Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 89
________________ સાધનાનું અંતિમ ધ્યેય જૈનતીર્થકરોએ અને મહર્ષિઓએ ભવભ્રમણના અંતને એટલે કે મોક્ષપ્રાપ્તિને આત્મસાધનાનું એટલે કે અધ્યાત્મસાધનાનું અંતિમ ધ્યેય માનીને, એના મુખ્ય ઉપાય તરીકે, જીવનમાં અહિંસાની સાધના અને પ્રતિષ્ઠા કરવાનું ફરમાવ્યું છે, અને અહિંસાને સિદ્ધ કરવાના મુખ્ય સાધન તરીકે સંયમ અને તપની આરાધનાને સ્થાન આપ્યું છે. વળી, આપણા શાસ્ત્રકાર ભગવંતોએ ૩વસEસારું છું સામUVi-શ્રમણજીવનનો સાર તો ઉપશમ એટલે કે શાંતિ અને સમતા છે-એમ કહીને ધર્મસાધનામાં સમતા કે સમભાવનું કેટલું મહત્ત્વનું સ્થાન છે, એ સમજાવ્યું છે. આ રીતે વિચારીએ તો સમતા એટલે સમભાવની પ્રાપ્તિ એ જ આત્મસાધના કે ધર્મસાધનાનું ધ્યેય કે કેન્દ્ર બની જાય છે. ઉપરાંત માનસિક, અહિંસાના પાલનના અને સત્યના નાના-મોટા એક-એક અંશને શોધી કાઢવાના અને સ્વીકારવાના એક અમોઘ ઉપાય તરીકે જૈનધર્મે નયવાદ અને સ્યાદ્વાદ એટલે કે અનેકાંતદષ્ટિની પ્રરૂપણા કરી છે. આ અનેકાંતવાદ એ આત્મસાધના અને તત્ત્વવિચારણાના ક્ષેત્રમાં જૈનદર્શનનું એક આગવું કહી શકાય એવું પ્રદાન છે. આ રીતે જૈનધર્મની સાધના પ્રક્રિયામાં અહિંસા, સમભાવ અને અનેકાંતદષ્ટિ એ રત્નત્રયી કેન્દ્રસ્થાને બિરાજે છે, અથવા કહો કે એ પ્રક્રિયાનું એ જ અંતિમ સાધ્ય કે ધ્યેય છે. (નાનાંજલિ, પૃ. ૨૭૬) પૂજ્ય મુનિ શ્રીપુણ્યવિજયજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90