં, મુનિવર્ય શ્રીચતુરવિજયજીના શિષ્ય તરીકે, દીક્ષા લીધી; નામ પુણ્યવિજયજી રાખવામાં આવ્યું. મણિલાલની દીક્ષા પછી બે દિવસે જ માણેકબહેને શ્રી મોહનલાલજી મહારાજના સમુદાયમાં પાલીતાણામાં દીક્ષા લીધી. એમનું નામ સાધ્વીજી શ્રી રત્નશ્રીજી. રત્નશ્રીજી સંયમનું પાલન કરવામાં સદા જાગ્રત રહેતાં. પાછલી અવસ્થામાં એમની આંખોનાં તેજ અંદર ઊતરી ગયાં હતાં, છતાં ધર્મની જાગૃતિ એવી જ હતી. એક વાર તેઓ સખ્ત બીમાર થઈ ગયાં. ડૉક્ટરે કહ્યું કે આવી બીમારીનો સરખી રીતે ઇલાજ કરવા માટે સાધ્વીજીને ઇસ્પિતાલમાં દાખલ કરવાં જોઈએ. આ સાંભળીને રત્નશ્રીજીનું અંતર વલોપાત કરી રહ્યું; એમને થયું : ક્યા ભવને માટે ઇસ્પિતાલમાં જઈને છ કાયની વિરાધના કરીને સંયમની વિરાધના કરવી ? એ તો કોઈ પણ રીતે ઇસ્પિતાલમાં ન જવું પડે એ જ ઝંખી રહ્યાં. ડૉક્તરને પણ એમની આ ઝંખનાની ખબર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90