Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 81
________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા આ ડાયરીનું જાણે છેલ્લું પાનું લખતા હોય એમ, ૧૪મી જૂનના કાર્ડમાં લખીને ટપાલમાં નાખ્યું, એમાં શ્રીલક્ષ્મણભાઈએ મને જણાવ્યું હતું કે ૭૪ “પૂજ્ય મહારાજસાહેબની તબિયત સારી છે. બે દિવસ ગેસની ટ્રબલ જોરદાર રહી. એક દવાનો ડોઝ આપતાં પણ તકલીફ પડે તેવું થયું. આજે ઘણો ફાયદો છે. સવારે હૉસ્પિટલમાં થોડા ચલાવ્યા પણ ખરા અને સાબુદાણાની કાંજી વગેરે વપરાવ્યું પણ ખરું. એક-બે દિવસમાં અહીંથી રજા મળશે. હવે મસાની કે પ્રોસ્ટેટની કોઈ તકલીફ નથી. અશક્તિ ખૂબ છે એટલે આરામ માટે ઉપાશ્રય સિવાય બીજે રહેવું પડશે. જો ગેસ ટ્રબલ વધારે હશે તો પાછા મેડીકલ સેન્ટરમાં જવાનું થશે. એટલે એક્ષરે વગેરે ત્યાં લઈ શકાય. નહિતર શ્રીમહાવીરવિદ્યાલય અથવા કોઈકના ઘરે રહેવાનું થશે.’’ આ અરસામાં શ્રીકોરાસાહેબે મને એક કાગળમાં લખેલું કે મહારાજશ્રી આહાર-પાણી-દવા જેવું કંઈક પણ લેવા જાય છે, ત્યારે કાળજામાં એવું અસહ્ય દર્દ થાય છે કે ક્યારેક તો મહારાજશ્રીની આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે. આહાર, પાણી કે ઔષધ જેવું કંઈ પણ લેતી વખતે છેલ્લા બે દિવસ મહારાજશ્રીએ જે વેદનાનો અનુભવ કર્યો તેનો ચિતાર મહારાજશ્રીના અનન્ય ભક્ત શેઠ શ્રીફૂલચંદભાઈ શામજીએ, મહારાજશ્રીના સ્વર્ગવાસ બાદ, તા. ૧૬-૬-૭૧ના રોજ, પૂના, આચાર્ય મહારાજ શ્રીવિજયસમુદ્રસૂરિજી મહારાજ ઉપર જે પત્ર લખ્યો હતો એમાં આપ્યો છે. એ પત્રમાં તેઓએ લખ્યું હતું કે—“તા. ૧૨ અને ૧૩, શનિ અને રવિ બન્ને દિવસો ચિંતાજનક અમારા માટે હતા, કારણકે તે બન્ને દિવસોએ આગમપ્રભાકર સાહેબની તબિયત બરાબર ન હતી. પેશાબના દર્દનું ઓપરેશન બહુ જ સારું થઈ ગયું; તેની કોઈ તકલીફ હતી નહીં, પરંતુ છાતીમાં જ્યાં પાણી તથા ખોરાક આંતરડામાં જાય છે ત્યાં, તેમને દરદ થતું હતું અને તે એટલું બધું કે તેમની આંખોમાં પાણી આવી જતાં. કોઈ પ્રવાહી અગર દૂધ-ચાપાણી કાંઈ પણ લેતાં આ દરદ થતું હતું. રવિવારે આખો દિવસ રહ્યું. બધા નિષ્ણાત ડૉક્તોને બોલાવ્યા અને બધાએ એકી અવાજે કહ્યું કે ચિંતાનું કોઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90