Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 79
________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા આપેલ, પણ ઝાડો થયો નહીં. છેવટે ઘણી મહેનતે ગંઠાયેલો મળ નીકળ્યો અને પૂ. મહારાજ સાહેબ એકદમ ઢીલા થઈ ગયા. બપોરે ૩ વાગે ડૉક્ટર પતરાવાલાને બોલાવવા પડ્યા. ઈંજેકશન આપ્યું છતાં સાંજ સુધી ગભરામણ જેવું ચાલુ રહ્યું. તે પછી રાત શાંતિમાં ગઈ છે. ગઈકાલે બપોર પછી કશું જ વાપર્યું ન હતું.....અત્યારે અશક્તિ ઘણી છે, અને તે જ કારણે પ્રોસ્ટેટનું ઓપરેશન કરવાની ઉતાવળ થઈ શકતી નથી.' ૭૨ આ કાગળ ઉપરથી જોઈ શકાય છે કે રોગનો પ્રતિકાર કરવાનું શરીરબળ ધીમે ધીમે ઘટતું જતું હતું; અને હવે તો, જાણે શરીર રોગના ઉપચારને ગાંઠવા માંગતું ન હોય એમ, નવી નવી ફરિયાદો ઊભી થવા લાગી હતી, પણ આ સમગ્ર સ્થિતિનું તારણ આપણે ન કાઢી શક્યા ! તા. ૨૮-૫-૭૧ ના અંતર્દેશીય પત્રમાં એમણે સમાચાર આપ્યા : “પ્રોસ્ટેટનું ઑપરેશન તરત નહીં કરવા પાછળ એ પણ કારણ છે કે મહારાજજી હજુ ચત્તા સૂઈ શકતા નથી અને બેસી પણ શકતા નથી. ચારપાંચ દિવસમાં બેસતા થઈ જશે તેવી ધારણા છે.'' તા. ૩૧-૫-૭૧ ના અંતર્દેશીય પત્રથી શ્રીલક્ષ્મણભાઈએ જણાવ્યું : “પૂ. મહારાજ સાહેબ શાતામાં છે. હવે દસ્ત એની મેળે થાય છે. એનીમા આપવું પડતું નથી. આહાર પણ લઈ શકાય છે અને ઊંઘ પણ આવે છે. આજે પલાંઠી વાળીને પાંચ-દસ મિનિટ બેસાર્યા હતા. હવે તબિયત સારી છે’ આ સમાચાર કંઈક ચિંતાને દૂર કરે એવા સારા હતા. વચમાં ક્યારેક અમારા મિત્ર શ્રીકાંતિભાઈ કોરાના કાગળ કે ટૂંક કોલથી અથવા શ્રીલક્ષ્મણભાઈની ટપાલથી મહારાજશ્રીની તબિયતના જે સમાચાર મળતા રહ્યા, તે ઉપરથી સામાન્ય રીતે લાગ્યું કે હવે ખાસ ચિંતા કરવા જેવું નથી, અને તબિયત સુધરતી આવે છે. તા. ૬-૬-૭૧ ના કાર્ડમાં એમણે સૂચવ્યું : “પૂજ્ય મહારાજસાહેબ સુખ-શાતામાં છે. અને આપને ધર્મલાભ લખાવ્યા છે. પ્રોસ્ટેટ ગ્લેંડનું ઑપરેશન, શકુંતલા હાઈસ્કૂલ પાસે “બાચા નર્સીંગ હોમ” માં, ડૉ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90