Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 82
________________ ૭૫ છેલ્લા દિવસો કારણ નથી, ગેસ્ટાઈન છે, એકાદ દિવસમાં સારું થઈ જશે.” અને ડૉક્ટરનો આ અભિપ્રાય સાચો હતો. આ વાતનો ઉલ્લેખ કરતાં શ્રીફૂલચંદભાઈએ જ પોતાના ઉક્ત કાગળમાં લખ્યું હતું કે- “તે મુજબ (ડૉક્ટરોએ કહ્યા મુજબ) સોમવારે સવારે સારી રીતે દૂધ, ચા, મગનું પાણી, નારિયેળનું પાણી, પોપૈયું તેમ જ કાંજી વગેરે લીલું. સાંજે ખીચડી લીધી. રૂમમાં પોતે જ દસ-બાર આંટા માર્યા. રૂમની બહાર ગેલેરીમાં ઠેઠ લાયબ્રેરી સુધી ગયા; ત્યાં લગભગ પચીસેક મિનિટ બેઠા; ખૂબ આનંદથી વાતો કરી. અને બધાને ખૂબ સંતોષ થયો. એકાદ દિવસમાં અહીંથી રજા મળશે પછી તેમને થોડા નરીશમેન્ટ માટે કઈ જગ્યાએ લઈ જવા તેની પણ વાતો નક્કી કરી અને સોમવારે સાંજે સાડાએ હું જમવા ગયો.” આ રીતે ૧૪મી તારીખે તબિયત એકંદર સારી હતી એટલે દિવસભર ભાવિકજનો મહારાજશ્રીનાં દર્શન કરવા, એમને શાતા પૂછવા આવતાં રહ્યાં અને, અશક્તિ વધુ લાગવા છતાં, મહારાજશ્રી પણ સૌને પ્રસન્નતાથી આવકારતા રહ્યા. શ્રીફૂલચંદભાઈ શામજી સાંજ સુધી એમની પાસે હતા અને શ્રી કાંતિભાઈ કોરા તો મોડી સાંજે મહારાજશ્રી પ્રતિક્રમણ કરવા બેઠા તે પછી જ ઘેર ગયા હતા. આમ બધું સલામત, આનંદકારી અને ચિંતાને ઓછી કરે એવું હતું, પણ એ સલામતી અને એ આનંદ છેવટે છેતરામણાં નીવડ્યાં ! શ્રીલક્ષ્મણભાઈના છેલ્લા કાગળમાં કેવા સંતોષકારક અને સારા સમાચાર હતા ! છતાં એક વાત તો તેઓના દરેક કાગળમાં રહેતી કે અશક્તિ બહુ છે. વારંવાર કહેવામાં આવતી આ વાત જરૂર ચિંતા ઉપજાવે એવી હતી; પણ છેલ્લા કાગળમાં સારા સમાચાર એટલા બધા હતા કે આપણી ચિંતા દૂર થઈ જાય, ઓછી થઈ જાય. પણ કયા સમાચારને કેટલું મહત્ત્વ આપવું એ માટેનો આપણો અને કુદરતનો ગજ જુદો હોય છે; અને છેવટે કુદરતના ગજનો ફેંસલો જ કાળા માથાના પામર માનવીએ શિરે ચડાવવો પડે છે ! અને....અને..... અને થયું પણ એવું જ– Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90