Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 84
________________ 99 છેલ્લા દિવસો ગુરુભક્ત શ્રીમણિલાલ ત્રિકમલાલ શાહ ઉપર, અમદાવાદથી, વિ. સં. ૨૦૧૦ના આસો સુદિ ૧૪ ના રોજ લખેલ પત્રમાં લખ્યું હતું કે–“આવા મહાપુરુષો સ્વર્ગવાસી થાય ત્યારે હાથતાળી આપવા જેવું જ લાગે છે, પણ એવા પુરુષો માટેનું મરણ એવું જ હોવું ઘટે.” પરમપૂજય મહારાજશ્રીએ લખેલા આ શબ્દો એમને પોતાને જ કેવા લાગુ પડે છે ! આપણે જોતા રહ્યા અને તેઓ હાથતાળી આપીને ચૂપચાપ ચાલતા થયા ! પરમપૂજય શ્રીઆગમપ્રભાકરજી મહારાજ માટે તો, વધુ ઉચ્ચ સ્થાન માટેનું આ એક સ્થળાંતર માત્ર જ હતું; પણ આવા સમતા, સાધુતા અને સરળતાના સાક્ષાત અવતાર સમા અને જ્ઞાનજયોતિથી પોતાના અંતરને તથા પોતાની આસપાસના સૌ કોઈને અંતરને પ્રકાશમાન અને પ્રસન્ન કરી મૂકનાર સંત પુરુષના જવાથી આપણે કેટલા રંક બન્યા છીએ એનો અંદાજ મેળવવો શકય નથી. પણ હવે તો એ જ્ઞાનજયોતિનું, સ્મરણ, વંદન અને યથાશક્તિ અનુસરણ કરવું એ જ આપણા હાથની વાત છે. નમો નમો નાપવિવાયરલ્સ છે [ મહારાજશ્રીને દીક્ષા લીધે સાઠ વર્ષ થયાં તે નિમિત્તે, વડોદરામાં ઉત્સવ થયો તે પ્રસંગે, “જ્ઞાનાંજલિ” ગ્રંથ પ્રકાશિત થયો હતો. આ ગ્રંથમાં મેં “પૂજ્ય આગમપ્રભાકરશ્રીની જીવનરેખા” નામે મહારાજશ્રીનો કંઈક વિસ્તારથી પરિચય આપ્યો હતો. એમાં ઠીક ઠીક સુધારા-વધારા કરીને તેમ જ નવું લખાણ પણ સારા પ્રમાણમાં ઉમેરીને આ લખાણ તૈયાર કર્યું છે. ૬, અમૂલ સોસાયટી, અમદાવાદ-૭; વિ. સં. ૨૦૨૯, ચૈત્ર વદિ ૮, ગુરુવાર, તા. ર૬-૪-૧૯૭૩ -૨. દી. દેસાઈ ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90