Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 78
________________ છેલ્લા દિવસો ૭૧ સમાચાર આપતા રહેવાનું પવિત્ર “સંજયકાર્ય', અમારા નિષ્ઠાવાન સાથીઓમાંના એક, ભાઈ શ્રી લક્ષ્મણભાઈએ જે રીતે સંભાળ્યું, તે માટે હું એમનો ખૂબ આભારી છું. ઑપરેશન પછીની મહારાજશ્રીની તબિયતના સમાચાર તેઓના જ શબ્દોમાં જાણીએ - તા. ૨૫-૫-૭૧ ના કાર્ડમાં તેઓએ લખ્યું હતું : “ગઈ કાલે સવારે ૧૦ વાગે ટોટી (કેથેડ્રલ) કાઢ્યા પછી, ઘણી મુસીબતે, તોલો-બે તોલા માત્રુ આવતું હતું. સાંજે ૪ વાગતાં સુધીમાં તો પેઠું ભરાઈ ગયું અને પાણી સુધ્ધાં પીવાનું બંધ થઈ ગયું. ટીકડી આપી, શેક કર્યો, પણ કશો ફરક ન પડ્યો. છેવટે સાંજે સાત વાગે ટોટી ફરીથી ચઢાવી અને ચઢાવતાં જ બે બાટલા માત્રુથી ભરાઈ ગયા, તે પછી રાત સારી ગઈ. અત્યારે ટોટી ચઢાવેલી છે. મસાનું ઑપરેશન કર્યું છે તે ભાગ હજુ રૂઝાયો નથી. ઝાડો એનીમા આપીને જ કરાવવો પડે છે. શરીરમાં અશક્તિ પણ ઘણી છે. આજે સાંજે ડૉક્ટરના આવ્યા પછી ખબર પડે કે હવે આગળ શું કરવું ? મસાના ઑપરેશનવાળો ભાગ રૂઝાય નહીં ત્યાં સુધી પ્રોસ્ટેટ અંગે કશું નવું કરવાનું નથી.” આ એક જ કાગળમાં ચિંતા કરાવે એવી ઘણી બાબતો હતી. તેમાંય અશક્તિ ઘણી હોવાનું લખ્યું તે ચિહ્ન શરીરની આંતરિક શક્તિને સારો એવો ઘસારો લાગ્યાનું સૂચવતી હતી; છતાં સ્વજન માટે કે સામાન્યજન માટે પણ અનિષ્ટની કલ્પના કરવાનું કોને ગમે ? અમે સારાની આશામાં રાચતા રહ્યા ! તા. ર૬-પ-૭૧ ના અંતર્દેશીય પત્રમાં તેઓએ લખેલું : “પૂ. મહારાજ સાહેબનું પ્રોસ્ટેટનું ઓપરેશન કરવું પડશે તેવો ડૉક્ટર પરીખનો અભિપ્રાય છે..... આ બધું ક્યાં કરવું, કોની પાસે કરાવવું વગેરે માટે હજુ ફાઈનલ નિર્ણય થયો નથી. એક વિચાર એવો પણ છે કે ડૉ. કરંજીયાવાલા પાસે બોમ્બે હૉસ્પિટલમાં કરાવવું. આજે સાંજે અથવા આવતી કાલે આ બાબતનો નિર્ણય થશે.... સામાન્ય રીતે મહારાજશ્રી શાંતિમાં છે.” તા. ૨૭-પ-૭૧ ના અંતર્દેશીય પત્રમાં તેઓએ જણાવ્યું : “ગઈ કાલે પૂજય મહારાજસાહેબને એનીમા, ઓલીવ ઓઈલ તથા ગ્લેસેરીન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90